You are here
Home > News > કોંગ્રેસની કેન્દ્ર સરકારે ર૦૧૧માં મંજુર કરી હતી તે મહેસાણા-તારંગા બ્રોડગ્રેજમાં વડાપ્રધાનને ખોટો જશ અપાય છે

કોંગ્રેસની કેન્દ્ર સરકારે ર૦૧૧માં મંજુર કરી હતી તે મહેસાણા-તારંગા બ્રોડગ્રેજમાં વડાપ્રધાનને ખોટો જશ અપાય છે

કોંગ્રેસની કેન્દ્ર સરકારે ર૦૧૧માં મંજુર કરી હતી તે
મહેસાણા-તારંગા બ્રોડગ્રેજમાં વડાપ્રધાનને ખોટો જશ અપાય છે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી આવતા તારંગા રેલ્વે આવી તે બાબતે ખેરાલુના મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે આ રેલ્વે આવી તેમા નરેન્દ્રભાઈ મોદીનું કોઈ યોગદાન નથી. આ રેલ્વે યુ.પી.એ. સરકાર વખતે ભારત સરકારના રેલ્વે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી તથા પાટણના સાંસદ જગદીશ ઠાકોરના પ્રયત્નોના કારણે મંજુર થઈ હતી. વર્ષ ર૦૧૧માં ફેબ્રુઆરી મહિનામાં રેલ્વે બજેટ સમયે જાહેરાત કરવામા આવી હતી. મહેસાણા -તારંગા ગેજ કર્ન્વઝેશન તેમજ તારંગા અંબાજી આબુરોડ સર્વેની બજેટમાં મંજુરી અપાઈ હતી. તારંગાથી અંબાજી આબુરોડના સર્વે માટે પાંચ કરોડ મંજુર કરવામા આવ્યા હતા. જેથી સર્વેમાં વરેઠા, સુદાસણા, મોટાસડાથી ગબ્બર પાસે અંબાજીનું સુચિત રેલ્વે સ્ટેશન નક્કી કરવામા આવ્યુ અને તે પછી આબુ રોડ સુધીનું સર્વે કરવામા આવ્યુ. રેલ્વે માટે સાચા યશના ભાગીદાર હોય તો તે જગદીશ ઠાકોર છે. કારણ કે તે વખતે હું (મુકેશભાઈ દેસાઈ) ખેરાલુ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો. તાલુકા પંચાયત ખેરાલુમાં પ્રમુખ હતો. ખેરાલુ વહેપારી મહામંડળનો પ્રમુખ હતો જેથી સતત સાંસદ જગદીશ ઠાકોર સાથે રજુઆત કરતો ત્યારે જગદીશ ઠાકોર જણાવતા કે રેલ્વેને પેસેન્જરમાં રસ નથી રેલ્વેને ગુડઝ(માલ વહન) માં રસ છે. કારણ કે રેલ્વેને પેસેન્જરમાં નુકશાન થાય છે અને માલ સામાનની હેરાફેરીમાં નફો થાય છે. જેથી રેલ્વે બાબતે બે રીતે રજુઆત કરી કે શક્તિપિઠ અંબાજી છે જેેથી પેસેન્જર વધુ મળશે અને અંબાજી-આબુરોડથી માર્બલ સમગ્ર દેશમાં પહોચતો થશે. અને રેલ્વેને ફાયદો થશે. જેથી રેલ્વેએ વાત સ્વીકારી અને કેન્દ્રના રેલ્વે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા રેલ બજેટમાં જાહેરાત કરવામાં આવી. આ વાત ખોટી હોય તો ભાજપવાળા આર.ટી.આઈ કરે અને ખોટી ઠરે તો જાહેર જીવન છોડી દઉ.
ર૦૧૧ પહેલા પણ ખેરાલુ રેલ્વે રોડ પેસેન્જર એસોશિએશન હતુ જેના પ્રમુખ જશુભાઈ બારોટ અને તેમની ટીમ દ્વારા સતત રજુઆતો કરવામા આવતી રેલ્વે મંત્રી મંજુરી આપે તે પછી ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈ થયા અને યોજનાનુ કામ પુરુ થાય ર૦૧૪ પછી એન.ડી.એ.ની સરકારમાં આપણા વિસ્તાર પાટણના સાંસદ જાગૃત રહ્યા નહી જેના કારણે તારંગા-મહેસાણા રેલ્વેની ગ્રાન્ટ ભીલડી લાઈનમાં જતી રહી અને આપણું કામ લેટ થયુ. ૧૯૯૧માં નરસિંહરાવની સરકાર વખતે પણ સાંસદ મહેશ કનોડીયા હતા તેમણે ગાયનો ગાવામાં પોતાનો સમય વેફડ્યો, તેમણે મહેસાણા ડાયમંડ ક્રોસિંગની ચિંતા ન કરી. અમદાવાદ- મહેસાણા મીટરગેજ લાઈન ચાલતી હતી. ત્યારે અમદાવાદ દિલ્હી બ્રોડગેજ લાઈન નવી બની જેના કારણે બ્રોડગેજનુ ડાયમંડ ક્રોસિંગ બન્યુ નહી. જેથી જુની મીટરગેજ લાઈન બંધ થઈ ડેમુ ટ્રેનના ત્રણ ડબ્બા ચાલુ થયા તે પણ જગદીશભાઈ ઠાકોરે ચાલુ કરાવ્યા હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપવાળા ખોટો જશ લઈ રહ્યા છે તેવુ મુકેશભાઈ દેસાઈ જણાવે છે.

Leave a Reply

Top