You are here
Home > News > ગુજરાતમાં ૭૦ વર્ષ જૂનો ગુમાસ્તાધારો નાબૂદ થશે રાજ્યમાં કલાક ૨૪x ૭ દિવસ બજારો ખુલ્લા રાખી શકાશે

ગુજરાતમાં ૭૦ વર્ષ જૂનો ગુમાસ્તાધારો નાબૂદ થશે રાજ્યમાં કલાક ૨૪x ૭ દિવસ બજારો ખુલ્લા રાખી શકાશે

ગુજરાતમાં ૭૦ વર્ષ જૂનો ગુમાસ્તાધારો નાબૂદ થશે
રાજ્યમાં કલાક ૨૪x ૭ દિવસ બજારો ખુલ્લા રાખી શકાશે
ગુજરાત સરકારે ૭૦ વર્ષ જૂના ૧૯૪૮ ના ગુમાસ્તા ધારાના નિયમને રદ કરી શોપીંગ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૨૦૧૯ ને અમલમાં લાવવાનો કેબીનેટમાં નિર્ણય લઈ લીધો છે. ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં ભરતી વિધાનસભામાં આ વિધેયને પસાર કરી ટૂંક સમયમાં કાયદો બનાવી માર્ચ મહિનાની પહેલી તારીખ કે ગમે તે તારીખથી અમલમાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રોજગારી વધારનાર સાથે સાથે વેપારીઓની આવક વધારનાર કાયદો બની જશે. નવા નિયમ મુજબ ગુમાસ્તા ધારામાં નોંધાયેલા સાત લાખ વેપારીઓ પૈકી તાલુકા અને જીલ્લા કક્ષાના વેપારીઓ સવારે છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી તથા કોર્પોરેશન વિસ્તારના વેપારીઓ ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખી શકશે. સરકારના આ નિર્ણયથી વ્યવસાય કરનાર વેપારીઓને ઓછામાં ઓછી બે થી ત્રણ શીફ્ટ વ્યવસાયની રાખવી પડશે જેથી વધારે માણસોને નોકરી રાખવા પડશે એટલે આ કાયદો રોજગારી વધારનાર સાબિત થશે. જે વેપારીઓ બે ત્રણ શીફ્ટ કર્યા સિવાય કામના કલાકો પછી વધારાના કલાકના ઓવર ટાઈમમાં ડબલ પગાર આપવાનું સરકારે ઠરાવ્યું છે. ગુમાસ્તાધારાનો કાયદો જતો રહેતાં નવા નિયમ મુજબ વેપારી સાત દિવસ ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખી શકશે. એટલે ગુમાસ્તાધારા મુજબ અઠવાડીયાની એક દિવસની રજાનો હવે અંત આવશે. વેપારીઓને ગુમાસ્તાધારાના લાયસન્સ દર વર્ષે રીન્યુ કરવા પડતા હતા તે કાર્યવાહીનો અંત આવશે. દરેક વેપારીએ એકજ વખત લાયસન્સ લઈ તેની ઈચ્છા મુજબ વર્ષો સુધી ધંધો કરી શકશે. સમયની પાબંધી ન રહેતા પોલીસની કનડગત વેપારીઓને સતાવી શકશે નહિ. કેટલીક જગ્યાએ મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે પોલીસને હપ્તા આપવા પડતા હતા. પોલીસકર્મીઓને મફત ચા-નાસ્તો કરાવવો પડતો હતો તે હવે બંધ થશે. એટલે વેપારીઓ દુકાન ખુલ્લી રાખવા માટે નિશ્ચિત બની જશે. દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવાની હોવાથી નોકરીયાત પતિ-પત્નીને રાતના સમયે ખરીદી કરવાનો લાભ મળશે. આમતો અઠવાડીયામાં એક જ દિવસ નોકરીયાત દંપત્તિ ખરીદી કરતા હતા તે શાંતિથી ખરીદી કરી શકશે. જેથી વેપારીઓને વેપાર વધારો મળશે. વેપારીઓનો વેપાર વધારો થવાથી વેપારીની આવકમાં વધારો થશે. વેપારીની આવકમાં વધારો થશે એટલે તેને ત્યાં નોકરી કરતા માણસોને વધાર સમય રોકી વધારે પગાર ચુકવશે. અથવા બે શીફ્ટ કરી માણસો પાસેથી કામ લેશે. એટલે રોજગારીની તકો પણ વધવાની છે. અત્યાર સુધી રાત્રે ૧૦-૦૦ – ૧૧-૦૦ વાગે બજારો બંધ થઈ જતા હોવાથી રાત્રિ મુસાફરી કરનાર વાહન ચાલકો સગવડના અભાવે રાત્રિ મુસાફરી ઓછી કરતા હતા તે હવે કરશે એટલે ટુરીઝમને પણ ફાયદો મળી શકે છે. રાત્રિના સમયે દુકાનો ખુલ્લી રાખવાથી ગુનાહિત તત્વોની રંજાડ હશે ત્યાં પોલીસ ખાતુ રક્ષણ આપશે. કાયદામાં એવી જોગવાઈ કરાઈ છેકે ખરાબ પરિસ્થિતિમાં સક્ષમ અધિકારી પંદર દિવસ પૂરતી રાત્રે દુકાનો ખુલ્લી ન રાખવી તેવો હુકમ કરી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયને રાજ્યના સમગ્ર વેપારીઓએ આવકાર્યો છે. વેપારીઓ તો આ કાયદાને આવકારે પણ લોકોએ પણ આ કાયદાને આવકાર્યો છે. આ કાયદાથી રાત્રિ બજારો ધમધમતા થશે તેથી ખાણી-પીણીના વેપારીઓને પણ મોટો લાભ થશે. ખાણી-પીણી બજારો એક-બે જગ્યાએજ રહેતા હતા તે બજારો હવે ગામમાં અનેક જગ્યાએ જોવા મળશે. ગુજરાત ભાજપ સરકારના વિકાસલક્ષી કદમ ઉઠાવનાર ડેપ્યુટી સી.એમ.નીતિનભાઈ પટેલ કેબીનેટની મીટીંગમાં આ જાહેરાત કરી દેશના રાજ્યોને નવો રાહ ચીંધ્યો છે જે સરાહનીય છે.

Leave a Reply

Top