You are here
Home > News > સ્વચ્છતા સર્વેક્ષણની ફજેતી કરતા પાલિકા સફાઈ કામદારો

સ્વચ્છતા સર્વેક્ષણની ફજેતી કરતા પાલિકા સફાઈ કામદારો

સ્વચ્છતા સર્વેક્ષણની ફજેતી કરતા પાલિકા સફાઈ કામદારો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સ્ટેશન રોડથી ત્રણ દરવાજા જતા ગૌરવ પથ ઉપર શહેરીજનો ની અવર જવર વાળા જાહેર માર્ગ ઉપર ડોસાભાઈ બાગની દિવાલો ઉપર સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિના ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. આવા ચીત્રણો કરી પાલિકા સત્તાધિશો સ્વચ્છતા જાગૃતિ આદરી હોવાના ખોટા વહેમમાં આવી ગયા છે. ત્યારે પાલિકાના સફાઈ કામદારો જ સ્વચ્છતા સર્વેક્ષણની જાહેરમાં ફજેતી કરતા જોવા મળી રહ્યા છે. ડોસાભાઈબાગ પોલીસ ચોકી પાસે સ્વચ્છતા જાગૃતિના ચીત્રો આગળજ સફાઈ કામદારો કચરાના ઢગલા ખડકી રહ્યા છે. આ કચરાથી એટલી દુર્ગંધ મારે છે કે સાંજે શાકભાજી લેવા આવતી મહિલાઓ અહીંથી પસાર થતા ફરજીયાત નાક દબાવીને નિકળવુ પડે છે. સફાઈ કામદારો દ્વારા કરાતા આવા કચરાના ઢગલા જોઈ કન્ટેઈનર મુક્ત અને કચરા મુક્ત વિસનગરની વાતો પોકળ સાબીત થઈ રહી છે. એક બાજુ સરકાર સ્વચ્છતા જાગૃતિનો રથ લઈ ગામે ગામ ફરી રહ્યા છે. ત્યારે પાલિકા સત્તાધિશો દ્વારા સફાઈ જાગૃતિની ખાલી વાતો જ થતી હોય તેમ લાગી રહ્યુ છે.

Leave a Reply

Top