You are here
Home > News > અઢીસો વર્ષથી ચાલતી પરંપરા પ્રમાણે ધુળેટીના દિવસે વિસનગરમાં DJ ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ

અઢીસો વર્ષથી ચાલતી પરંપરા પ્રમાણે ધુળેટીના દિવસે વિસનગરમાં DJ ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ

અઢીસો વર્ષથી ચાલતી પરંપરા પ્રમાણે ધુળેટીના દિવસે
વિસનગરમાં DJ ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધુળેટીના દિવસે ખાસડા યુધ્ધએ વિસનગરની આગવી ઓળખ છે. ખાસડાની જગ્યાએ હવે રીંગણા, ડેટા અને ટામેટાએ લીધી છે. પરંતુ અઢીસો વર્ષથી ચાલતી આવતી પરંપરાગત રમત હજુયે યુવાનોએ જાળવી રાખી છે. આ વર્ષે તો ધુળેટીના દિવસે ડી.જે.ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ હતુ. યુધ્ધનો ઢોલ વાગે અને યુધ્ધ કરવા માટે જે તાન ચઢે તેવુ ડીજેના તાલે યુવાનને ખાસડા યુધ્ધ માટે તાન ચડયુ હતુ. ખાસડા યુધ્ધ બાદ ચોક્સી બજારમાં મટકી ફોડવામાં આવી હતી.
હોળી-ધુળેટીના તહેવારમા નાના શહેરો અને ગામડાઓમાં પરંપરાગત વિવિધ રમતો રમાય છે ખેલ ખેલાય છે.વિસનગરમાં ધુળેટીના પર્વે આવી વર્ષોની પરંપરા પ્રમાણે ખાસડા યુધ્ધ ખેલાયુ હતુ. ધુળેટીના દિવસે સવારથી જ એક ટાવરથી ચોક્સી બજાર સુધી યુવાનોના ટોળા બે ભાગમાં વહેચાઈ ગયા હતા. આ બન્ને ટીમના યુવાનોએ સામ સામે ખાસડાની જગ્યાએ રીંગણા, ડેટા અને ટામેટાથી મારો કર્યો હતો. આ વર્ષે ખાસડા યુધ્ધમા વિશેષતા એ હતી કે ડી.જે.ની વ્યવસ્થા કરવામા આવી હતી અને ડી.જેના તાલે યુવાનોએ ખાસડા યુધ્ધ ખેલ્યુ હતુ. અગાઉ જયારે યુધ્ધ થતા હતા ત્યારે સૈનિકોમાં જુસ્સો વધારવા, તાન ચઢાવવા ઢોલ-નગારા વગાડવામા આવતા હતા. આવી જ રીતે ખાસડા યુધ્ધમા ડીજેના તાલે યુવાનો તાનમાં આવી ખાસડા યુધ્ધ ખેલ્યુ હતુ. ખાસડા યુધ્ધમા રમવું. ખાસડા યુધ્ધ ખેલવુ તેની સાથે ખાસડા યુધ્ધ જોવુ એ પણ એક લ્હાવો છે. અનોખુ ખાસડા યુધ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો બન્ને સાઈડે ગોઠવાઈ ગયા હતા. ખાસડા યુધ્ધ જોનારાઓને પણ માર સહન કરવો પડયો હતો. કારણ કે યુધ્ધમાં આવતુ તીર કે ગોળી કોને વાગે તે નક્કી નથી હોતુ તેમ ખાસડા યુધ્ધમાં નાખવામા અને ફગાવવામાં આવતુ રીંગણ કે ડેટુ  કંઈ બાજુ ફંટાય તે નક્કી નથી હોતુ. ખાસડા યુધ્ધ જોનારાઓને પણ માર સહન કરવો પડયો હતો. ખાસડા યુધ્ધમાં જેને વાગે તેનુ વર્ષ સારુ જાય છે તેવી માન્યતા પ્રવર્તતી હોવાથી યુધ્ધ ખેલનાર યુવાનોએ સામે ચાલીને ઘા ઝીલવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસડા યુધ્ધમાઆ વિસ્તારમાં રીંગણા, ડેટા અને ટામેટાનો વરસાદ થયો હતો. જેમા ડીજે એ યુધ્ધના ખેલૈયાઓનો ઉન્માદ અને ઉત્સાહ બમણો કરી દીધો હતો.ખાસડા યુધ્ધ બાદ ચોક્સી બજારમાં મટકીફોડ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
વિસનગરના આ અનોખા ખાસડા યુધ્ધને લઈને વિવિધ લોક વાયકાઓ ચાલતી આવી છે. આ અનોખા ખાસડા યુધ્ધ બાબતે એમ.એન.કોલેજના ઈતિહાસ વિભાગના પુર્વ હેડ ડૉ.ઈશ્વરલાલ ઓઝા સાથે થયેલી વાતચીત પ્રમાણે આ અનોખી પરંપરા બાબતે કોઈ લેખીત આધાર પુરાવા મળતા નથી. વિસનગરી આ પરંપરાનો ઈતિહાસમા કયાંય ઉલ્લેખ નથી. પણ વર્ષોથી પંરપરાગત મુજબ આ અનોખુ યુધ્ધ રમાય છે જે વિસનગરની ઓળખ છે. વિસનગરમાં ૧૭૬૧મા મરાઠાઓનું શાસન આવ્યુ ત્યારથી મરાઠાઓના ઉત્સવ અને રમતોની ઝાંખી આ વિસ્તારમાં જોવા મળી. ખાસડા યુધ્ધની શરૂઆત કયારથી થઈ તેનો કોઈ રેફરન્સ મળતો નથી. પરંતુ મરાઠાઓના શાસન વખતથી ચાલતી આવતી આ રમત છે. જે પ્રમાણે રપ૦ વર્ષ કરતા પણ જુનુ આ ખાસડા યુધ્ધ રમાય છે. જેના ખાસડુ વાગે તેનુ વર્ષ સારૂ જાય. ખાસડુ વાગે તેનુ પાપ નષ્ટ થાય, ખાસડા યુધ્ધ રમવાથી વિસનગરનુ વર્ષ સારુ જાય. શહેરમાંથી દુષણો દુર થાય તેવી વિવિધ માન્યતાઓ, લોકવાયકાઓ અને પ્રણાલી પ્રમાણે આ ખાસડા યુધ્ધ રમાતુ આવે છે.

Leave a Reply

Top