You are here
Home > News > સત્તા પાછી નહિ આવે તેવું દેખાયા બાદ વિરોધપક્ષો વિરોધની ગરીમા ચુક્યા!

સત્તા પાછી નહિ આવે તેવું દેખાયા બાદ વિરોધપક્ષો વિરોધની ગરીમા ચુક્યા!

સત્તા પાછી નહિ આવે તેવું દેખાયા બાદ   વિરોધપક્ષો વિરોધની ગરીમા ચુક્યા!
લોકશાહીમાં વિરોધ પક્ષ એ અતિ મહત્વનું અંગ છે. વિરોધપક્ષ જેટલો મજબૂત હોય તેટલું સુશાસન ચાલે છે. પ્રવર્તમાન સંજોગોમાં વિરોધપક્ષો તેમની ગરીમા ચુકી રહ્યા છે. શાસક પક્ષ જે કાર્ય કરે તેમાં જો કાંઈ ખોટુ હોય તે બતાવવાનું, બહાર લાવવાનું કામ વિરોધ પક્ષનું છે. પ્રવર્તમાન સંજોગોમાં શાસક પક્ષ જે કહે, જે કરે, તેનો સાચો ખોટો વિરોધ કરવાનું કામ વિરોધપક્ષોએ પકડ્યું છે. જે ખરેખર સિધ્ધાંત વિરુધ્ધ ને શરમજનક છે. વિરોધપક્ષ ક્યાંક ગરીમા ચુકે છે. તે જોઈએ તો અગાઉ સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તે ખોટી છે. તેવી વિરોધ પક્ષોએ બુમાબુમ કરી હતી. પાછળથી સરકારે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા આપ્યા ત્યારે વિરોધ પક્ષો ચુપ થઈ ગયા હતા. પુલવામા આતંકવાદીઓએ સૈનિકોની ગાડી ઉપર આત્મઘાતી હુમલો કરી ૪૦ જવાનોને શહીદ બનાવ્યા ત્યારે વિરોધપક્ષો બદલો તાત્કાલિક લેવો જોઈએ તેવી બુમાબુમ મચાવી હતી. જ્યારે હવાઈદળે આંતકવાદીઓના ઠેકાણા ઉપર હુમલો કર્યો ત્યારે વિરોધપક્ષોએ વિરોધ ચાલુ કર્યો કે હવાઈદળે આતંકવાદીઓના અડ્ડા ઉપર નહિ પણ પાકિસ્તાનના પીઓકેના જંગલમાં બોમ્બમારો કરી પ્રજાને મૂર્ખ બનાવી છે. ચીદ્‌મબરે જણાવ્યું કે કેન્દ્ર સરકારની ફરજ છે તે વિશ્વને વિશ્વાસ અપાવે એર સ્ટ્રાઈક કરી છે. વિશ્વને વિશ્વાસ શા માટે? તેના પૂરતા પૂરાવા આપવા જોઈએ શા માટે? દીલ્હીના સી.એમ.કેજરીવાલે ચુંટણી લાભ લેવા માટે અમીત શાહ અને ભાજપ સૌને ખોટુ બતાવી રહ્યા છે. નવજોત સિધ્ધુ ૩૦૦ થી વધારે આતંકીઓ માર્યા ગયા છે તે માટે શંકા રાખી ગમે તેવા નિવેદનો આપે છે. ભાજપ સરકારના વિરોધ પક્ષો એ ભૂલી ગયા છેકે તે સરકારનો વિરોધ કરતા નથી, જીવના જોખમે માયનસ ડીગ્રી ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનોનો વિરોધ કરી રહ્યા છે. જવાનોનો વિરોધ પણ એવા લોકો કરી રહ્યા છેકે જે જવાન બનવા માટેની લાયકાત નથી. જે કોઈ જગ્યાએ નથી ચાલ્યા ત્યારે રાજકારણમાં કેટલાક આવીને ચાલ્યા છે. તેવા લોકો ઉચ્ચ અભ્યાસ કરી ભારે મહેનત બાદ મીલેટ્રીમાં ગયેલા જવાનોનો વિરોધ કરે છે. વિરોધ પક્ષો એ કેમ સ્વીકારતા નથી કે ભારતના હવાઈ દળે પાકિસ્તાનની હદમાં ૬૦ કિલોમીટર સુધી ઘૂસી બોમ્બવર્ષા કરી સહી સલામત પાછા આવ્યા તે એજ સિદ્ધિ છે. પાકિસ્તાનની હદમાં જઈ જો હવાઈ દળે તારાજી ન કરી હોત તો પાકિસ્તાન ઘૂંટણીએ ન પડ્યું હોત. આ એજ એક સિદ્ધિ છે. કોંગ્રેસી અગ્રણી બી.કે.હરિપ્રસાદ જણાવે છેકે પુલવામાનો હુમલો તે નરેન્દ્રભાઈ મોદી અને ઈમરાનખાનનુ સેટીંગ હતુ. હરિપ્રસાદ ઈમરાન પાસેથી વાત જાણી લાવ્યા તેજ તેમનુ સેટીંગ સાબીત કરે છે. આ કેટલી હદનો નીચો વિચાર છે? નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદીઓ સાથે સબંધ છે તેવુ કહેતા વિરોધપક્ષો કશું વિચારતા નથી. આતંકવાદીઓ સાથે કોને સંબંધ છે તેનો પુરાવો છે કેન્દ્ર શાસિત કોંગ્રેસ સરકાર વખતે પાકિસ્તાન લશ્કર દ્વારા સીમાનું ઉલ્લંઘન કરી ફાયરીંગ કરવાના કેસો ઓછા બનતા હતા. ભાજપ સરકાર આવ્યા પછી પાકિસ્તાનના લશ્કર દ્વારા સરહદ ઉપર રોજેરોજ હુમલા થયા છે આતંકવાદી પ્રવૃત્તિ વધી છે તો પાકિસ્તાન સાથે કોને મીઠો સંબંધ છે? કેન્દ્ર સરકારે જો પુલવામા હુમલાનો બદલો ન લીધો હોત તો પણ વિરોધપક્ષોના હોબાળા અને બદલો લે તો પણ હોબાળા. વિરોધ પક્ષોને તો કેન્દ્ર સરકાર રાત કહે તો દિવસ કહેવાનો અને દિવસ કહે તો રાત કહેવાનુ. આજ એમનો વિરોધનો સિદ્ધાંત થઈ ગયો છે. ભાજપ વિધાનસભાની ચુંટણીઓમાં ચાર રાજ્યોમાં હાર્યા બાદ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને આશા બંધાઈ હતી કે હવે આપણા સારા દિવસો આવશે આતંકવાદીઓના પુલવામાના હુમલા બાદ કેન્દ્ર સરકારે જે પગલાં લીધા સમગ્ર દેશમાં મોદી મોદીના નારા લાગતા વિરોધ પક્ષોને સારા દિવસની આશા જતી રહેતા ખોટેખોટા વિરોધ ચાલુ કર્યા કે કેટલાક આતંકવાદીઓ માર્યા તેના આંકડા આપો. હવાઈદળ બોમ્બમારો કરી ગણવા બેસે કે કેટલાક આતંકવાદીઓ માર્યા? પાકિસ્તાનમાં ભારતના હવાઈદળે એરસ્ટ્રાઈક કરી છે તેના પુરાવા છે? પાકિસ્તાન લોકસભામાં ચાલતી કાર્યવાહી જે ટીવીના માધ્યમથી દર્શાવવામાં આવી છે. પાકિસ્તાન લોકસભાના સભ્યો જો પી.એમ.ઈમરાનખાનને શેમ શેમ કરી અપમાનિત કરતા હોય તેના કરતાં વધારે કયા પુરાવા જોઈએ છે? સાચો વીર એને કહેવાય કે જે દુશ્મનના ઘા ને પણ વખાણે. વિરોધપક્ષમાં બેઠેલા સાચા રાજકારણીઓ એને જ કહેવાય કે જે શાસક પક્ષની કરેલી કાર્યવાહીને વખાણી શકે.

Leave a Reply

Top