You are here
Home > News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પાણી પુરવઠા મંત્રી સમક્ષની અસરકારક રજુઆતથી પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યુ વિસનગરના ગામડાઓમાં ટ્યુબવેલ તથા મશીનરી માટે રૂા.૩ કરોડ મંજૂર

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પાણી પુરવઠા મંત્રી સમક્ષની અસરકારક રજુઆતથી પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યુ વિસનગરના ગામડાઓમાં ટ્યુબવેલ તથા મશીનરી માટે રૂા.૩ કરોડ મંજૂર

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પાણી પુરવઠા મંત્રી સમક્ષની અસરકારક રજુઆતથી પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યુ
વિસનગરના ગામડાઓમાં ટ્યુબવેલ તથા મશીનરી માટે રૂા.૩ કરોડ મંજૂર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારની વિવિધ યોજનાઓમાં વિસનગર તાલુકામાં કેવી રીતે લાભ મેળવી શકાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે હરહંમેશ જાગૃત રહી તાલુકામાં વધુમાં વધુ ગ્રાન્ટ ફળવાય તે માટેના પ્રયત્નો કર્યા છે. વિસનગરને અછતગ્રસ્ત તાલુકો જાહેર કર્યા બાદ, આગામી ઉનાળામાં ગામડાઓમાં પીવાના પાણીની તકલીફ સહન ન કરવી પડે તે માટે ધારાસભ્યની પાણી પુરવઠા મંત્રી સમક્ષની રજુઆતથી તાલુકાના ૧૫ ગામમાં નવીન ટ્યુબવેલ બનાવવા તથા તેમના આનુસંગીક કામો માટે રૂા.૩૦૫.૯૬ લાખ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ ગામમાં ૧૦ ટ્યુબવેલ નવા બનશે.
ગામડાના લોકો ભલે શહેર તરફે આકર્ષાયા હોય, પરંતુ ગામડાઓનો વિસ્તાર પણ વધ્યો છે. જેની સાથે જરૂરીયાતો પણ વધી છે. જ્યાં એક ટ્યુબવેલ હોય ત્યાં બીજાની અને બે ટ્યુબવેલ હોય ત્યાં ત્રીજા ટ્યુબવેલ માટેની સરપંચો દ્વારા વખતો વખત રજુઆત થતી આવી છે. ગ્રામ પંચાયતો પાસે આવકનુ કોઈ સાધન ન હોઈ ટ્યુબવેલના રીપેરીંગ, પંપ, કોલમ પાઈપ તથા અન્ય વસ્તુઓ માટે પણ સરકારી સહાય ઉપર આધાર રાખવો પડતો હોય છે. વિસનગર તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નવીન ટ્યુબવેલ માટે તેમજ ટ્યુબવેલના આનુસંગીક કામ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કામગીરીજ એવી છેકે ક્યારેય કોઈ રજુઆત ધારાસભ્ય કાર્યાલયની ફાઈલોમાં પડી રહેતી નથી. જ્યારે તેમના પી.એ. વસંતભાઈ વ્યાસની ચોકસાઈભરી કામગીરીથી એવુ ક્યારેય બન્યુ નથી કે કોઈ રજુઆતનો કાગળ ખોવાયો હોય, સરપંચોની ટ્યુબવેલ લક્ષી રજુઆત સંદર્ભે ધારાસભ્યએ પાણી પુરવઠા બોર્ડમાં ભલામણો કરી હતી. પરંતુ પાણી પુરવઠા બોર્ડની ધીમી કામગીરીથી મંજુરી મેળવવામાં વિલંબ થતો હતો. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા આ સંદર્ભે પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સમક્ષ રજુઆત કરતા પાણી પુરવઠા મંત્રીની ટકોરથી પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યુ હતુ. જેમાં વિસનગર તાલુકાની પેન્ડીંગ દરખાસ્તો આગળ વધી હતી.
આ દરમ્યાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૯૬ અછતગ્રસ્ત તાલુકામાં વિસનગર તાલુકાનો પણ સમાવેશ થતો હોવાથી, ટ્યુબવેલને લગતી ધારાસભ્યની રજુઆતોને બળ મળ્યુ હતુ. સરકાર દ્વારા ફેબ્રુઆરી-૧૯ માં પરિપત્ર કરાયો હતો કે અછતગ્રસ્ત તાલુકામાં ઉનાળામાં પાણીની તંગીને પહોચી વળવા અગાઉ ટ્યુબવેલ તથા અન્ય કામગીરી ૧૦ ટકા લોકફાળાથી થતી હતી. તેની જગ્યાએ ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવી. જે અનુસંધાને જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાજેતરમાંજ પાણી સમીતીની મીટીંગ મળી હતી. જેમાં વિસનગર તાલુકાના ૧૪ ગામમાં નવીન ટ્યુબવેલ તથા તેને લગતી અન્ય કામગીરી માટે ૧૦૦ ટકા સરકારી સહાય મંજુર કરવામાં આવેલ છે.
વિસનગર તાલુકાના કયા ગામમાં પાણી પુરવઠાને લગતા કયા કામ કેટલા ખર્ચમાં થશે તેની વિગતો જોઈએ તો, (૧) રંડાલા રૂા.૨૪.૪૨ લાખના ખર્ચે નવીન બોર (૨) ગુંજા રૂા.૨૬.૩૮ લાખના ખર્ચે નવીન બોર (૩) વાલમ (ઠાકોરપરા) રૂા.૨૦.૨૧ લાખના ખર્ચે નવીન બોર (૪) વાલમ રૂા.૪.૫ લાખના ખર્ચે નવીન પંપીંગ મશીનરી (૫) બાસણા રૂા.૪.૧૫ લાખના ખર્ચે નવી પંપીંગ મશીનરી (૬) મહંમદપુર રૂા.૩.૦૧ લાખના ખર્ચે નવીન પંપીંગ મશીનરી (૭) રાલીસણા રૂા.૧.૨૭ લાખના ખર્ચે નવીન પંપીંગ મશીનરી (૮) કંસારાકુઈ રૂા.૧૯.૦૩ લાખના ખર્ચે નવીન બોર (૯) તરભ રૂા.૨.૧૫ લાખના ખર્ચે નવીન કોલમ પાઈપ (૧૦) સદુથલા રૂા.૬૬ હજારના ખર્ચે નવીન પેનલ બોર (૧૧) સેવાલીયા રૂા.૨.૨ લાખના ખર્ચે નવીન પંપીંગ મશીનરી (૧૨) બાકરપુર રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર (૧૩) મહંમદપુર રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર (૧૪) રામપુરા(લાછડી) રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર (૧૫) રાઠોડીપુરા(કડા) રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર (૧૬) પાલડી રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર તથા (૧૭) ગોઠવા રૂા.૧૫ લાખના ખર્ચે નવીન બોર મંજુર કરવામાં આવ્યો છે. આમ ૧૫ ગામમાં પાણી પુરવઠાને લગતી વિવિધ કામગીરી માટે કુલ રૂા.૩૦૫.૯૬ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Top