You are here
Home > News > નાગરીક બેંકના ૧૬૪૮ બાકીદારોની રૂા.૩૨૪ કરોડ વસુલાત બાકી

નાગરીક બેંકના ૧૬૪૮ બાકીદારોની રૂા.૩૨૪ કરોડ વસુલાત બાકી

ફડચામાં ગયેલ બેંકના ધીરાણ બાકીદારો માટે મુકેલી વનટાઈમ સેટલમેન્ટ યોજનાની મુદત ૩૦-૦૯-૧૯ સુધી લંબાવાઈ

નાગરીક બેંકના ૧૬૪૮ બાકીદારોની રૂા.૩૨૪ કરોડ વસુલાત બાકી

બેંકનું લ્હેણુબાકીદારોની મિલ્કતોની હરાજી કરી વસુલવા તાકીદ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નાગરીક બેંકની વિસનગર, અમદાવાદ અને સુરત શાખામાંથી ધિરાણ મેળવનાર બાકીદારો માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકીને માત્ર ૬ ટકા વ્યાજ સાથે મુડી ભરવા તક આપી હતી. આ યોજનાને ૨૦૧૭માં બીજી વખત લંબાવાઈ હતી. તેની મુદત પણ પુર્ણ થતાં હવે તા. ૩૦-૦૯-૨૦૧૯ સુધી વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની મુદત લંબાવાઈ છે. મહત્વપુર્ણ છે કે વિસનગર નાગરીક સહકારી બેંકના ૧૬૪૮ ધિરાણ બાકીદારો પાસેથી હજી પણ રૂપિયા ૩૨૪.૪૦ કરોડની વસુલાત કરવાની બાકી છે.
ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી વિસનગર નાગરીક સહકારી બેંક ને વર્ષ ૨૦૦૩માં ફડચામાં લઈ જવામાં આવેલ. જેથી લાખો થાપણદારોના નાણાં બેંકમાં સલવાઈ ગયા હતા. બેંકના સત્તાધિશો દ્વારા આડેધડ ધિરાણ કરાતા બેંક ફડચામાં ગઈ હોવાનું જે તે સમયે બહાર આવ્યુ હતું. તેથી બેંકના તત્કાલીન ચેરમેન ભોળાભાઈ પટેલને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વિસનગર સ્થિત હેડ ઓફીસ, અમદાવાદ અને સુરત શાખામાંથી મોટાપાયે ધિરાણ કરાયું હતું. જો કે થાપણદારોની રકમ પરત આવે તે માટે સરકારે બેંકમાં કસ્ટોડીયન નીમીને બાકીદારો પાસેથી ધિરાણની રકમ વસુલાત થાય તે માટે સરકારે બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકી હતી. પ્રથમ યોજના ૨૦૦૯ માં મુકાઈ હતી. ત્યારબાદ સરકારશ્રીના તા.૨૫-૦૭-૨૦૧૭નાં પરિપત્રથી બીજી વખત અમલમાં મુકવામાં આવી હતી તે યોજનાની મુદત તાજેતરમાં પુર્ણ થતી હોવાથી ત્રીજી વખત યોજના લંબાવીને તેની મુદત તા. ૩૦-૯-૨૦૧૯ સુધીની આપવામાં આવી છે.
હાલ બેંકના ફડચા અધિકારી તરીકે શ્રી પ્રતિક એસ.ઉપાધ્યાય, જીલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, મહેસાણાની નિમણુંક કરવામાં આવેલ છે. તેમના સહકાર ખાતાનો બહોળો અનુભવ તેમજ માર્ગદર્શન હેઠળ વિસનગર, અમદાવાદ અને સુરત સેન્ટરોના બાકીદારો પાસેથી સદર યોજનાનો લાભ લઈ ધીરાણ ભરપાઈ કરવા માટે વ્યક્તિગત મુલાકાત લઈ તેઓને સમજાવવામાં આવી રહ્યા છે. બેંકના ધીરાણ બાકીદારો પાસેથી ૩૨૩.૮૦ કરોડની વસુલાત કરવામાં આવેલ છે. યોજનાને બહોળો પ્રતિસાદ મળશે તેવી આશા બેંકના સુત્રોએે વ્યક્ત કરી છે.
સરકારશ્રી તરફથી ધીરાણ બાકીદારો માટે આ છેલ્લી તક છે. જેથી સરકારશ્રીની વ્યાજ રાહત યોજનાનો લાભ લઈ “નો ડ્યુઝ” સર્ટી મેળવવા જણાવવામાં આવે છે જો તા. ૩૦-૦૯-૨૦૧૯ સુધી બાકીદારો ધિરાણ રકમ નહીં ભરે તો બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના હુકમનામા મુજબ વસુલાત કરવામાં આવનાર હોવાનું સરકાર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યું છે. જો ધિરાણની રકમ નહીં ભરે તો તારણમા રહેલી મિલ્કત જપ્ત કરી જાહેર હરાજીથી મિલ્કતનું વેચાણ કરી બેંકનું લ્હેણું વસુલવાની તાકીદ કરાઈ છે.

Leave a Reply

Top