You are here
Home > News > સુર્ય શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગથી અનેક લાભ થાય છે સુર્ય ઉર્જા કુદરતની અણમોલ ભેટ-અપૂર્વ બ્રહ્મભટ્ટ

સુર્ય શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગથી અનેક લાભ થાય છે સુર્ય ઉર્જા કુદરતની અણમોલ ભેટ-અપૂર્વ બ્રહ્મભટ્ટ

સુર્ય શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગથી અનેક લાભ થાય છે
સુર્ય ઉર્જા કુદરતની અણમોલ ભેટ-અપૂર્વ બ્રહ્મભટ્ટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિજળીનુ કોલસાથી, પાણીથી કે અન્ય રીતે ઉત્પાદન ખૂબજ ખર્ચાળ તેમજ પર્યાવરણ માટે નુકશાનકારક સાબીત થઈ રહ્યુ છે. ત્યારે સુર્ય ઉર્જા આધારે વિજ ઉત્પાદન માટે સમગ્ર વિશ્વ જાગૃત બન્યુ છે. એનર્જી મેનેજમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જની બેંગ્લોરથી માસ્ટર ડીગ્રી કરતા વિસનગર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજના અપૂર્વ અતુલભાઈ બ્રહ્મભટ્ટે સુર્ય ઉર્જા કુદરતની અણમોલ ભેટ તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવા જણાવ્યુ છે.
સુર્ય શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગથી નવી ક્રાન્તી સર્જી રહેલ છે. સુર્ય ઉર્જા એ કુદરતની અણમોલ ભેટ છે. તેનો સમજપૂર્વકનો ઉપયોગ કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં, સ્વાસ્થ્ય માટે તેમજ આર્થિક રીતે અનેક ફાયદા કરાવે છે. સુર્ય શક્તિનો લાભ લેવો હોય તો તેની જાણકારી હોવી જરૂરી છે. સુર્ય ઉર્જાથી વિજળી ઉત્પાદન કરવામાં આવે તો તેનાથી દેશને, સરકારને, ઋતુચક્રને, પર્યાવરણને, માનવ જીવનને અનેક ફાયદા થાય છે. સુર્ય ઉર્જા માટે અન્ય દેશો નવા સંશોધનો કરી આ દિશા તરફ ખૂબજ આગળ વધી ગયા છે. જ્યારે ભારતમાં આ દિશા તરફ હવે દોડ શરૂ થઈ છે.
કોલસા, પાણી કે પરમાણુ આધારીત વિજ ઉત્પાદન કરવામાં સતત ખર્ચ કરવો પડે છે. જ્યારે સુર્યશક્તિથી વિજ ઉત્પાદન કરવા ફક્ત એકજ વખત ખર્ચ કરવો પડતો હોવાથી, ત્યારબાદ સતત વિજ ઉત્પાદન થતુ હોવાથી, આ રીતે વિજ ઉત્પાદન મેળવવામાં ભારત સરકાર, ગુજરાત સરકાર, આંતર રાષ્ટ્રીય બોર્ડ મોટા પ્રમાણમાં ફંડ ફાળવી સબસીડી આપી સુર્ય આધારીત વિજળી ઉત્પાદનની યોજનાને વેગવંતી બનાવી રહ્યા છે. સોલાર પેનલનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે સરકાર દ્વારા વખતોવખત જાહેરાતો પણ કરવામાં આવે છે.
સબસીડીવાળી સોલાર પેનલ યોજનાની પૂરતી માહિતી તથા તેની જાહેરાતોનો ખ્યાલ લોકોને ઓછો હોય તે બનવા જોગ છે. જેની માહિતી તથા લાભ માટે અપૂર્વ બ્રહ્મભટ્ટ તથા ધવલ પટેલનો સંપર્ક કરી શકાય. વિસનગરના વતની અપૂર્વ અતુલકુમાર બ્રહ્મભટ્ટ એનર્જી મેનેજમેન્ટ ક્લાઈમેટ ચેન્જ વિષયમાં બેંગ્લોરથી માસ્ટર ડીગ્રી કરી હજુ પણ આ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે સીવીલ એન્જીનીયર ધવલ પટેલ પણ સોલાર એનર્જી દિશામાં કામ કરી રહ્યા છે. બન્ને યુવાનો વિજ કંપનીના રજીસ્ટર કોન્ટ્રાક્ટર છે. જેઓ વિજ કંપની સાથે બહોળો અનુભવ ધરાવતા લક્ષ્મી ઈલેક્ટ્રીક તથા સરકાર વચ્ચે તાલમેલનો સેતુ સંભાળી રહ્યા છે. આ યુવાનો યોગ્ય માન્યતા વાળી ફોટોનીક્સ વોટર ટેંક પ્રા.લી. તથા જુદા જુદા વિસ્તારમાં માન્ય થયેલ સોલાર એનર્જી બાબતે કામ કરતી કંપનીનો સંપર્ક કરી આપણા વિસ્તારના લોકો તેનો મહત્તમ લાભ લે, સરકારી સોલાર એનર્જીને લગતી વિવિધ સ્કીમનો લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે વિનામુલ્યે માર્ગદર્શન આપી રહ્યા છે. અપૂર્વ બ્રહ્મભટ્ટ તથા ધવલ પટેલ સોલાર એનર્જીના ઉપયોગ, તેના ફાયદા સમજાવી, પર્યાવરણ જાગૃતિ ઉપરાંત લોકોને આર્થિક ફાયદો કરાવી સમાજ સેવાની મહત્વની કામગીરી કરી રહ્યા છે.
ઔદ્યોગીક વસાહત, ઈન્ડસ્ટ્રીઝ, સેવા ઉપયોગી ટ્રસ્ટો, મંદિરો, યાત્રાધામ, રહેણાંક મકાનો, સ્કુલો, પશુ પક્ષીઓના માવજત માટેના ટ્રસ્ટો, વિગેરે ક્ષેત્રમાં જુદી જુદી ટકાવારી પ્રમાણે સરકારે જાહેર કરેલ સબસીડીનુ માર્ગદર્શન તથા સંપર્ક વિનામુલ્યે કરી આપે છે. આ યોજનામાં બેન્ક લોન, પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીની લોન, સોલાર એનર્જી માટે ભાગીદારોમાં, માલિકીની જગ્યામાં કેવી રીતે લાભ મેળવી શકાય વિગેરે જાણકારી આ યુવાનો દ્વારા વિનામુલ્યે આપવામાં આવે છે. સોલાર એનર્જી યોજનાનો લાભ લેવા, તેની માહિતી મેળવવા અપૂર્વ અતુલકુમાર બ્રહ્મભટ્ટનો મો.નં.૯૪૨૭૫૨૬ ૧૨૧ તથા ધવલ જીતેન્દ્રકુમાર પટેલનો મો.નં. ૯૯૭૪૨ ૪૨૨૨૨ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top