You are here
Home > News > ર્ડા.કેતનભાઈ જોષીએ ૯૬ ગ્લુકોમીટરનું વિતરણ કર્યુ

ર્ડા.કેતનભાઈ જોષીએ ૯૬ ગ્લુકોમીટરનું વિતરણ કર્યુ

વફાદાર કમ્પાઉન્ડરના દુઃખદ અવસાનની શ્રધ્ધાંજલિ આપવા

ર્ડા.કેતનભાઈ જોષીએ ૯૬ ગ્લુકોમીટરનું વિતરણ કર્યુ

ટાઈપ-૧ ડાયાબીટીસવાળા બાળકોને

રૂા.૨૨૦૦ ની કિંમતનું એક એવા ૯૬ ગ્લુકોમીટર અપાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ખાનગી નોકરીઓમાં કર્મચારીઓની કિંમત માલિકને હોતી નથી. કર્મચારી રહે કે જાય તેની માલિકને પડી હોતી નથી. પણ વિસનગરના એક જાણીતા ર્ડાક્ટરે વફાદાર કર્મચારીની કિંમત કેટલી છે તેનો બીજા લોકો માટે દાખલો બેસાડ્યો છે. જાણીતા ર્ડાક્ટર કેતનભાઈ જોષીએ તેમના કમ્પાઉન્ડર પાછળ ૯૯ જેટલા કિંમતી મીટર વહેંચી સરાહનીય કાર્ય સાથે સાચી શ્રધ્ધાંજલી અર્પી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરના જાણીતા ફીઝીશીયન, હાર્ટ સર્જન ર્ડાક્ટર કેતનભાઈ જોષીએ તેમને ત્યાં તેમની હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી કમ્પાઉન્ડર તરીકે સેવા આપતા રઘુભાઈ નટવરલાલ વૈદનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં તેમના વફાદાર કમ્પાઉન્ડર / અડધા ર્ડાક્ટર, ર્ડાક્ટરની ગેરહાજરીમાં હાર્ટએટેકનું પેશન્ટ આવે તો ર્ડાક્ટર આવે તે પહેલાં પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપી શકતા હતા તેવા રઘુભાઈનું અવસાન થતાં ર્ડાક્ટર કેતનભાઈ જોષી, તેમના પત્નિ ર્ડા.સ્મીતાબેન જોષી અને સાળી ર્ડા.શુકલાબેન રાવલ-ઉંઝા વિસનગર હેલ્થ ઓફીસરે વિચાર્યુ કે રઘુભાઈની શ્રધ્ધાંજલિમાં એવું કરીએ કે આજદિન સુધી ન થયું હોય. તેમણે જીલ્લા આરોગ્ય ખાતા પાસેથી ટાઈપ-૧ ડાયાબીટીસવાળા બાળકોની માહિતી મેળવી જીલ્લામાં નોંધાયેલ ગરીબ ૯૬ બાળકોને રૂપિયા બે હજાર જેટલી કિંમતના ગ્લુકો મીટર સ્વર્ગસ્થ રઘુભાઈના ધર્મપત્નિના હાથે એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ હાજરી આપી હતી. મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ અતિથિ વિશેષ પદે વિસનગર આઈ.એમ.ઈ.ના પ્રેસીડન્ટ ર્ડા.વિષ્ણુભાઈ પટેલ, અને મહેસાણા સીવીલ સર્જન ર્ડા.હર્ષદભાઈ પરમાર હતા. દીપ પ્રાગટ્ય સ્ટર્લીન હોસ્પિટલવાળા ર્ડા.નવનીતભાઈ શાહ, જી.સી.એ.એસ. મેડીકલ કોલેજવાળા ર્ડા.આશાબેન શાહ, સંજીવની હોસ્પિટવાળા ર્ડા.અરૂણભાઈ રાજપૂતે કર્યુ હતુ. પ્રસંગો ઉચીત ડાયાબીટીસ રોગ ઉપર પ્રવચન ઈ.એમ.ઓ. શ્રી મહેસાણા ર્ડા.વિનોદભાઈ પટેલ, એન.સી.ડી.એલ. નડીયાદવાળા ર્ડા.હાર્દિકભાઈ નકશીવાળા બન્ને વક્તાના પ્રવચનોથી હાજર શ્રોતાઓએ ભારે રસ દાખવ્યો હતો. તેમણે સમજ આપી હતી કે ડાયાબીટીસ કઈ જાતની જીવનશૈલીથી થાય છે તેની સામે કઈ રીતે બચાવ કરી શકાય? ર્ડા.કેતનભાઈ જોષીએ તેમના વફાદાર કમ્પાઉન્ડર માટે દાખવેલી લાગણી ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. ર્ડા.કેતનભાઈનું આવુ સરાહનીય કાર્ય કરવા પાછળ તેમની ધર્મપત્નિ ર્ડા.સ્મીતાબેન અને તેમના સાળી ર્ડા.શુકલાબેનનો સહકાર હતો.

Leave a Reply

Top