You are here
Home > Prachar News > દેશવાસીઓ આખી ફિલ્મ જોવા ઉત્સુક

દેશવાસીઓ આખી ફિલ્મ જોવા ઉત્સુક

તંત્રી સ્થાનેથી
ડાયરેક્ટર નરેન્દ્રભાઈ મોદીની ૫૬”ની છાતી ફિલ્મનું ૨૧ મીનીટનું ટ્રેલર જોયા પછી

દેશવાસીઓ આખી ફિલ્મ જોવા ઉત્સુક

પુલવામાના આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પી.એમ.ની ૫૬ ની છાતી ક્યાં ગઈ તેની ગુહાર વિરોધ પક્ષોએ, અખબારોએ તથા રાજકીય ટીકાકારોએ લગાવી હતી. ૫૬ ની છાતી માટે કોઈ ફિલ્મ ઉતારવાની માંગણી ડાયરેક્ટર પાસે કરાતી હોય તેવી માંગણી સમગ્ર દેશમાંથી પી.એમ.માટે થઈ રહેતી હતી. દેશના પી.એમ. ગુજરાતી છે. સરળ જ્ઞાતિ મોદી સમાજમાંથી આવે છે. મોદી સમાજ વ્યવસાયી ઉદ્યોગકારો છે. મોટા વેપારીઓ છે. ઘણા ઓછા અધિકારીઓ છે. પણ કોઈ જગ્યાએ કોઈ ડોન મોદી નથી. આવી સરળ જ્ઞાતિ ગરીબ ઘરમાં ઉછેર શાંત વિચારસરણીને લઈ મોંમાં સોનાની ચમચી લઈને જન્મેલા કેટલાક રાજકીય નેતાઓને તો એમ હતું કે મોદી કદી ૫૬ ની છાતી બતાવી શકવાના નથી. અને તારીખ ૨૬-૨-૨૦૧૯ ના રોજ પી.ઓ.કે માં આતંકવાદીઓના અડ્ડા ઉપર રાત્રે ૩-૩૦ કલાકે હવાઈ હુમલો કરી ૩૫૦ જેટલા આતંકવાદીઓને ફક્ત ૨૧ મીનીટમાં ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો અને તેનું મોનીટરીંગ પી.એમ.નરેન્દ્રભાઈ મોદીની નિગેહબાનીમાં થતા સમગ્ર દેશમાં મોદી મોદીના નારા ગુંજતા થઈ ગયા. કોઈ સારી ફીલ્મ ઉતરે ત્યારે પહેલાં ૧૫ થી ૨૦ મીનીટનું ટ્રેલર આવે છે. ફીલ્મ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ મોદીની ૫૬ ની છાતીની ફીલ્મનું ૨૧ મીનીટનું ટ્રેલર જોઈ દેશ વાસીઓ એટલા આફરીન થઈ ગયા હતા કે મોદી સિવાય આવુ કરવાની કોઈની તાકાત નથી. દેશને આવા વડાપ્રધાનની જ જરૂર છે. ચા વેચી બાળપણ વિતાવનાર સગા સબંધીની હોટલમાં રહી પરાણે ગ્રેજ્યુએટ જેટલું શિક્ષણ મેળવનાર જેમણે ગરીબી જોઈ છે, જેમના દિલમાં ગરીબોની વેદના છે, તેવા મોદી જ દેશનું સુકાન સંભાળી શકે. દેશના નાગરીકોનો એક જ અવાજ છેકે ભારતને દુશ્મનોથી બચાવવો હશે તો કોઈને ઝૂકવા દેવો નહિ હોય. ભારતને મહાસત્તા બનાવવી હશે તો નરેન્દ્રભાઈ મોદી જ જોઈએ. નરેન્દ્રભાઈ મોદીની આવડત અને વિદેશી નીતિને લઈ પાકિસ્તાન સાવ એકલું પડી ગયું છે. દુનિયાનો એકપણ દેશ પાકિસ્તાનના સમર્થનમાં નથી. જેની બગલમાં પાકિસ્તાન ઘૂસી ગયું છે તે ચીને પણ આતંકવાદને કાબુમાં લેવાનું સૂચન કર્યુ છે. અમેરીકા, રશીયાએ તો ચોખ્ખા શબ્દોમાં કહ્યુ છેકે અમે ભારતની સાથે છીએ. પાકિસ્તાનના તમામ પ્રયત્નો આતંકવાદીઓને બચાવવાના છે. પાકિસ્તાન એટલી હદે આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છેકે વડાપ્રધાન ઈમરાનખાનને દેશ ચલાવવા માટે કિંમતી સરકારી ગાડીઓ વેચવી પડી છે. આવા આર્થિક રીતે કંગાલ અને મોં ઉપરથી બાદશાહ જેવુ પાણી બતાવી પાકિસ્તાન યુધ્ધ વિરામની વાતચીત કરવા તૈયાર છે પણ સમગ્ર દેશના લોકોની ફિલ્મ ૫૬ ની છાતીના ડાયરેક્ટરને સૂચન છેકે ૨૧ મીનીટના ટ્રેલરની જગ્યાએ ૧૮૦ મીનીટની આખે આખી ફિલ્મ ઉતારી દો એટલે વર્ષો વર્ષ સુધી ભારતને શાંતિ થઈ જાય. રોજ સવારે થતાં છમકલાં બંધ થઈ જાય. પાકિસ્તાન આતંકવાદીઓને હકાલ પટ્ટી કરવાનું વચન આપે ત્યારે ફિલ્મનો એન્ડ આવે. ભારત દેશની પ્રજા કોઈનું છીનવવા માંગતી નથી. પણ ભારતના છીનવનારને છોડવા માંગતી નથી. પ્રજાની લાગણી છેકે દુશ્મન અને દાવ રોજેરોજ હાથમાં આવતો નથી. પુલવામા હુમલાનો બદલો લેવાનો ચાન્સ ભારત પાસે આવી ગયો છે. ૫૬ ની છાતીવાળા દેશના વડાપ્રધાન બેઠા છે તો કાયમી શાંતિ થાય. પાકિસ્તાન કાયમ માટે દબાઈ જાય. પાકિસ્તાનના પગલે કુદી રહેલા કાશ્મીરી અલગાવ વાદીઓ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ ની કલમ દૂર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેમની ૫૬ ની છાતી કદિ ન ફૂલાવવી પડે તેવું કરી દે તેવી સમગ્ર દેશવાસીઓની લાગણી છે. જો પી.એમ. પાકિસ્તાનની ૧૮૦ મીનીટની ફિલ્મ પૂરી કરશે તો ૨૫ વર્ષ સુધી દેશનું સુકાન નરેન્દ્રભાઈ મોદીના હાથમાંજ રહેશે તે ચોક્કસ વાત છે.

Leave a Reply

Top