You are here
Home > News > ખેરાલુમાં પોલીસની નિષ્ક્રીયતાથી રાત્રે ચોકી કરતા લોકો

ખેરાલુમાં પોલીસની નિષ્ક્રીયતાથી રાત્રે ચોકી કરતા લોકો

સોસાયટીઓને ચોરોથી સુરક્ષીત રાખવા માટે

ખેરાલુમાં પોલીસની નિષ્ક્રીયતાથી રાત્રે ચોકી કરતા લોકો

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં ગત શિયાળા દરમિયાન ખેરાલુ પુર્વ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ સથવારાના ઘરમાં ચોરી થઈ તે સમયે રાજુભાઈ સથવારા દ્વારા ગૃહમંત્રી સુધી રજુઆત કરી કોઈ પરિણામ મળ્યુ નહી. રાજુભાઈ સથવારાએ તેમના ઘરની સામે આવેલ શોપિંગના એક્ષિસબેંકના એ.ટી.એમ.ના સી.સી.ટીવી જોવા વારંવાર માંગણી કરી બે મહિના પછી પોલીસ સ્થળ ઉપર સી.સી.ટીવી લેવા પહોચી જેથી એક મહિનાનોજ ડેટા સ્ટોરેજ કેપેસીટી હોવાથી પોલીસને વિલા મોઢે પાછા ફરવુ પડયુ હતુ. આ બનાવ બાબતે પુર્વ શહેર ભાજપ પ્રમુખ જાહેરમાં બળાપો કાઢતા હતા. તાજેતરના શિયાળાની શરૂઆતમાં એક સાથે પાંચ સાત સોસાયટીઓના તાળા તુટયા લાખોની મત્તા ચોરાઈ પોલીસે તપાસ શરુ કરી પરંતુ ગત શિયાળાની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં નવી ચોરીઓનો ભેદ કયારે ઉકેલાશે તેતો રામ જાણે.
ખેરાલુ શહેરની દેવભુમિ સોસાયટી સહિત અનેક સોસાયટીમાં રહેતા લોકોએ વારા પ્રમાણે રાત્રી ચોકીઓ ગોઠવી છે. પોલીસે સોસાયટી દીઠ હોમગાર્ડ ગોઠવ્યા છે પરંતુ સોસાયટીમાં રહેતા લોકોને હોમગાર્ડ ઉપર ભરોસો ન હોવાથી જાતે રાત્રી ચોકીઓ કરે છે. ખેરાલુ શહેરના ઈતિહાસમાં કયારેય સોસાયટીઓવાળા ઓને ચોકીઓ કરવાના દીવસો આવ્યા નથી. એક તરફ જિલ્લામાં લુંટો થાય છે. તેમાં ખેરાલુના લોકોના નામો ખુલે છે. બીજી તરફ ખેરાલુ શહેરમાં ચોરોથી પોતાની જાન માલનું રક્ષણ કરવા લોકોને પોલીસ ઉપર ભરોસો ન હોવાથી જાતે રાત્રી ચોકીઓ કરે છે. ખરેખર ભાજપના રાજમાં ખેરાલુ શહેર માટે આટલા ખરાબ દિવસો કયારેય જોવા મળ્યા નથી. ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી આ બાબતે રાજ્ય સરકારમાં રજુઆત કરી પોલીસ ઉપર દબાણ ઉભુ કરી લોકોના જાન-માલની સુરક્ષા કરાવી શકશે ખરા ? તેતો સમય જ બતાવશે. આ વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાથી ખેડુતોએ પોતાની ખેત પેદાશો સુરક્ષીત કરી દીધી છે. સીમ વિસ્તારોમાં કોઈ મળે તેમ ન લાગતા ચોરોએ ખેરાલુ શહેરને ટારગેટ બનાવ્યુ હોય તેમ લાગે છે લોકો રાત્રી ચોકી પહેરો કરી પોતાની માલ મિલ્કતો સાચવે છે ત્યારે પ્રશ્નએ ઉપસ્થિત થાય છેકે ગત લોકસભાની ચુંટણીમાં અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મત રાત્રી ચોકીઓ કરવા આપ્યો હતો ? સરકારની જાન માલનું રક્ષણ કરવાની જવાબદારીમાંથી છટકી જશે તો આગામી લોકસભામાં ભાજપને વોટ કોણ આપશે ?

Leave a Reply

Top