You are here
Home > Prachar News > કોંગ્રેસે અનામતના નામે ભાગલા પાડવાનુ કામ કર્યુ-ઋષિભાઈ પટેલ

કોંગ્રેસે અનામતના નામે ભાગલા પાડવાનુ કામ કર્યુ-ઋષિભાઈ પટેલ

વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષને આડે હાથ લીધુ

કોંગ્રેસે અનામતના નામે ભાગલા પાડવાનુ કામ કર્યુ-ઋષિભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિધાનસભાના બજેટ સત્રમાં વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કોંગ્રેસને આડે હાથે લઈ ઉધડો લેતા જણાવ્યુ હતું કે, અનામત આંદોલનના નામે કોંગ્રેસે સમાજમાં ભાગલા પાડ્યાનુ કાર્ય કર્યુ છે. એર સ્ટ્રાઈક પહેલાજ ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, પુલવામા હુમલાનો બદલો લઈ શકવાની ક્ષમતા કેવળ અને કેવળ ૫૬ ની છાતીવાળા નરેન્દ્રભાઈ મોદીમાં છે.
વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીતભાઈ ચાવડા ૧૦ ટકાની જગ્યાએ ૨૦ ટકા અનામત આપવી જોઈએ તેવુ બીલ લઈને આવતા વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ગૃહમાં વિરોધ પક્ષનો ઉધડો લીધો હતો કે, એ ખબર નથી પડતી કે બીલ એ સમાજના હિત માટે લઈને આવ્યા છેકે કોંગ્રેસના હિત માટે લઈને આવ્યા છે. આ મુદ્દો લઈ સમાજને ભાગલા તરફ ધકેલવાનુ કામ કર્યુ છે. સમાજમાં ભાગલા પાડી રાજ કરવાનુ કામ અંગ્રેજો પાસેથી શીખ્યા હતા. અંગ્રેજો બહુ સરસ શીખામણ આપીને ગયા છેકે ભાગલા પાડશો અને રાજ કરશો તો આજીવન રાજ કરી શકશો. પરંતુ પ્રજા કોંગ્રેસને ઓળખી ગઈ છે. ભૂતકાળમાં કિસાન આંદોલન, નવ નિર્માણ આંદોલનમાં મારીને ભુક્કા કાઢી નાખ્યા હતા. પાટીદાર આંદોલનને યાદ કરતા ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, આંદોલનની પ્રથમ જીએમડીસીની રેલી માટે ટોલનાકા ફ્રી કરી દેવામાં આવ્યા હતા. લોકો રેલીમાં શાન્તીપૂર્ણ આવ્યા, રેલી શાન્તીપૂર્ણ થઈ, પરંતુ કહેવામાં આવ્યુ કે જો તમે ઉભા થશો તો તોફાન નહી થાય અને તોફાનો નહી થાય તો લાભ નહી મળે. તોફાનો પાછળ કોનો હાથ એ તપાસનો વિષય છે. સમાજની લાગણીઓ સરકારે સ્વીકારી અને ૨૦૧૬ માં ૧૦ ટકા અનામતનુ એમની લાગણી પ્રદર્શિત કરતુ બીલ રજુ કરાયુ. બંધારણની જોગવાઈઓમાં ફેરફાર કર્યા વગર બીલ શક્ય બનવાનુ નહોતુ એની ખબર હતી. પરંતુ લાગણી પ્રદર્શિત કરવા બીલ ગૃહમાંથી પસાર કરવામાં આવ્યુ. આર્થિક રીતે સક્ષમ નહોતા એમની લાગણીનો પડઘો છેલ્લા સત્રમાં નરેન્દ્રભાઈએ પાડી દીધો છે. ૧૦ ટકા અનામતનુ બીલ આજ સરકારે આપ્યુ છે. અમે તો કોઈ દિવસ તોફાનની અંદર શુટકેસો લઈને ભાઈ લીફ્ટમા ઉતરે અને લીફ્ટમાં જઈ એ ભાઈ નેતા પાસે જઈ તોફાનો કરાવવાનુ કામ અમે કદી કર્યુ નથી. આર્થિક રીતે પછાત લોકોને જે લાભ મળવા જોઈએ તે લાભ આપવાનુ કોઈએ કામ કર્યુ હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે.
કોંગ્રેસને તો મુદ્દો જીવતો રાખવો છે. ઓબીસી આપવાની હિંમત કોણે કરી એ ભૂતકાળ પણ ખબર છે. ૧૦ ટકા થાય કે ૨૦ ટકા થાય તેમાં કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી અમને તો કેવળ તોફાનોમાં રસ છે. મોભાઓ અને લાગણીઓમાં ૫૭ માંથી ૭૭ થયા આવતા સમયની અંદર ૨૦૨૨ માં સાત જ દેખાશે. જે મોભા ઉપર નેતાઓ બન્યા છે એમને પ્રજા ઓળખી ગઈ છે. એમાંથી એક પણ નેતા ચુંટાવાનો નથી. લોકોની લાગણીઓ સાથે જોડાવાની કોઈની તાકાત હોય તો ભાજપની છે. લોકોને સરકાર પ્રત્યે પુરતો સંતોષ છે. લોકસભામાં ૨૬ માંથી ૨૬ સીટ મળવાની છે. પુલવામાના હુમલાને યાદ કરતા જણાવ્યુ હતુ કે ૫૬ની છાતી કોને કહેવાય? સર્જીકલ સ્ટ્રાઈકને કહેવાય, હજુ પણ દેશના લોકોને વિશ્વાસ છે કે પુલવામા જે હુમલો થયો એનો જો કોઈ બદલો લઈ શકે અને બદલો લઈ શકવાની ક્ષમતા હોય તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ મોદી માજ છે. વિસનગર માર્કેટયાર્ડમાં એગ્રીકલ્ચરર્સ શોપ્સ કમ ગોડાઉન માટે રૂા.૩.૦૫ કરોડની સહાય તથા શાકભાજીના ઓટલા માટે રૂા.૫૦ લાખની સહાય આપવા બદલ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને સહકાર મંત્રી ઈશ્વરસિંહનો આભાર માન્યો હતો.

Leave a Reply

Top