You are here
Home > News > સ્કાય યોજના ખેડૂતો માટે આવક આપનારી અને લાભદાયી

સ્કાય યોજના ખેડૂતો માટે આવક આપનારી અને લાભદાયી

વિસનગર તાલુકાના રાજગઢ ફીડરના ૨૦ ખેડૂતોને સુર્યશક્તિ કિસાન યોજનાનો લાભ

સ્કાય યોજના ખેડૂતો માટે આવક આપનારી અને લાભદાયી

ખેડૂત પોતાના ખેતરમાં જ વીજ ઉત્પાદન કરે,
જરૂરીયાત મુજબ વીજળી વાપરે,
બાકીની વીજળી વેચે અને
વધારાની આવક મેળવે તેવી
સરકારની સ્કાય યોજના છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ખેતીવાડી વિજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે સરકાર દ્વારા સુર્યશક્તિ કિસાન યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૩૭ ફીડરનો પાયલોટ પ્રોજેક્ટમા સમાવેશ કરવામાં આવ્યો છે. વિસનગર તાલુકાના રાજગઢ ફીડરના ૨૦ ખેતીવાડી કનેક્શનને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના ખેડૂતો માટે કમાઉ દિકરા સમાન હોવાથી પાયલોટ પ્રોજેક્ટમાં વિસનગર તાલુકાનો સમાવેશ કરાયો હોવાથી ખેડુતો તેનો વધુમાં વધુ લાભ લે તે માટે વિજ કંપનીની વિસનગર-૧ વિભાગના નાયબ ઈજનેર કે.જે.પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા ગામેગામ મીટીંગો કરી ખેતીવાડી વિજ કનેક્શન ધરાવતા ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે.
ખેતરમાં કુવા અને ટ્યુબવેલ માટે ખેતીવાડી વિજ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા સુર્યશક્તિ કિસાન (સ્કાય) યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેડૂત પોતાના ખેતરમાં વિજ ઉત્પાદન કરે, જરૂરીયાત મુજબ વીજળીનો વપરાશ કરે, બાકીની વિજળી વેચે અને વધારાની આવક મેળવે તે માટે સરકારની મહત્વની યોજના છે. આ યોજનાની અમલીકરણ માટે પાયલોટ પ્રોજેક્ટમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૩૭ ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો છેે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂા.૮૭૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટમાં વિસનગર તાલુકાનો સમાવેશ કરાયો હોવાથી ૬૬ કે.વી. ઉમતા સબ સ્ટેશનમાંથી નીકળતી ૧૧ કે.વી. રાજગઢ ફીડરના ખદલપુર, પાલડી, છોગાળાના ૨૦ ખેતીવાડી વિજ કનેક્શનને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ કનેક્શનમાં સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે. વિજળીનુ ઉત્પાદન પણ શરૂ થઈ ગયુ છે અને ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે.

સ્કાય યોજનાનો લાભ મેળવેલ ખેડૂતોની વિગત
ગામ                   ગ્રાહક-ખેડૂતનુ નામ                                કોન્ટેક નં.
હસનપુર          પટેલ શૈલેષભાઈ સીતારામ                  ૯૪૨૮૬૬૬૪૯૯
ખદલપુર         રાજપૂત બળદેવજી ગલાજી                   ૯૯૦૪૨૮૫૬૫૮
ખદલપુર         પટેલ શંભુભાઈ ગંગારામભાઈ               ૯૮૨૪૯૫૭૦૧૪
ખદલપુર         પટેલ ગોવિંદભાઈ ત્રીકમભાઈ               ૯૯૦૯૬૭૭૧૯૬
ખદલપુર         ઠાકોર ઉદાજી રામસંગજી                       ૯૭૨૬૪૧૦૯૬૦
ખદલપુર        ચૌધરી ગાંડાભાઈ ખોડાભાઈ                  ૯૭૨૬૨૯૩૦૪૨
છોગાળા          રબારી રાયમલભાઈ ચેહોરભાઈ            ૯૯૨૫૭૭૭૧૬૧
છોગાળા          રબારી અમૃતભાઈ નાગજીભાઈ             ૯૯૯૮૪૫૬૮૯૦
છોગાળા          ઠાકોર કુંવરજી ગંભીરજી                        ૯૯૭૯૪૧૫૮૧૯
છોગાળા         ચૌધરી રમેશભાઈ નથુભાઈ                   ૭૫૭૪૮૫૧૬૪૩
છોગાળા         પટેલ મફતલાલ નરોત્તમદાસ               ૯૪૯૯૫૧૬૨૫૭
છોગાળા         ઠાકોર કાન્તીજી મફાજી                          ૯૯૦૯૬૯૯૭૧૪
છોગાળા         ઠાકોર જવાનજી પ્રતાપજી                      ૯૪૨૭૩૨૨૦૮૯
છોગાળા         ઠાકોર લીલાજી ઓખાજી                        ૯૬૩૮૦૬૩૯૨૬
છોગાળા        ચૌધરી મુકેશભાઈ બબાભાઈ                  ૯૭૨૩૭૧૧૮૮૯
છોગાળા         રબારી ઈશ્વરભાઈ રખાભાઈ                  ૯૯૭૮૩૮૬૧૪૩
છોગાળા        ચૌધરી વિનુભાઈ દલસંગભાઈ               ૮૧૪૦૨૦૯૭૯૧
પાલડી          ચૌધરી હેમતુભાઈ હરિસંગ                      ૯૫૫૮૩૬૭૯૯૨
પાલડી          ચૌધરી વાલીબેન ગાંડાભાઈ                   ૭૦૪૩૪૭૩૬૧૮
પાલડી          ચૌધરી માનસિંહભાઈ અભેરાજભાઈ        ૯૪૨૮૩૮૯૩૧૭

સુર્યશક્તિ કિસાન યોજના(સ્કાય) શુ છે, ખેડૂતો કેવી રીતે તેનો લાભ લઈ શકે તેની રૂપરેખા જોઈએ તો, કૃષિ વિજ જોડાણ ધરાવતા ખેડૂતોજ આ યોજનાનો લાભ લઈ શકશે. ખેડૂતોને તેમના ખેતરમાં સુર્યશક્તિથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે. સ્કાય ફિડર પર અગાઉ કોઈપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને યોજનામાં જોડાવા ઈચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજજોડાણ આપવામાં આવશે. ફિડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે. ફીડર પર વિજ કનેક્શન ધરાવતા ગ્રાહકો પૈકી ૭૦ ટકા ગ્રાહકો તૈયાર થશે તો તેમને આ યોજનામાં અગ્રીમતા આપવામાં આવશે. ખેડૂતોએ ઓછામાં ઓછા કુલ ખર્ચની ૫% રકમ ભરપાઈ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો ભરી શકાશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે. કેન્દ્ર સરકાર ૩૦% સબસિડી પેટે ચૂકવશે. રાજ્ય સરકાર ૩૦% વધારાની સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩૫% ની રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. જે લોનની પરત ચૂકવણી ખેડૂત દ્વારા વીજ વિતરણ કંપનીને રૂા.૩.૫૦ પ્રતિ યુનિટથી વેચાણમાં આવતી વધારાની વીજળીમાંથી થશે. લોનનો સમયગાળો ૭(સાત) વર્ષનો રહેશે. એક હો.પા.દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે.(એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧૨.૫ કિલોવોટની પેનલ અપાશે). પ્રતિ કિલોવોટર સોલાર ક્ષમતા મુજબ ૧૦ટ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે. જો કોઈ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઈચ્છતા હોય, તો નિયમોને આધીન રહી મંજૂરી અપાશે. વધારાની પેનલથી ઉત્પન્ન થતી વીજળી રૂા.૩.૫૦ પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. જેના પર રાજ્ય સરકારની સબસિડી મળવા પાત્ર થશે નહી. સ્કાય ફિડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફિડર ઉપર દિવસે ૧૨ કલાક વીજળી મળશે. જે ખેડૂત આ યોજનામાં નહીં જોડાય તેને ૮(આઠ) કલાક વીજ પુરવઠો મળશે. વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલા સાત વર્ષ રૂા.૭/- પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે. જે પૈકી રૂા.૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના રૂા.૩.૫૦ પ્રતિ યુનિટ(૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો.પ્રતિ વર્ષની મર્યાદામાં) રાજ્ય સરકાર સબસિડી રૂપે ચૂકવશે.
કુલ રકમમાંથી લોનનો હપ્તો ભરપાઈ થયા બાદ જે બચત થશે તે ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે. ૭ વર્ષનો લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા.૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.
આ યોજનાથી ખેડૂતને શુ લાભ થાય તે જોઈએ તો, વીજ બીલમાં રાહત મળશે. ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી કાયમી આવક મળશે.
દિવસ દરમ્યાન ૧૨ કલાકે વીજ પુરવઠો. લોન ભરપાઈ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે. સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે. સોલાર સિસ્ટમની ૭ વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઈ શકાશે. પેનલની ઉંચાઈ વધારવી હોય તો પણ વધારી શકાશે.
મહત્વની બાબત એ છેકે, જે ખેડૂતો પાસે ખેતીવાડી વિજ જોડાણ છે પરંતુ કુવામાં કે ટ્યુબવેલમાં પાણીના અભાવે આવા વિજ જોડાણ વપરાયા વગરના પડી રહ્યા છે તે ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. જે ખેડૂતો પાસે ખેતર છે. વિજ જોડાણ છે પરંતુ પાણી વગર ખેતર ખેડી રહ્યા છે ખેતીની આવક થતી ન હોય તે ખેડૂતો સ્કાય યોજનાનો લાભ લઈ વિજળી ઉત્પાદન કરી આવક મેળવી શકે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યોજનાની સૌપ્રથમ શરૂઆત વિસનગરથી કરવામાં આવી છે ત્યારે નાયબ ઈજનેર કે.જે.પ્રજાપતિ તથા તેમનો સ્ટાફ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા સમજાવવા ગામેગામ મીટીંગો કરવામાં આવી રહી છે. કોઈ ફીડરના ખેડૂતો તૈયાર થાય તો વિજ કંપનીના અધિકારીઓ રૂબરૂ આવી યોજના વિશે સમજ આપવા તૈયાર છે. સ્કાય યોજનાનો લાભ લેવા ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર-૧ ઓફીસના નાયબ ઈજનેર કે.જે.પ્રજાપતિ સાહેબનો સંપર્ક કરી શકશે.

Leave a Reply

Top