You are here
Home > Prachar News > ખેરાલુમાં બેન્ડવાજા સાથે અભુતપૂર્વ શૌર્ય રેલી યોજાઈ

ખેરાલુમાં બેન્ડવાજા સાથે અભુતપૂર્વ શૌર્ય રેલી યોજાઈ

પાકિસ્તાનને પાઠ ભણાવનાર ભારતીય સેનાને બિરદાવવા

ખેરાલુમાં બેન્ડવાજા સાથે અભુતપૂર્વ શૌર્ય રેલી યોજાઈ

ખેરાલુ વહેપારી મહામંડળ દ્વારા સૈન્યના શૌર્યને વધાવવાના કાર્યક્રમમાં લોકો સ્વયંભુ ઉમટ્યા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વહેપારી મહામંડળ દ્વારા પુલવામાના ૪૨ જવાનોની શહાદના ૧૩માના દિવસે ભારતીય વાયુસેનાએ અદમ્ય સાહસ દ્વારા ૩૦૦ ઉપરાંત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યો તે બદલ ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મનીષભાઈ શાહની ટીમ દ્વારા સૈન્યના શૌર્યને વધાવવા રેલીનું આયોજન કરાયુ હતુ. આ રેલી બેન્ડબાજા સાથે હોવાથી પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સાથે ખેરાલુના મોટાભાગના આગેવાનો એ ડાન્સ કરી ગુલાલની છોળો ઉડાડી હતી.
સૈન્યના શોર્યને વધાવતી રેલી આંબલીચૌટા પહોંચી હતી. આ રેલીમાં અલકા હોસ્પિટલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આંબલીચૌટા બજારમાં પરત ફરેલી રેલીને સંબોધતા મોહનભાઈ સિંધીએ જણાવ્યુ હતુ કે ૧૯૭૧ પછી છેલ્લા ૪૮વર્ષથી જેનો આપણે ઈતજાર કરતા હતા. તેવુ સાહસ આજે જોવા મળ્યુ છે. સૈન્ય દ્વારા જે અપ્રિતમ સાહસ બતાવી આપણુ અને દેશનું મસ્તક ઉંચુ કર્યુ છે જે ગૌરવની વાત છે. જે રીતે બદલો લીધો તે ખરેખર આ સરકારનું શ્રેષ્ઠ કાર્ય કહેવાશે. ડૉ.હર્ષદભાઈ વૈદ્યે જણાવ્યુ હતુ કે આ બનાવ બન્યો તે પહેલા પાંચ વર્ષ પ્રધાનમંત્રી વિદેશ ફરતા હતા ત્યારે તેમની ટીકા થતી હતી કે તેમને વિદેશ ફરવાનો શોખ છે. જયારે આજે યુધ્ધની પરિસ્થિતીમા આપણને આ પરિણામ દેખાય છે. કે આખી દુનિયા ભારતની સાથે છે જયારે પાકિસ્તાન એકલુ પડી ગયુ છે. મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે કયાં સુધી આટલા સક્ષમ હોવા છતા પડોશી દેશના હુમલા સહન કરતા રહીશુ. જયારે પણ આવા બનાવો બને ત્યારે વિરોધી દેશો સામે ભારતની પ્રજા નાતજાત પક્ષા-પક્ષી ભુલી બધા જ એક થઈ જાય તેજ સૈન્ય અને દેશનુ બળ છે. આવી એક્તા કાયમી રાખવી પડશે. વહેપારી મહામંડળના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યુ હતુ કે દેશ દાઝ શું છે શું છેએ ભારતના નાગરિકોમાં જોવા મળે છે. ભારતના સૈનિકોએ અપ્રિતમ સાહસ કર્યુ ૪૮ વર્ષ પહેલા ઈંદિરાગાંધીના સ્વરૂપમાં જે દેશને નેતૃત્વ મળ્યુ હતુ તે હાલ નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં મળ્યુ છે. પાકિસ્તાને ઘરમાં ઘુસીને માર્યુ છે. પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈએ મનીષભાઈ શાહની વાતને સમર્થને આપતા જણાવ્યુ હતુ કે જયારે ઈંદીરા ગાંધીએ પાકિસ્તાન બે ભાગ કરી બાંગ્લાદેશ બનાવ્યુ ત્યારે સંસદમાં અટલ બિહારી બાજપાઈએ ઈંદીરાગાંધીને દુર્ગાનું સ્વરૂપ કરી તેમનુ સન્માન કર્યુ હતુ. આજના વિપક્ષોએ અટલ બિહારી બાજપાઈના જેમ ખેલદીલી રાખી નરેન્દ્રભાઈ મોદીને શિવાજીના સ્વરૂપનુ નામ આપી સન્માન કરવુ જોઈએ.

Leave a Reply

Top