You are here
Home > Prachar News > નાનીવાડા જુથ પંચાયતના રપ૦ વિઘા ગૌચરમાં દબાણ

નાનીવાડા જુથ પંચાયતના રપ૦ વિઘા ગૌચરમાં દબાણ

સરકારી તંત્રના આશીર્વાદથી કાદરપુર,ખેરપુર અને ગાજીપુર ગામની

નાનીવાડા જુથ પંચાયતના રપ૦ વિઘા ગૌચરમાં દબાણ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સરકારી તંત્રમાં જીસકી લાઠી ઉસકી ભેંસ જેવો ઘાટ છે. સાચો વ્યક્તિ ન્યાય માંગે તેને સરકારી બાબુઓ ઉલટા ચશ્મા પહેરાવી નિયમોની છટક બારીથી છુટી જાય છે. ઉચ્ચ અધિકારીઓ આ બધુ જ જાણતા હોવા છતા રાજકીય પ્રેશરમાં કોઈ કાર્યવાહી કરતા નથી. જિલ્લા વિકાસ અધિકારી સુધી રપ૦ વિઘા ગૌચરના દબાણની અરજીઓ કરાઈ પણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી નક્કર કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી કરી શકતા નથી. ખેરાલુ તાલુકાના નાનીવાડા જુથ પંચાયતના ચાર ગામો છે જેમા નાનીવાડા, ગાજીપુર, ખેરપુર, અને કાદરપુર ગામો આવેલા છે. ચારે ગામની આસપાસ રપ૦ વિઘા ઉપરાંત ગૌચર આવેલુ છે. આ ગૌચર ખુલ્લુ કરાવવા ગાજીપુર ગામના સિન્ધી અમુમીયાં ગુલુભાઈ છેલ્લા એક વર્ષથી અરજી કરી દબાણકારોના નામ સાથે જાણ કરે છે છતા સરપંચ, પંચાયત સભ્યો અને તલાટી યોગ્ય કાર્યવાહી કરતા નથી તાલુકા વિકાસ અધિકારી દબાણ દુર કરવાનો પત્ર લખી નિષ્ક્રીય થઈ જાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે જેમા દબાણો દુર કરવા માટે ગ્રામ પંચાયતો પાસે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ ૧૦પ (૬) (૭) મુજબ સત્તા છે. છતા ગ્રામ પંચાયતો દબાણ દુર કરતી નથી. સરકારે જિલ્લા વિકાસ અધિકારીઓને સુચના આપી છે કે જો ગ્રામ પંચાયતો દબાણોદુર કરવામાં ઢીલ દાખવે અથવા નિષ્ક્રિયતા દાખવે તો પંચાયત અધિનિયમ કલમ (રપ૩) મુજબ સુપરસીડ કરવામા આવશે અને ડી.ડી.ઓએ પંચાયત સુપરસીડ કરવા વિકાસ કમિશ્નરને દરખાસ્ત મોકલવાની રહેશે. જિલ્લામાં ઉભા કરાયેલા દબાણ સેલ શોભાના ગાંઠીયા બની ગયા છે. રપ૦ વિઘા જમીનના ગૌચરમા દબાણ હોય તો પશુઓની શુ હાલત થતી હશે. સરકારે ગૌચર બચાવવા આદેશ કર્યો પણ તલાટીઓ અને તાલુકા વિકાસ અધિકારી ઉપર રાજકીય પ્રેશર આવતા નાનીવાડા જુથ પંચાયતના દબાણનો મુદ્દો દબાવી દેવામાં આવ્યો છે. તા.ર૧-૪-ર૦૧૮ ના રોજ માહિતી અધિકાર પ્રમાણે ગૌચર અને ગામના દબાણ દુર કરવા અરજી બાબતે તાલુકા વિકાસ અધિકારી ખેરાલુ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો કોઈ નિકાલ ન આવતા. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપિલ કરાઈ જેમા પણ દબાણ નકલો બાબતે નક્કર કાર્યવાહી ન કરાતા ૧ર-૯-ર૦૧૮ના રોજ રાજ્ય માહિતી કમિશ્નર સમક્ષ દબાણની નકલો મેળવવા અરજી કરાઈ હતી. છેલ્લે સિન્ધી અમુમીંયા ગુલુમીંયાએ કરેલી અરજીઓથી તાલુકા પંચાયત દ્વારા તમામ દબાણકારોને નોટીસો આપી હતી. જેમા કેટલાંકના દબાણો દુર થયા હતા જયારે કેટલાકના દબાણો હજુ હયાત છે. જેથી ૧૪-૯-ર૦૧૮ના રોજ મુખ્યમંત્રી ઓનલાઈન અરજી કરાઈ છે જેમા વ્યક્તિઓના નામ સાથે દબાણનો પ્રકાર સ્પષ્ટ દર્શાવવામાં આવ્યો છે. છતા તાલુકા પંચાયત દ્વારા દબાણ દુર કરવામાં આવતા નથી. જેનુ મુખ્ય કારણ દબાણકારો માથાભારે, પૈસાદાર, રાજકીય વગવાળા, ઝઘડાખોર, જનુની, તકરારી, તોફાની, બોલે તેવુ કરવાવાળા છે. સરપંચના પતિ ખુબ જ આગળ પડતા અને વગદાર છે. જેથી દબાણકારોના દબાણો દુર થતા નથી તેવુ સિન્ધી અમુમીંયા જણાવે છે. જોઈએ હવે રપ૦ વિઘા ગૌચરના દબાણો તાલુકા પંચાયત તંત્ર કયારે દુર કરાવે છે ?

Leave a Reply

Top