You are here
Home > Prachar News > પરેશભાઈ પટેલ ઉંઝા વિધાનસભામાં ટીકીટના દાવેદાર

પરેશભાઈ પટેલ ઉંઝા વિધાનસભામાં ટીકીટના દાવેદાર

કોંગ્રેસના મતદારો અને કાર્યકરો સાથે આત્મીયતા ધરાવનાર – સહકારી આગેવાન

પરેશભાઈ પટેલ ઉંઝા વિધાનસભામાં ટીકીટના દાવેદાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોંગ્રેસના ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા આ સીટ ઉપર કોંગ્રેસે ઉમેદવારની શોધ માટે કવાયત હાથ ધરી છે. ત્યારે વિસનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ, વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર તેમજ કોંગ્રેસના વફાદાર સૈનિક પરેશભાઈ પટેલને ટીકીટ આપવા માટે કોંગ્રેસના કાર્યકરોમાં પ્રબળ માગણી ઉભી થઈ છે.
ઉંઝા વિધાનસભા સીટમાં વર્ષોથી ભાજપના ઉમેદવાર ચુંટાતા હતા. ત્યારે ગત વિધાનસભા સીટમાં પાટીદાર મતદારોના ટેકાથી ર્ડા.આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ચુંટાયા હતા. ત્યારે ર્ડા.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપનો ખેસ પહેરતા, જેમણે ર્ડા.આશાબેન પટેલ ઉપર વિશ્વાસ રાખ્યો હતો તે પાટીદાર મતદારોની લાગણીને ભારે ઠેસ પહોચી છે. ર્ડા.આશાબેન પટેલનુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિશ્વાસુ ઉમેદવારની શોધખોળ શરૂ કરી છે.
ઉંઝા વિધાનસભા સીટના ઉમેદવારની ચર્ચા વિચારણા માટે પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની મળેલી મીટીંગમાં વડનગર તાલુકાના મલેકપુર(વડ) ગામના વતની પરેશભાઈ જયંતીલાલ પટેલને ટીકીટ આપવા માટે કાર્યકરો દ્વારા માગણી કરવામાં આવી છે. પરેશભાઈ પટેલ મતદાર તરીકેનો લાભ મળ્યો ત્યારથી ૧૯૯૫ થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જેઓ અત્યારે વિસનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેનો તેમજ વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર તરીકેનો મહત્વનો હોદ્દો ધરાવે છે. જેઓ ૧૯૯૮ માં ઉંઝા વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ચુક્યા છે. આ ઉપરાંત્ત તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની મહત્વની ચુંટણીમાં ઉમેદવારી કરી પરિણામ મેળવ્યુ છે. જેઓ વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ સંગઠનની મહત્વની જવાબદારી સંભાળી વડનગર તાલુકામાં કોંગ્રેસને મજબુત બનાવવા માટે યોગદાન આપ્યુ છે. પરેશભાઈ પટેલ મોટા બાવન બાવીસ કડવા પાટીદાર સમાજમાં પણ ટ્રસ્ટીનો હોદ્દો ધરાવે છે. જેઓ સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. મહત્વની બાબત તો એ છેકે સરળ અને આવકારદાયી સ્વભાવ ધરાવતા પરેશભાઈ પટેલ વડનગર અને ઉંઝા તાલુકાના દરેક ગામોમાં, મતદારો સાથે તેમજ કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંપર્ક ધરાવે છે. કોંગ્રેસ ટીકીટ આપશે તો નખશીખ પાર્ટીને વફાદાર પરેશભાઈ પટેલની વિધાનસભા ક્ષેત્રમાં ઓળખાણ આપવાની જરૂર પડશે નહી. હાલની પરિસ્થિતિમાં પાટીદારો ભલે ભાજપ તરફે વળ્યા હોય પરંતુ ઉંઝા વિધાનસભા સીટની પરિસ્થિતિ એવી છેકે પાટીદારોના મતથી ચુંટાયેલા ર્ડા.આશાબેન પટેલે રાજીનામુ આપતા પહેલા પાટીદાર મતદારોને વિશ્વાસમાં નહી લેતા, ઉંઝા વિધાનસભા સીટના પાટીદારો સ્વમાન અને સન્માનને ઠેસ પહોચી હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પરેશભાઈ પટેલ જેવા આગેવાનને કોંગ્રેસ ટીકીટ આપે તો પરિણામ મળી શકે તેમ છે.

Leave a Reply

Top