You are here
Home > News > વડનગર પાલિકાએ શહેરના બિનઅધિકૃત દબાણો દુર કર્યા

વડનગર પાલિકાએ શહેરના બિનઅધિકૃત દબાણો દુર કર્યા

વડનગર પાલિકાએ શહેરના બિનઅધિકૃત દબાણો દુર કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર નગરપાલિકાએ ગત મંગળવારે જેસીબીથી કોલેજ ત્રણ રસ્તા પાસે ટ્રાફીકને નડતરરૂપ લારી-ગલ્લાઓ અને કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની દબાણ હટાવોની કામગીરીથી શહેરના દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જ્યારે બીજી બાજુ શહેરીજનો પાલિકાની કામગીરીની સરાહના કરી હતી.
વડનગર શહેરમાં ઠેર-ઠેર દબાણો થવાના કારણે ટ્રાફીક સમસ્યા વિકટ બની હતી. દબાણના લીધે રોડ ઉપર પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો હતો. કેટલીક વાર શહેરમાં ટ્રાફીક જામ થવાના દૃશ્યો જોવા મળતા હતા. ત્યારે પાલિકા ચીફ ઓફીસર ચંદ્રકાન્તભાઈ દેસાઈના આદેશથી પાલિકાની દબાણ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કોલેજ ત્રણ રસ્તા નજીક દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે રેલ્વે ફાટક નજીક સનફ્લાવર કોમ્પલેક્ષ અને એલઆઈસી ઓફીસની નીચે આવેલ દુકાનોમાં બનાવેલ બિનઅધિકૃત પતરાના શેડ હટાવવાની કામગીરી હાથ ધરાશે. પાલિકાની દબાણ હટાવોની કામગીરી શહેરના અન્ય દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Top