You are here
Home > News > હાઈકોર્ટની સંમતિ પછી પણ કોર્ટ બિલ્ડીંગના મુદ્દે ખેરાલુમાં ન્યાય અપાવનારા વકીલોને ન્યાય માટે વળખા

હાઈકોર્ટની સંમતિ પછી પણ કોર્ટ બિલ્ડીંગના મુદ્દે ખેરાલુમાં ન્યાય અપાવનારા વકીલોને ન્યાય માટે વળખા

હાઈકોર્ટની સંમતિ પછી પણ કોર્ટ બિલ્ડીંગના મુદ્દે
ખેરાલુમાં ન્યાય અપાવનારા વકીલોને ન્યાય માટે વળખા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરની કોર્ટે પહેલા એક્તાનગર સોસાયટી પાસે હતી જે જર્જરીત થતા તેને કન્ડમ કરવા નવી બનાવવા કોર્ટે બિલ્ડીંગની જગ્યા ભાડે શોધવાની શરૂઆત થઈ ખેરાલુ ટાવર પાસે પોલીસ સ્ટેશન સામે આવેલી જુની મામલતદાર ઓફિસમાં કોર્ટ શરૂ કરવામા આવી. મેઈન બજારમાં કોર્ટ શરુ થઈ ત્યારે કોર્ટે બિલ્ડીંગ તાલુકા સેવા સદન પાસેથી માર્ગ અને મકાન વિભાગની સરકારી વસાહત જે જર્જરીત છે ત્યાં બનાવવા માંગણી કરાઈ હતી. ખેરાલુ તાલુકાની વામણી નેતાગીરીને કારણે એક્તા નગર પાસેની કોર્ટે બિલ્ડીંગ બનાવવા ટેન્ડરીંગ થયુ. કોર્ટ બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થયા પછી ૧-૧-ર૦૧૯થી વકીલોએ કોર્ટ બિલ્ડીંગ જુની મામલતદાર ઓફીસમાં બનાવવા હડતાળ શરૂ કરી કોર્ટે કામગીરીનો બહિષ્કાર કરી હડતાળ શરુ થઈ ત્યારે અઠવાડીયા પ્રતિક ઉપવાસ કરવાના હતા પરંતુ સરકારી અધિકારીઓ અને નેતાઓ નોધ ન લેતા આજે ૪૦ ઉપરાંત દિવસ થયા છતા હડતાળ ચાલુ છે. વકીલો અસીલોને પણ કોર્ટમાં જવા દેતા નથી.
ખેરાલુના અગ્રણી વકીલ એન.આર.ચૌધરી, અને પી.બી.બારોટે પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે કોર્ટ બિલ્ડીંગ હયાત સ્થળે બનાવવા કાયદામંત્રી, મુખ્યમંત્રી, હાઈકોર્ટના યુનિટ જજશ્રીને ગુજરાત બાર એસોશિએશનના સભ્યો સાથે ખેરાલુ બારનુ પ્રતિનિધિ મંડળ રૂબરૂ રજુઆત કરી ચુક્યુ છે. ખેરાલુ ધારાસભ્ય, ખેરાલુ તાલુકા/ શહેર ભાજપના હોદ્દેદારો, ખેરાલુ વેપારી મંડળ, તાલુકાના સરપંચો, અગ્રણી નાગરિકો સાથે સતલાસણા અને વડનગર વકીલ મંડળે પણ હડતાળને સમર્થન આપ્યુ છે. કોર્ટનું કામકાજ છેલ્લા ૪૦ દિવસથી ઠપ્પ છે. છતા સરકારના પેટનુ પાણી હલતુ નથી. ધારાસભ્ય ભરતસિંહ ડાભી અને પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈ સાથે ખેરાલુ બારના વકીલો ટુંક સમયમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને મળવા જવાના છે.
અત્રે ઉલ્લખેનીય છે કે એક તરફ એક્તા નગર પાસે કોર્ટની જગ્યા સાફ કરીને નવુ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યુ છે બીજી તરફ વકીલો હડતાળ ઉપર છે વકીલો છેલ્લા ૪૦ દિવસથી હડતાળ ઉપર હોવા છતા સરકાર કોઈ નિર્ણય લેતી ન હોય તો નવા બની રહેલા કોર્ટ બિલ્ડીંગનુ બાંધકામ અટકાવવા વકીલો કોર્ટ રાહે સ્ટે લાવવા કેમ કોઈ કાર્યવાહી કરતા નથી.હાઈકોર્ટ જજશ્રીએ સરકાર ઉપર નિર્ણય લેવાનુ છોડયુ છે સરકાર નિર્ણય લેતી નથી જેના કારણે હડતાળનો અંત આવતો નથી. કોર્ટમાં ફરીયાદ કરનારા લોકોને ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. સરકારે ઝડપથી પગલા ભરવા જોઈએ જેના કારણે હડતાળનો સુખદ અંત આવે પણ?

Leave a Reply

Top