You are here
Home > News > ર૦પ૩ શૌચાલયના ર.૪૬ કરોડના ચુકવણાની ખેરાલુમાં ACB ની તપાસ શરુ થતા પાલિકામાં ધમપછાડા શરુ

ર૦પ૩ શૌચાલયના ર.૪૬ કરોડના ચુકવણાની ખેરાલુમાં ACB ની તપાસ શરુ થતા પાલિકામાં ધમપછાડા શરુ

ર૦પ૩ શૌચાલયના ર.૪૬ કરોડના ચુકવણાની
ખેરાલુમાં ACB ની તપાસ શરુ થતા પાલિકામાં ધમપછાડા શરુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન કુલ ર૦પ૩ શૌચાલય જુદી જદી છ એન.જી.ઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.જેમા ચિફ ઓફીસર એન્જીનીયર અને કન્સલ્ટન્ટના મેળા પિપણાંમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે બાબતની ખેરાલુના એક જાગ્રૃત નાગરિકે અરજી કરી હતી. ત્યારે કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે આશ્વર્ય ફેલાયુ હતુ. લોકસભાની ચુંટણી પહેલા એન્ટીકરપ્શન બ્યુરોના પી.આઈ.બી.કે.ચૌધરીએ ખેરાલુ નગર પાલિકાના ચિફ ઓફીસરને લેખીતમાં તપાસ માટે પુર્તતા કરવા નોટીસ આપતા ખેરાલુ પાલિકાના તમામ ટેબલોના કર્મચારીઓ શૌચાલયની ફાઈલો લઈ ક્રમવાર ચકાસણી કરતા જોવા મળ્યા હતા.
મહેસાણા એ.સી.બી. પી.આઈ.ની નોટીસના મુદ્દા જોઈએ તો ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન કેટલા શૌચાલય બનાવ્યા જેના લાભાર્થીઓની વર્ષ પ્રમાણેની યાદી, લાભાર્થીઓને ચુકવેલ સહાયની માહિતી, શૌચાલય બનાવવાની કાર્ય પ્રધ્ધતિ. ખેરાલુને શૌચાલયની કેટલી ગ્રાન્ટ ફાળવી તેની માહિતી. આ કિસ્સામાં હોદાની રૂએ જવાબદાર અધિકારી, કર્મચારી, તથા કોન્ટ્રાકટરની વિગત, શૌચાલય બનાવવાની કામગીરી પુર્ણ થયા બાદ સ્થળ વિઝીટ કરવાની જવાબદારી કોની હતી ? પુર્ણ કામના ફોટોગ્રાફ તથા અન્ય માહિતી દિન-૩માં મોકલી આપવા જણાવ્યુ છે. આ અરજીના ૧પ દિવસ થયા છતા માહિતી મોકલી હોય તેવુ લાગતુ નથી.
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે ર૦૧૩થી ર૦૧૭ના વર્ષ દરમિયાન કુલ ર૦પ૩ શૌચાલય બનાવવામાં આવ્યા. એક શૌચાલયના ૧ર૦૦૦/- રૂપિયા સહાય ગણીએ તો ર કરોડ ૪૬ લાખ ૩૬ હજાર લાભાર્થીઓને ચુકવાયા હતા. એક લાભાર્થીને બે વખત નાણા ચુકવાયા હોય તેવા અસંખ્ય બનાવો તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ છે. ખેરાલુ પાલિકાએ શૌચાલયના લાભાર્થીઓના નામ, મોબાઈલ નંબર, આધારકાર્ડ, અને શૌચાલયનો ફોટો, ઓનલાઈન ડેટા અપલોડ કર્યો હોવાનું જાણવા મળે છે. આ શૌચાલયમાં છ એન.જી.ઓ દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ એન.જી.ઓ.એ ભ્રષ્ટાચાર કર્યો હશે તો તપાસમાં કૌભાંડ બહાર આવશે જોઈએ હવે કૌભાંડ બહાર આવે છે કે પછી ભ્રષ્ટાચાર થયો જ નથી અને રાજકીય રીતે ખોટા આક્ષેપો હતા તે સાચી તપાસમાં લોકો સમક્ષ આવશે તે નક્કી જ છે.

Leave a Reply

Top