You are here
Home > News > જેતલવાસણા પંચાયતના સભ્ય ત્રીજા બાળકના મુદ્દે ગેરલાયક ઠર્યા

જેતલવાસણા પંચાયતના સભ્ય ત્રીજા બાળકના મુદ્દે ગેરલાયક ઠર્યા

જેતલવાસણા પંચાયતના સભ્ય ત્રીજા બાળકના મુદ્દે ગેરલાયક ઠર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના જેતલવાસણા ગ્રામ પંચાયતના વોર્ડનં ૭ના સભ્યએ પોતાને ત્રણ સંતાનો હોવા છતા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ખોટુ સોગંદનામુ કરી ચુટાયા હોવાની ગામના જાગૃત નાગરિકે વિસનગર તાલુકા પંચાયતમાં લેખિત ફરીયાદ કરી હતી. જેમા તપાસ બાદ તાલુકા પંચાયતના તત્કાલિન ટી.ડી.ઓ વિજયભાઈ ચૌધરીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ-૩૦ (૧) (ત)મુજબ પંચાયતના સભ્યને ત્રણ બાળકોના મુદ્દે ગેરલાયક ઠેરવતા ગામમાં રાજકારણ ગરમાયુ છે.
વર્ષ-ર૦૧૭માં ગ્રામ પંચાયતોની યોજાયેલ ચુંટણીઓમાં વિસનગર તાલુકાની જેતલવાસણા ગ્રામ પંચાયતના વોર્ડનં-૭ના સભ્યપદ માટેના ગામના ઠાકોર ચંદનજી અજુજીએ ઉમેદવારી નોધાવી હતી. આ સમયે ચંદનજી ઠાકોરને વારસામાં ત્રણ સંતાનો હોવા છતા તેમને તા. રર-૩-ર૦૧૭ના રોજ પોતાને બે સંતાનો હોવાનું ખોટુ સોગંદનામુ રજુ કર્યુ હતુ. અને પંચાયતના સભ્યપદે ચુંટાયા હતા. આ બાબત ગામના જાગૃત નાગરિક બી.પી.રાજપુતના ધ્યાને આવતા તેમને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦(૧) (ત) મુજબ આ પંચાયત સભ્યને હોદ્દા ઉપરથી ગેરલાયક ઠેરવવા ત્રણેય બાળકોમાં આધાર-પુરાવા સાથે વિસનગર તાલુકા પંચાયતમાં લેખિત ફરીયાદ કરી હતી. જેની તપાસ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને સોંપવામા આવી હતી. જેમા તપાસ દરમિયાન પંચાયત સભ્ય ચંદનજી ઠાકોરે ચુંટણીમાં ખોટુ સોંગદનામુ રજુ કરી ચુંટણીમાં ઉમેદવારી કરી હોવાનું બહાર આવતા તેમને પુરાવા સાથેનો રિપોર્ટ વિસનગર તાલુકા પંચાયત તત્કાલિન ટી.ડી.ઓ વિજયભાઈ ચૌધરીને સોંપ્યો હતો. જેના આધારે તત્કાલીન ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦ (૧) (ત) મુજબ ગ્રામ પંચાયતનો કોઈ સભ્ય બે કરતા વધુ બાળકો ધરાવતો હોય તો તેને હોદ્દા ઉપરથી ગેરલાયક ઠેરવી શકાય તેવો ઉલ્લેખ કરી જેતલવાસણા પંચાયતના સભ્ય ચંદનજી અજુજી ઠાકોરને ત્રીજા બાળકના મુદ્દે ગ્રામ પંચાયતના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Top