You are here
Home > News > વિસનગર પાલિકા સ્વચ્છતા માટે ડસ્ટબીન આપે છે જ્યારે સફાઈ કામદારો લારીના અભાવે જાહેરમાં કચરાના ઢગલા કરે છે

વિસનગર પાલિકા સ્વચ્છતા માટે ડસ્ટબીન આપે છે જ્યારે સફાઈ કામદારો લારીના અભાવે જાહેરમાં કચરાના ઢગલા કરે છે

વિસનગર પાલિકા સ્વચ્છતા માટે ડસ્ટબીન આપે છે જ્યારે
સફાઈ કામદારો લારીના અભાવે જાહેરમાં કચરાના ઢગલા કરે છે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકો જાહેરમાં કચરો ન નાખે અને ડસ્ટબીનમાં કચરો એઠકો કરી તેનો નિકાલ કરે તે માટે વિસનગર પાલિકા દ્વારા વિનામુલ્યે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકાના સફાઈ કામદારો લારીના અભાવે કોથળામાં કચરો ભરી તેનો ઢગલો કરતા પાલિકાની આવી તે કેવી કામગીરી તેવા પ્રશ્નો થઈ રહ્યા છે.
વિસનગરમાં સાંકડીશેરીમાં અલગ અલગ વિસ્તારમાં બે સફાઈ કામદારો સફાઈ કરે છે. જેમાં સફાઈ કામદારો સફાઈ કરી કચરો ઢાળવાળા વિસ્તારમાં નાખતા ગંદકી થવાના કારણે આ વિસ્તારના રહીસોમાં પાલિકાની અને સફાઈ કામદારોનુ કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. પાલિકા એક બાજુ ડસ્ટબીન આપે છે, ત્યારે ખુલ્લામાં કચરાનો ઢગલો કેમ કરો છો તેવો પ્રશ્ન કરાતા સફાઈ કામદારે જવાબ આપ્યો હતો કે, અમારી લારી તુટી ગઈ છે, પાલિકાવાળા નવી લારીઓ આવી છે પણ આપતા નથી. જેથી કોથળામાં ભરી કચરાનો ઢગલો કરીએ છીએ. આ બાબતે આ વોર્ડના સુપરવાઈઝર અશોકભાઈ મકવાણાને ફોન કરી ગંદકીના સ્થળે બોલાવતા સફાઈ કામદારે ગંદકી કોથળામાં ભરી તેનો નિકાલ કર્યો હતો. સફાઈ કામદારે આ સુપરવાઈઝર પાસે પણ એજ રટણ કર્યુ હતુ કે, પાલિકા નવી લારીઓ આપતા નથી તો શું કરીએ? પાલિકા તંત્ર શહેરની પ્રજા પાસે સ્વચ્છતાની અપેક્ષા રાખે છે, ત્યારે પ્રથમ સફાઈ કામદારોને સ્વચ્છતા સર્વેક્ષણના નિયમો સમજાવવાની જરૂર છે. પછી સ્વચ્છતા સર્વેક્ષણના કાર્યક્રમો કરી ખોટા તાયફા કરતા હોય એવુ તો નથી ને?

Leave a Reply

Top