You are here
Home > Prachar News > જિલ્લા મેજીસ્ટ્રેટ કે પોલીસની પરવાનગીમાંથી મુક્તિ

જિલ્લા મેજીસ્ટ્રેટ કે પોલીસની પરવાનગીમાંથી મુક્તિ

ગૃહ વિભાગના અભુતપુર્વ નિર્ણય-નાસ્તાગૃહો, લોજીંગ-બોડીંગ, રેસ્ટોરન્ટોને

જિલ્લા મેજીસ્ટ્રેટ કે પોલીસની પરવાનગીમાંથી મુક્તિ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાતની ભાજપ સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત રાજયમાં લોકો નાસ્તા હાઉસો, લોજીંગો-બોડીંગ, રેસ્ટોરન્ટો અને હોટલો ચલાવી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની તેમજ જેતે જિલ્લાના પોલીસવડાની પરવાનગી લેવી પડતી હતી. આ પરવાનગીઓ મળ્યા પછી નાસ્તાગૃહો, લોજીંગ-બોડીગ, રેસ્ટોરન્ટ અને હોટલોને પરવાનો મળતો હતો જેથી પરવાનગી વગર ધંધો કરતા ગરીબો તંત્રથી ખુબ જ પરેશાન હતા. ગુજરાત સરકારે તમામ ખાણી-પીણીના ધંધા ઉપરથી સરકારી પરવાના રદ કરવાનો હુકમ કરતા હવે રાજ્યમાં ગમે ત્યાં ગમે ત્યારે સરળતાથી લોકો ધંધો કરી શકશે.અને આ નિર્ણયથી લોકોને સરળતાથી રોજીરોટી મળશે.
તાજેતરમાં ૧૩-૧૧-ર૦૧૮ના રોજ ગાંધિનગર ગુહ વિભાગના પત્ર કઃ જમસ/૧૦ર૦૧પ/૬૦૬/મ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ તથા તમામ પોલિસ કમિશ્નરશ્રીઓને પરિપત્ર દ્વારા જાણ કરવામા આવી છે. આ પરિપત્રની વિગતો જોઈએ તે આહાર ગૃહો માટે નોંધણી પ્રમાણે પત્રો લેવામાં રીન્યુ કરવાની પ્રક્રિયા પોલીસ અભિપ્રાય સહિતની કામગીરી જટીલ અને વિલંબકારી બનતી હોવાથી આહારગૃહો નોંધણી પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ રદ કરવા સંદર્ભે અમદાવાદ હોટલ એશોશિએશન તથા હોટલ ફેડરેશન દ્વારા રજુઆતો કરવામા આવી હતી. આ રજુઆતોને અનુલક્ષી આહારગૃહોનો વ્યવસાય શરુ કરવો અને ચલાવવો વધુ સરળ બનાવવા પ્રમાણપત્રો મેળવવામાંથી મુક્તિ આપવા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ના સેક્શન ૩૩(૧) ના સંબધિત સબ સેકશનની જોગવાઈ રદ કરવાની બાબત સરકારે વિચારણાંમા લીધી હતી.
પુખ્ત વિચારણા પછી રાજ્ય સરકારે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧માં ગુજરાત પોલીસ (સુધારા) અધિનિયમ -ર૦૧૮ બહાર પાડેલ છે. જે અન્વયે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ના સેકશન નં-ર,૩૩ અને ૧૩૧-એ મંજુર રી સુધારા કરવામા આવેલ છે.ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ની કલમ ૩૧(૧) હેઠળ હવે જે આહાર ગૃહો દ્વારા ફક્ત ખાનપાન-નાસ્તો કે જમવાનું પુરુ પાડવામાં આવે છે. તેવા આહાર ગૃહોએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે પોલીસ કમિશ્નર શ્રી પાસેથી કોઈ નોંધણી પ્રમાણપત્ર મેળવવાનું કે રીન્યુ કરાવવાનું રહેશે નહી. જેમાં નીચે મુજબ નિયમો રહેશે. જયાં ફક્ત ખાન-પાન,નાસ્તો, જમવાનું હોય તેવા લોજીંગ બોડીંગ, રેસ્ટોરન્ટો અને નાસ્તા ગૃહોએ પરવાનો લેવાનો રહેશે નહી. જયાં શરબત, દારૂ, ઉતેજક પીણા, ઉતેજક દવા, બીયર, સ્પીરીટ,એરેક, ટાડી, ગાંજો, ભાંગ, અફીણ, પુરા પાડવામા આવે તેવા લોજીંગ-બોડીંગ હાઉસો, રેશીડેન્સીયલ હોટલો, રેસ્ટોરન્ટો અને નાસ્તા ગૃહોએ અધિનિયમ ૧૯પ૧ની કલમ-૩૩ (૧) (ડબલ્યુ) હેઠળ પરવાનો લેવાનો રહેશે. આમ આહાર ગૃહોની નોંધણી પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ રદ થયેલી છે.
ઉપરોક્ત પરિપત્રથી મફતનું ખાવા ટેવાયેલા કાયમી ગરીબો ઉપર રોફ જમાવી હપ્તા લેનારા પોલીસકર્મીઓને નુકશાન થશે. હવે હોટલોની ચકાસણીમા માત્ર સી.સી.ટીવી સિવાય કશુ જ ચેક કરવાના પોલીસનો અધિકાર રહેશે નહી.લોકો સરળતાથી નાસ્તા હાઉસો શરુ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અનેક કાયદાઓ રદ કર્યો હતા. અને હવે વડાપ્રધાન બની ગયા પછી સમગ્ર દેશમાંથી કામ વગરના કાયદાઓ દુર કરી લોકો સરળતાથી ધંધો કરી શકે તેવી વ્યવસ્થા કરતા ઈઝ.ઓફ ડુઈંગ બિઝનેશમાં સમગ્ર દુનિયામાં ભારત દેશનો ક્રમાંક ૨૦૧૪ માં ૧૪૨ મો હતો. જ્યારે આજે વિશ્વમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ ઈન્ડેક્ષમાં ૭૭માં ક્રમાંક આવી ગયા છીએ. વડાપ્રધાન નરેન્દ્રમોદીના પગલે આજે ગુજરાત ચાલે છે. જેના કારણે રેસ્ટોરન્ટો અને હોટલોને પરવાનામાંથી મુક્તિ મળી છે. જે ખરેખર ગુજરાત સરકારની સિધ્ધિ જ કહેવાશે.

Leave a Reply

Top