You are here
Home > News > માર્કેટયાર્ડ જડબેસલાક બંધ – શ્રધ્ધાંજલી સભા યોજાઈ પ્રહેલાદભાઈના અધૂરા કાર્યો તેમના પુત્ર પુરા કરે-ધારાસભ્ય

માર્કેટયાર્ડ જડબેસલાક બંધ – શ્રધ્ધાંજલી સભા યોજાઈ પ્રહેલાદભાઈના અધૂરા કાર્યો તેમના પુત્ર પુરા કરે-ધારાસભ્ય

માર્કેટયાર્ડ જડબેસલાક બંધ – શ્રધ્ધાંજલી સભા યોજાઈ
પ્રહેલાદભાઈના અધૂરા કાર્યો તેમના પુત્ર પુરા કરે-ધારાસભ્ય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાની ટુંકી માદગી બાદ વસમી વિદાયથી શહેર અને તાલુકામાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. વિસનગર માર્કેટયાર્ડમાં મળેલી શોકસભામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે પ્રહેલાદભાઈ ગોસાના અધૂરા સ્વપ્ન અને કાર્યો તેમના પુત્ર સંજયભાઈ પટેલ પુરા કરે.
કોઈ પણ વ્યક્તિની સ્મશાન યાત્રામાં જ્યારે લોકો સ્વયંભુ ઉમટે ત્યારે સમજવું કે, એ વ્યક્તિએ તેમના જીવનમાં કેટલા સત્કાર્યો કર્યા હશે. કેટલી લોકચાહના ધરાવતા હશે. વિસનગરના પૂર્વ ધારાસભ્ય તથા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પ્રહેલાદભાઈ ગોસા ભલે કોઈ હોદ્દા ઉપર નહોતા, પરંતુ તેમની લોકપ્રીયતા લોકહૃદયમાં અકબંધ હતી. ટુંકી માદગી બાદ અણધારી વિદાય લોકો માનવા તૈયાર નહોતા. જેમના અવસાનથી વિસનગરને એક વિરલો ગુમાવ્યાનો લોકો રંજ વ્યક્ત કરી રહ્યા છે. સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને શ્રધ્ધાંજલી આપવા માટે ગંજબજાર વેપારી મંડળ દ્વારા તા.૫-૩-૨૦૧૯ ને મંગળવારે માર્કેટયાર્ડ બંધ રાખવા અપીલ કરવામાં આવતા માર્કેટયાર્ડ જડબેસલાક બંધ રહ્યુ હતુ. ત્યારબાદ માર્કેટયાર્ડ તથા વેપારી મંડળ દ્વારા તા.૬-૩-૨૦૧૯ ને બુધવારના રોજ માર્કેટયાર્ડ હૉલમાં, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને શ્રધ્ધાંજલી આપવા માટે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન તથા ધારાસભ્ય ઋષીભાઈ પટેલ, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી, કે.કે. ચૌધરી, પી.સી.પટેલ, ચંદુભાઈ પટેલ સહીત ગંજબજારના મોટાભાગના વેપારીઓએ શોકસભામાં હાજરી આપી હતી. આ શોકસભામાં સ્વ.પ્રહેલાદભાઈ ગોસાના પુત્ર સંજયભાઈ પટેલ, રસીકભાઈ પટેલ તથા પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. શોકસભામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પ્રહેલાદભાઈ ગોસા સમાજના વિકાસ માટે સદાય જાગૃત રહેતા હતા. તેમનુ સ્વપ્ન અને અધુરા કાર્યો તેમના પુત્ર સંજયભાઈ પટેલ પુરા કરે, જેમના આકસ્મીક અવસાનથી પરિવાર ઉપર આવી પડેલી આપત્તી સહન કરવાની ભગવાન શક્તી આપે. નોંધપાત્ર બાબત છેકે, પ્રહેલાદભાઈ ગોસાને સ્ટર્લીંગમાં દાખલ કરાયા હતા ત્યારે ધારાસભ્ય હોસ્પિટલ પહોચી તેમની મુલાકાત લીધી હતી. શનિવારની રાત્રે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં અવસાન થતા ધારાસભ્ય હોસ્પિટલ પહોચી બનતી મદદ કરી હતી.

Leave a Reply

Top