You are here
Home > News > પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ખેરાલુ પાલિકાએ લાભાર્થીઓ પાસેથી નાણા પડાવવાનો આક્ષેપ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ખેરાલુ પાલિકાએ લાભાર્થીઓ પાસેથી નાણા પડાવવાનો આક્ષેપ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે
ખેરાલુ પાલિકાએ લાભાર્થીઓ પાસેથી નાણા પડાવવાનો આક્ષેપ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં ભાજપના સભ્યો દ્વારા ચિફ ઓફીસર અને પાલિકા પ્રમુખ સમક્ષ રજુઆત કરી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી અગાઉ ૩પ૦૦/-રૂપિયા લીધા છે. હવે નકશા ચકાસણીના નામે બીજા ૧પ૦૦/-રૂપિયા લઈ પાવતી આપવામા આવે છે. સરકારી લાભાર્થી ન હોય તેની નકશા ચકાસણીના ૮૦૦/- રૂા. થી ૧૦૦૦/- રૂા. લેવામાં આવે છે. જયારે ગરીબ લાભાર્થી પાસેથી ૧પ૦૦/- રૂપિયા લઈને પાલિકા ગરીબોનું શોષણ કરે છે.
આ બાબતે પાલિકા સભ્ય સુનિલ બારોટે જણાવ્યુ હતુ કે પાલિકા પ્રમુખ સમક્ષ અગાઉ જનરલ મિટીંગ પહેલા ચિફ ઓફિસરે સુચના આપી હતી કે ૧પ૦૦/-રૂપિયા લાભાર્થી પાસેથી ફી વસુલવા જનરલમાં ઠરાવ કરો તે સમયે ભાજપના સભ્યોનો વહીવટ કરતા બે ચાર આગેવાન સભ્યોએ જનરલમાં ઠરાવ કરવો નથી નાણા લેવાનું ચાલુ કરો તેવી સુચના આપતા ર૦થી રપ લાભાર્થીના ૧પ૦૦/- રૂપિયા લઈ પાલિકાએ પાવતીઓ આપી છે. હવે ઠરાવ ન કરતા પાલિકા સભ્યો વિરોધ કરે છે કે જનરલમાં ઠરાવ કર્યા વગર ગરીબોને પાલિકા કેમ લુંટે છે. જનરલ મિટીંગમાં ઠરાવ કરાયો નથી તેનુ કારણ એ કહેવાય કે પાલિકા પ્રમુખ અને વહીવટદાર સભ્યોમાં કાંઈક ખોટુ રંધાયુ છે. ગરીબોના લાભાર્થે સરકાર નાણાં આપે અને નકશા ચકાસણીના બહાને ૧પ૦૦/- રૂપિયા લેવાય તે વ્યાજબી નથી. ૧પ૦૦/-રૂપિયા લેવાનું અને પાવતી આપવાનું બંધ કરાતા અરજી કરનારા લાભાર્થીઓની ફાઈલોના ઢગલા થઈ ગયા છે. જયાં સુધી પાલિકામાં પાવતી ન ફાટે ત્યાં સુધી ફાઈલ આગળ જાય નહી.
ચિફ ઓફીસર અગ્રવાલ દ્વારા બીજી પાલિકાઓમાં તપાસ કરી ૧પ૦૦/- રૂપિયા વધારાના લેવાની સુચના આપી હતી. પરંતુ જનરલમાં ઠરાવ ન કરાતા પાલિકા સભ્યો વિરોધ કરી રહ્યા છે. પાલિકા પ્રમુખ કેમ સરક્યુલેટીંગ ઠરાવ કરતા નથી તે પણ એક પ્રશ્ન છે જોઈએ હવે શુ થાય છે.

Leave a Reply

Top