You are here
Home > Prachar News > દેણપના ૧૨૫ પાટીદારોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

દેણપના ૧૨૫ પાટીદારોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

સરકારે સવર્ણોની અનામતની માંગણી પુરી કરતા

દેણપના ૧૨૫ પાટીદારોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો પાટીદાર ગામોમાં થતા સરકારી કાર્યક્રમો કે ચુંટણી પ્રચારમાં જઈ શક્તા ન હતા અને જો કોઈ કાર્યક્રમમાં જાય તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જતા હતા. ત્યારે સરકારે સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય લેતા પાટીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાના દેણપ ગામના પાસના કેટલાક કાર્યકરો અને પાટીદાર ભાઈ બહેનોએ સરકારે પાટીદારની માંગણી પુરી કરતાં ગત રવિવારે રાત્રે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને બોલાવી તેમના હસ્તે ઉત્સાહભેર ભાજપનો ખેસ ધારણ કરતા ગામમાં રાજકીય વાતાવરણ બદલાયેલ જોવા મળ્યુ છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો વિસનગર તાલુકાના પાટીદાર ગામમાં યોજાતા સરકારી કાર્યક્રમો અને ચુંટણી પ્રચારમાં જઈ શક્તા ન હતા. જેમાં ગત વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારી કરી રહેલા ઋષિકેશભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો પાટીદારોના ગામોમાં ચુંટણી પ્રચારમાં જઈ શક્તા ન હતા. સદ્‌નસીબે ભાજપના વફાદાર કાર્યકરોની મહેનતથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો વિધાનસભા ચુંટણીમાં વિજય થયો હતો. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈએ કોઈપણ પ્રકારનો ભેદભાવ કે રાજકીય દ્રેશભાવ રાખ્યા વગર તાલુકાના દરેક ગામોમાં વિકાસકામો માટે જરૂરી ગ્રાન્ટ ફાળવતા પાટીદાર અનામતમાં વિમુખ થયેલા પાટીદારો ધારાસભ્યની સરાહના કરી રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાના દેણપ ગામના નારાયણ પરા અને ગણેશપરાના પાસના કેટલાક કાર્યકરો અને પાટીદાર ભાઈઓએ સરકારે સવર્ણોને ૧૦ ટકા અનામતની માંગણી પુરી કરતા અને ધારાસભ્ય ઋષિભાઈએ તાલુકાના કરેલા વિકાસકામોથી પ્રભાવીત થઈ ગત રવિવારે રાત્રે ૮-૦૦ કલાકે ગામમાં ધારાસભ્યને આમંત્રિત કરી તેમના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ અંગે પાસના કાર્યકર મનોજભાઈ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતુ કે સરકારે સવર્ણોને અનામત આપવાની માંગણી પુરી કરતા અમને સંતોષ થયો છે. આ સાથે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પણ ગામના વિકાસ કામો માટે સહયોગ આપી રહ્યા છે. જેથી અમારા ગામના નારાયણપરા અને ગણેશપરા વિસ્તારના ૩૧ કુટુંબના આશરે ૧૨૫ સભ્યો ભાજપમાં જોડાયા છીએ.

Leave a Reply

Top