You are here
Home > News > જીલ્લા સંકલનમાં પાલિકાનો ઉધડો લીધો ગટર યોજના કેમ હેન્ડ ઓવર કરાતી નથી-કલેક્ટર

જીલ્લા સંકલનમાં પાલિકાનો ઉધડો લીધો ગટર યોજના કેમ હેન્ડ ઓવર કરાતી નથી-કલેક્ટર

જીલ્લા સંકલનમાં પાલિકાનો ઉધડો લીધો ગટર યોજના કેમ હેન્ડ ઓવર કરાતી નથી-કલેક્ટર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ૨૩ કરોડની ભૂગર્ભ ગટર યોજના એ બીજા ઉપર આક્ષેપો અને શંકાઓના કારણે ધુળ ખાઈ રહી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ જીલ્લા સંકલનમાં વિસનગરની ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ચમક્યો હતો. જેમાં કલેક્ટરે ગટર યોજના કેમ હેન્ડ ઓવર કરાતી નથી તેવો મુદ્દાનો પ્રશ્ન કરી પાલિકાનો ઉધડો લીધો હોવાનું જાણવા મળ્યુ છે. ધારાસભ્ય પણ જાણે છે કે ગટર યોજના હેન્ડ ઓવર કરવામાં ન આવે ત્યા સુધી કોન્ટ્રાક્ટર કનેક્શન આપવાના નથી. છતા જોડાણ કરવામાં આવ્યુ નથી તેવી રજુઆત સંકલનમાં કરતા આ બાબત ભારે આશ્ચર્યજનક કહી શકાય કદાચ લોકોની રજુઆતોનું માન રાખવા ધારાસભ્ય જાણતા હોવા છતા અજાણ બનવા મજબુર બનવુ પડ્યુ હશે.
જીલ્લાના સમાહર્તા એચ.એન. પટેલની અધ્યક્ષતામા કલેક્ટર કચેરી ખાતે જીલ્લા સંકલન મળી હતી. જેમા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કાંસા એન.એ.ગ્રામ પંચાયત તેમજ શેરડીનગર સોસાયટી દ્વારા રજુઆત મળી છે કે શેરડીનગર સોસાયટીમાં નાખવામાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈનનું જોડાણ સોસાયટી આગળથી પસાર થતી મુખ્ય લાઈન સાથે જોડાણ થયેલ નથી. જોડાણ નહી કરવાના કારણે પાણી ભરાતા ગટરનું પાણી બેક મારતુ હોવાથી ગટરો ઉભરાય છે. ગંદકીના કારણે જાહેર આરોગ્ય લગતી સમસ્યાઓ ઉભી થવા પામેલ છે.
જાણવા મળ્યા પ્રમાણે વિસનગરની ભૂગર્ભ ગટર યોજનાનો પ્રશ્ન ચર્ચાતાજ કલેક્ટરે સંકલનમાં હાજર પાલિકાના જવાબદાર વ્યક્તિનો ઉધડો લીધો લઈ જણાવ્યુ હતુ કે વિસનગરની ભૂગર્ભ ગટર કેમ હેન્ડ ઓવર કરવામાં આવતી નથી. હેન્ડ ઓવર નહી કરવા પાછળનું કારણ શું? ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર નહી થાય ત્યા સુધી કોન્ટ્રાક્ટર ગટર લાઈન ચાલુ કઈ રીતે કરી શકે, પાલિકા ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર કરશે પછીજ કોન્ટ્રાક્ટર મેઈન્ટેનન્સ શરૂ કરશે. વિસનગરની ભૂગર્ભ ગટર સંદર્ભે કલેક્ટરનો મીજાજ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. વિસનગરની ભૂગર્ભ ગટર એક જવાબદાર વ્યક્તિ હોદ્દેદાર કે અધિકારીના અભાવે ધુળ ખાઈ રહી છે. ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર કરવાનો જ્યારે પણ પ્રશ્ન આવે છે ત્યારે મોટા પૈસા ખવાયા તેવા આક્ષેપો થતા પાલિકામાં ઠરાવ થતો નથી. હેન્ડ ઓવર કરવા જે પણ પ્રયત્ન કરે છે તે રૂા.૨૫ થી ૩૦ લાખની આશા રાખે છે. આવા કારણોને લઈને પાલિકા સભ્યો એક બીજા ઉપર વિશ્વાસ રાખતા નથી. અને ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર કરવાના ઠરાવને મંજુરી આપતા નથી. ત્યારે કલેક્ટર એચ.એન.પટેલ સાહેબ ગટર લાઈન હેન્ડ ઓવર કરવામાં રસ દાખવે તો સભ્યો વિશ્વાસ રાખી ઠરાવને મંજુરી આપે તેમ છે.
વિસનગર પાલિકાના ગઠબંધનના શાસનમાં ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર કરવાનો ઠરાવ મંજુર થતો નથી. સભ્યોની ખેચા ખેચી અને એક બીજા ઉપરના અવિશ્વાસના કારણે ભૂગર્ભ ગટર યોજના હેન્ડ ઓવર કરવાનો પ્રશ્ન થતો નથી ત્યારે પાલિકા સભ્યો વચ્ચેની મેલી રમતોના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. સોસાયટી વિસ્તારમા ભૂગર્ભ ગટર લાઈન નંખાતા ઘણા લોકોએ કનેક્શન જોડી દીધા છે. પરંતુ મુખ્ય લાઈનો સાથે કનેક્શન જોડ્યા નહી હોવાથી લાઈનો ભરાઈ ગઈ છે. ગટરના પાણી બેક મારે છે. કલેક્ટર એચ.એન.પટેલ જેવા અધિકારી રસ દાખવે તો ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર થાય તેમ છે.

Leave a Reply

Top