You are here
Home > News > ઈજાગ્રસ્ત જવાનનું વિસનગર અને દગાવાડિયામાં બહુમાન કરાયુ

ઈજાગ્રસ્ત જવાનનું વિસનગર અને દગાવાડિયામાં બહુમાન કરાયુ

ભારત-પાકિસ્તાન સરહદ ઉપર સામસામે થયેલ ગોળીબારમાં

ઈજાગ્રસ્ત જવાનનું વિસનગર અને દગાવાડિયામાં બહુમાન કરાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણા દેશના ૪ર વીર જવાનો શહીદ થતા ભારત-પાકિસ્તાન સરદહ ઉપર તણાવભરી પરિસ્થિતિ છે. ત્યારે ભારતના જાંબાજ જવાનો પોતાની પરવા કર્યા વગર પાકિસ્તાનની સીમામાં ઘુસી પાકિસ્તાનના સૈન્યને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જેમા ર૬-રના રોજ થયેલ એર સ્ટ્રાઈકમા પાકિસ્તાનના સૈન્ય દ્વારા કરાયેલ એન્ટીમીસાઈલના હુમલામા વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના વતની અને વિસનગરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા એક જાંબાજા જવાનને ઈજા થતા તેઓ સારવાર લઈ ઘરે આવ્યા હતા. જયાં ગત રવિવારે દગાવાડિયા અને વિસનગરના નિવાસસ્થાને આ જાંબાજ જવાનનું ઢોલ નગારા સાથે સ્વાગત કરી ફુલહાર અને શાલ ઓઢાડી ભવ્ય બહુમાન કરવામા આવ્યુ હતુ અને ભગવાન આવા જવાનોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામા આવી હતી.
વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના વતની અને વિસનગરના કડા રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ સોમાભાઈ ઘેમરભાઈ ચૌધરી છેલ્લા ૧૭ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. જેમા આ જવાન જમ્મુ-કાશ્મીરના સુંદરમની કેર સેકટર ઉપર ફરજ બજાવતા હતા તે દરમિયાન પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ દેશના ૪ર વીર જવાનોનો બદલો લેવા માટે ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાની સીમામાં ઘુસી આતંકવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલો કરી આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામા આવ્યો હતો. ભારતીય સૈન્યના હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ ઉપર યુધ્ધનો માહોલ સર્જાયો હતો. અને ભારત-પાકિસ્તાનના સૈન્ય દ્વારા રોજે રોજ સામ સામે ગોળીબાર અને તોપમાર થતા હતા. જેમાં ભારત-પાકિસ્તાન સરહદ ઉપર થયેલ સામસામે ગોળીબારમાં પાકિસ્તાને રીમોટ કંન્ટ્રોલવાળી એન્ટી મિસાઈલથી હુમલો કરતા તેનો લોખંડના ટુકડા સરદહ ઉપર ફરજ બજાવતા અશોકભાઈ ચૌધરીને વાગતા તેમની જમણી આંખ, કાન, અને છાતીના ભાગે ઈજાઓ થઈ હતી. પાકિસ્તાનના આ હુમલામા ઈજા પામેલ અશોકભાઈ ચૌધરીને તાત્કાલિક જમ્મુની મીલેટ્રી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દિલ્હી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં હોસ્પિટલમા અશોકભાઈની આંખનું ઓપરેશન કરી રજા આપવામા આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ માદરે વતન દગાવાડીયા અને વિસનગર નિવાસસ્થાને આવેલા અશોકભાઈ ચૌધરીનું ગ્રામજનો અને સોસાયટીના રહીશો દ્વારા ઢોલનગારા સાથે સ્વાગત કરી સુતરની આંટી, ફુલહાર અને શાલ ઓઢાડી ભવ્ય બહુમાન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વિસનગરની ગોકુલધામ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ દરજી, ઉપપ્રમુખ નિલેશભાઈ ભાવસાર, સલાહકાર ગૌતમભાઈ ભાવસાર, જયેશભાઈ પટેલ, દશરથસિંહ રાજપુત, ફોટોગ્રાફર હિતેશભાઈ મોદી સહિત સોસાયટીના રહીશો સોસાયટીમા આવા જાંબાજ સૈનિક રહેતા હોવાનું ગૌરવ અનુભવી રહ્યા હતા.

Leave a Reply

Top