You are here
Home > News > ગુજરાત સરકાર સાથે મેડિકલ કોલેજ માટે MOU કરાયુ

ગુજરાત સરકાર સાથે મેડિકલ કોલેજ માટે MOU કરાયુ

વાઇબ્રન્ટ ગુજરાતમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા

ગુજરાત સરકાર સાથે મેડિકલ કોલેજ માટે MOU કરાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માં દેશ અને દુનિયાના ખ્યાતનામ ઉદ્યોગ સાહસિકો તથા નામાંકીત સંસ્થાઓ ભાગ લઈ ગુજરાત ના વિકાસ મોડેલ ને વધુ આગળ વધારવા સહભાગી થઈ રહ્યા છે. આ સમિટ માં શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રમાં નામાંકીત સંસ્થાઓ દ્વારા સરકાર સાથે નવીન સાહસ માટેના MOUકરવામાં આવે છે. આ અનુસંધાન માં તા. ૧૯/૧/૨૦૧૯ ના રોજ ગુજરાતની પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર સાથે ૨૦૭.૫૮ કરોડના MOU કરવામાં આવ્યુ.
આ MOU નો એગ્રિમેન્ટ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભારત સરકારના આરોગ્ય વિભાગના રાજયમંત્રી અશ્વિની કુમાર ચોબે, ગુજરાત સરકારના આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કુમાર કાનાણી, ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન. સિંઘ, ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય સચિવશ્રીઓ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.
આ MOU અંતર્ગત આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ને ઘરઆંગણે મેડિકલ ક્ષેત્રના શ્રેષ્ઠ અભ્યાસની સુવર્ણ તક ઉપલબ્ધ થશે. તથા કેમ્પસ ખાતે કાર્યરત અત્યાધુનિક મેડિકલ હોસ્પિટલ ને પણ વધુ વેગ મળશે. વર્તમાન માં આ હોસ્પીટલ ખાતે ઉત્તર ગુજરાતના લોકોને રાહત દરે ઉત્તમ સારવાર ઉપલબ્ધ થઈ રહી છે.
વિશેષમાં આ સંસ્થાને ગુજરાત સરકારની નવીન હેલ્થ પોલિસી હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજની મંજૂરી મળેલ છે. જેથી ટુંક સમયમાં કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં મેડિકલ કોલેજ શરૂ થઈ શકશે. વર્તમાનમાં યુનિવર્સિટી ખાતે ડેન્ટલ, ફિજીયોથેરાપી, નર્સિંગ ક્ષેત્રના પેરામેડિકલ અભ્યાસક્રમો કાર્યરત છે.

Leave a Reply

Top