You are here
Home > News > ખેરાલુમાં TV ડીબેટમાં કોંગ્રેસના આક્ષેપો ભાજપના જવાબો

ખેરાલુમાં TV ડીબેટમાં કોંગ્રેસના આક્ષેપો ભાજપના જવાબો

ખેરાલુમાં TV ડીબેટમાં કોંગ્રેસના આક્ષેપો ભાજપના જવાબો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુમા સર્કિટ હાઉસ ખાતે ટીવી ડીબેટ ગોઠવતા ર૩-૧-ર૦૧૯ના રોજ મોટી સંખ્યામા ભાજપ-કોંગ્રેસના આગેવાનો સાથે કોંગ્રેસ સમર્થક ખેડુતો હાજર રહ્યા હતા. જેમા ભારે હોહા વચ્ચે એક વાત વિચાર માંગી લે તેવી હતી ભાજપના કાર્યકરો ભારત માતા કી જય વંદે માતરમ્‌ ના નારા લગાવતા હતા જયારે કોંગ્રેસના આગેવાનો ચુપ હતા ત્યારે પ્રશ્નએ ઉપસ્થિત થતો હતો કે ભારત માતા કી જય કહેવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે ? ભારત માતાકી જય સામે રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા કોંગ્રેસ દ્વારા પાછળથી સંભળાયા હતા.
ખેરાલુ વિધાનસભાના ઉમેદવાર મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે અછતના નાણા અપાતા નથી તેની સામે ભગુભાઈ ચૌધરી (વઘવાડી)એ જણાવ્યુ હતુ કે સમય મર્યાદા ખેડુતો માટે વધારાઈ છે જેથી ૩૧-૧-૧૯ પછી પાક નિષ્ફળના નાણા ચુકવાશે. બે રૂપિયે કિલો સારી ક્વોલીટીનું ઘાસ અપાતુ નથી તેની સામે ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે લોકો ઘાસ લેવા પડાપડી કરી છે. કોંગ્રેસ ખોટુ બોલે છે. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીનુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ચુંટણી ટાણે પાણી પાણીની વાતો થાય છે. હાલ ચિમનાબાઈ સરોવર ખાલી ખમ છે. તેની સામે ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે કુદરત રૂઠી છે સરકાર રૂઠી નથી. વરસાદ ન પડતા ધરોઈ ડેમ અને નર્મદા ડેમમાં પાણી ઓછુ આવતા સરોવર ભરાયુ નથી. ગત વર્ષે સારા વરસાદમાં ચિમનાબાઈની કેનાલો મારફત સિંચાઈ થતી હતી. પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ૧૯૮૯માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે હાલના ધરોઈના લેવલ કરતા પણ એક ફુટ પાણી ઓછુ હતુ છતા તળાવો ભરવા પાણી છોડાયુ હતુ. ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે પહેલા ટેન્કરોથી પાણી સપ્લાય થતુ હતુ પીવાના પાણીનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ કેશુભાઈની સરકારે બનાવ્યો. જેથી પીવાના પાણી માટે તળાવો ઓછા વરસાદમાં ભરાતા નથી. શહેર ભાજપ મહામંત્રી ચેતનજી ચૌહાણે જણાવ્યુ હતુ કે ૬૦ કરોડના ખર્ચે વરસંગ તળાવ ભરવા પાઈપ લાઈન નંખાઈ રહી છે. દોઢ મહીના પછી મુખ્યમંત્રી પાઈપ લાઈનનું લોકાર્પણ કરવા આવવાના છે. કોંગ્રેસ ખોટી બુમરાડો પાડે છે. મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે નર્મદા ડેમમાં ૭૦% પાણી છે. છતા નર્મદાનું પાણી ખેડુતોને આપવામા આવતુ નથી. સરકારી તાયફા માટે રીવરફન્ટમાં પાણી ભરવામા આવે છે પરંતુ ખેડુતો માટે પાણી નથી. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વિજ કનેકશનો મળતા નથી લોકોએ દોઢ વર્ષથી એસ્ટીમેટો ભર્યા છે નવા બોર ફેઈલ થઈ ગયા છે. ભગુભાઈ ચૌધરી વઘવાડીએ જણાવ્યુ કે ડાર્કઝોન ભાજપે ઉઠાવ્યો છે ઘેર ઘેર વીજળી પહોચતી કરી છે. છેલ્લા બે વર્ષમાં વધુમાં વધુ વિજકનેકશનો આપ્યા છે. જો આ વાત ખોટી સાબિત કરો તો રાજકારણ છોડી દઈશ. મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ કે વિજકચેરી પાસે કનેકશનો આપવાના થાંભલા, ટ્રાન્સફર્મર, વાયરો, મીટરો, લંગરીયા, કેબલ જ નથી તો કનેકશનો કયાંથી આપ્યા છે. આ ડીબેટ પછી વિજકચેરી એ તપાસ કરતા વિજ કનેકશનો આપવા સાધનો નથી તેવુ વિજ કચેરીના ઈજનેરોએ સ્વીકાર્યુ હતુ. કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં બીજા રાજ્યોની જેમ દુધમાં સબસીડી મળતી નથી. તે બાબતે ભગુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ખેરાલુ વિધાનસભા ક્ષેત્ર સમગ્ર મહેસાણા જિલ્લામાં સૌથી વધુ દુધ ઉત્પાદન કરતો પ્રદેશ છે. ખેડુતોને દુધ સાગર ડેરી તરફથી જેટલી સગવડો મળે છે. તેટલી સગવડો બીજા રાજ્યોમાં અપાતા નથી.
પહાડજી રાણાએ જણાવ્યુ હતુ કે શુન્ય ટકા વ્યાજે ધિરાણ મળે છે તેવા સરકારી ફતવામાં માત્ર દેના ગ્રામિણ બેંકમાં જ અસર થઈ છે. ચાર ટકા કેન્દ્ર સરકાર અને ત્રણ ટકા ગુજરાત સરકાર ચુકવે છે. બીજી શિડયુલ બેંકો ત્રણ ટકા વ્યાજ ખેડુત પાસેથી વસુલ કરે છે. મોટાભાગની બેંકોમાં ખેડુત ધિરાણ મેનેજરો અને એજન્ટોની સાંઠગાંઠથી ભરપાઈ થાય છે. ખેડુતોને પાકવીમો મળતો નથી. બેંકો ખોટા પ્રિમિયમ મફતમાં લઈ જાય છે. અભેરાજભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ભાઈઓના ભાગે મિલ્કત આવે તેની વહેંચણી કરવામાં સ્ટેમ્પો સામ સામે કરવા પડે છે. રીસર્વેમાં અસંખ્ય ખેડુતો પરેશાન છે. લોકોના ૭-૧ર ના ઉતારામાં માપો અને નામો બદલાઈ ગયા છે. ખેડુતો ડી.એલ.આર.કચેરીમાં ધક્કા ખાય છે. અગ્રણી એડવોકેટ અરવિંદભાઈએ જણાવ્યુ હતુ કે વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન છે. આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાતા નથી. છેલ્લા રપ દિવસથી કોર્ટનુ સ્થળ બદલવા હડતાલ ચાલે છે. પણ સરકાર સાંભળતી નથી. જી.એસ.ટી. અને નોટબંધીને કારણે ધંધા રોજગાર છીનવાયા છે. જશુભાઈ બારોટે જણાવ્યુ હતુ કે બહારગામથી બસમાં ખેરાલુ આવો ત્યારે ખેરાલુના ખરાબ રસ્તા ઉંઘતા માણસને જગાડી દે છે. આ બાબતે ભાજપી આગેવાન વી.ડી. દેસાઈએ ટી.વી.ડીબેટમાં ભાજપને બોલવાની તક ન આપવાનો આક્ષેપ કર્યો હતો. જેનુ સમર્થન જવાનજી ઠાકોર કોન્ટ્રાક્ટર અજમલજી ઠાકોર (મહામંત્રી) પણ કરતા હતા. કોંગ્રેસના રીન્કુબેન કડીયાએ મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે. ખેડુતો આત્મહત્યાઓ કરે છે તેવો આક્ષેપ કરતા રેખાબેન દવેએ જણાવ્યુ હતુ કે પોલીસકેસ થયા હોય તો તેની સાબિતી લાવો ખોટા આક્ષેપો કરી ભાજપને બદનામ કરશો નહી.

Leave a Reply

Top