You are here
Home > News > દેશના પ્રાદેશિક પક્ષો નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર પ્રચારકો

દેશના પ્રાદેશિક પક્ષો નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર પ્રચારકો

દેશના પ્રાદેશિક પક્ષો નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર પ્રચારકો
ઈતિહાસ કહી જાય છેકે વીર પુરુષોને ઈતિહાસના પાને સ્થાન મળે છે. વીર પુરુષોના પાળીયા જોવા મળે છે. આદર્શ વ્યક્તિઓના બાવલા ઠેરઠેર મુકાય છે. કાયરોને ઈતિહાસના પાને સ્થાન નથી કે તેમના પાળીયા કે બાવલા મૂકાતા નથી. વીર પુરુષોનો વિરોધ સમગ્ર સમાજના ખોટા લોકો કરે છે. છતાં લોકો વીરપુરુષોના ઈતિહાસ વાંચી તેમને યાદ કરી તેમના પગલે ચાલે છે. વીર પુરુષોનો ચાહક વર્ગ હોય છે. આવું કંઈક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે છે. એક જ વીર પુરુષને આગળ વધતો અટકાવવા માટે દેશના તમામ પ્રાદેશિક પક્ષો આંતરિક વિખવાદો ભૂલી એકત્રિત થયા છે. મનથી અને વિચારધારાથી બધા પ્રાદેશિક પક્ષો એક નથી. તેમના સિદ્ધાંતો જુદા જુદા છે. તમામને પોતાના અસ્તિત્વનું જોખમ દેખાયું છે તેથી તે એકમત થયા છે. પહેલા નરેન્દ્રભાઈ મોદીને આગળ વધતા અટકાવો પછી આપણે જેવા હતા તેવા જ છીએ વડાપ્રધાનના પદ માટે લડીને જુદા થઈ જઈશુ. આ જુદા થવાના છે તે દેશની પ્રજા સમજે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રસરેલ ભાજપ પક્ષમાં વડાપ્રધાનમાં એકજ નામ છે. જ્યારે ભાજપ સામે એકત્રિત થયેલા પ્રાદેશિક પક્ષોના ગઠબંધનમાં નીતિશકુમાર, રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, ચંદ્ર શંકર રાવના નામો ચર્ચાય છે. અને વધારાનું એક નામ તાજેતરમાંજ ઉમેરાયુ છે તે છે પ્રિયંકા ગાંધી. કોણ પી.એમ. તે અત્યારે નક્કિ નથી તેથી ચુંટણી પછી તેમની બહુમતિ કોઈપણ સંજોગોમાં આવવાની નથી. આવા અનિશ્ચિત ગઠબંધનને પ્રજા જાણી ગઈ છે. તેને સ્વીકારવાની નથી. છતાં માનો કે બહુમતિ આવી તો તેમનુ ગઠબંધન અગાઉના ગઠબંધનોની સરકારોનો ઈતિહાસ કહે છેકે તે લાંબુ ચાલવાનું નથી. જે ગઠબંધન લાંબુ ચાલવાનું જ નથી તેને પ્રજા શા માટે સ્વીકારે? ગઠબંધનમાં એકત્રિત થયેલા પ્રાદેશિક પક્ષોમાંથી કેટલાક સુપ્રીમો તો ગુનેગારીમાં સંડોવાયાની ચર્ચાઓ છે. આવા ગુનાહિત માનસવાળા એકત્રિત થયા છે. ફક્ત દેશના વીર પુરુષને આગળ વધતો અટકાવવા માટે નરેન્દ્ર મોદી જેવા વીર પુરુષો દરેક યુગમાં એકજ પાકે છે. આવા વીર પુરુષને વિરોધીઓ કેમ અટકાવવા માંગે છે? પુર આવે ત્યારે જીવ બચાવવા સાપ, નોળીયો, બિલાડી, દીપડો, શિકારી પક્ષીઓ ઝાડ ઉપર ચડી જાય છે. તમામ પ્રાણીઓ પક્ષીઓને આવેલા પુરનો તણાઈ જવાનો ભય હોય ત્યાં સુધી કોઈ પ્રાણી પક્ષીઓ જાતિ દુશ્મની હોવા છતાં કોઈને નુકશાન કરતા નથી તેવી રીતે પોતાના અસ્તિત્વ ટકાવવાની લડાઈમાં ભેગા થયેલા રાજકીય આગેવાનો જુદા જુદા પ્રદેશોમાં સામસામે છે છતાં પ્રજાને બતાવવા માટે હાથમાં હાથ મીલાવી એક મંચ ઉપર બેઠા છે. તે કદી એક થઈ શકવાના નથી. પ્રાદેશિક પક્ષો એવું સમજે છેકે તેમના પ્રદેશની પ્રજા તેમના હાથમાં છે તે કહેશે તે પ્રમાણે કરશે. એટલે નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરીથી વડાપ્રધાન થતા રોકીશું અને આપણે જોઈએ છે તેવો વડાપ્રધાન બેસાડીશું. આ પ્રાદેશિક પક્ષોની મોટી ભુલ છે. સમગ્ર ભારતની પ્રજા ભલે તેમના પ્રદેશમાં ગમે તે પક્ષને મત આપે પણ દિલ્હીની ગાદી માટે તો દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદીનેજ ઈચ્છે છે. લોકો સમજી ગયા છેકે જે લોકો નરેન્દ્રભાઈને પહોચી શકતા નથી. તેવા લોકોના ટોળાને મદદ કરવી એના કરતા એકલા સિંહને શા માટે મદદ ન કરવી? આ સિંહ એવો છેકે જેના માથે કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી. કોઈ કૌભાંડમાં સંડોવાયેલો નથી. તેના પાછળ નથી કોઈ કુટુંબ, સમગ્ર દેશની પ્રજા જ જેનું કુટુંબ છે તેને શા માટે પ્રજા મદદ નહિ કરે? પ્રજા શા માટે વીરપુરુષને છોડી ઘેટાના ટોળાને સહકાર આપશે? અગાઉ કહ્યુ તેમ વીરપુરુષોના જ ઈતિહાસો લખાયા છે આવા વીરપુરુષને સહકાર આપીશું તો ચોક્કસ દેશનો ઉદ્ધાર થવાનોજ છે. અચ્છે દિનની આવ્યા નથી તેવી વાતો કરતાં લોકો ખેતીના બિનઅનુભવી જેવા છે. ખેડૂત જ્યારે ખેતર ખેડે ત્યારે બિન-અનુભવી લોકોને જમીનમાં ખાડા પડી રહ્યા છે તેવુ દેખાય. બિયારણ જ્યારે જમીનમાં નંખાય ત્યારે ખેતીના બિન અનુભવી લોકોને લાગે કે મોંઘા ભાવનું બિયારણ જમીનમાં દાટી દીધુ કાલે તે ઉગી એકમાંથી અનેક થશે તે વાત ખેતીના બિન-અનુભવી લોકોને સમજાય નહિ. નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ પાંચ વર્ષમાં ખેતર ખેડવાનુ અને બિયારણ વાવવાનું કામ કર્યુ છે. તેમનું વાવેલું બિયારણ જ્યારે ઊગશે ત્યારે અચ્છે દિન આવશે તે ચોક્કસ વાત છે. નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કરતા પ્રાદેશિક પક્ષો ૨૦૧૯ ની ચુંટણીના ભાજપના સ્ટાર પ્રચારકો છે તેવું કહી શકાય.

Leave a Reply

Top