You are here
Home > News > કાયદાના ઘડવૈયા કાયદો તોડી કાયદા બનાવવા નીકળ્યા છે મતદારો-કાર્યકરો વિમાસણમાં

કાયદાના ઘડવૈયા કાયદો તોડી કાયદા બનાવવા નીકળ્યા છે મતદારો-કાર્યકરો વિમાસણમાં

કાયદાના ઘડવૈયા કાયદો તોડી કાયદા બનાવવા નીકળ્યા છે
મતદારો-કાર્યકરો વિમાસણમાં
દેશના વહીવટી તંત્રે જે કાયદા બનાવ્યા છે તે કાયદા તોડી કાયદાની રખેવાળી કરવા નીકળનાર કેટલી હદે સફળ રહેશે તે પ્રશ્ન છે. દેશના વહીવટી તંત્રે એક વયમર્યાદા નક્કી કરી છે. આ વયમર્યાદા કર્મચારીની જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ક્ષીણ થતી શક્તિઓ આધારિત છે. પહેલાના સમયમાં રીટાયર્ડમેન્ટની મુદત બાવન વર્ષની હતી. મૃત્યુ દરનો રેસીયો નીચે આવતા નોકરીની વયમર્યાદા છપ્પન વર્ષની કરવામાં આવી હતી. આરોગ્યની સગવડો વધતા ખોરાક પાણી સારૂ મળતા મૃત્યુદરનો રેસીયો નીચે જતા રીટાયર્ડમેન્ટના વર્ષ અઠ્ઠાવન કરવામાં આવ્યા છે. સરકાર સ્પષ્ટપણે માને છેકે અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં કર્મચારીની શારીરિક શક્તિ, મગજશક્તિ, શ્રવણશક્તિ, વિચારશક્તિ, દ્રષ્ટિશક્તિ, ઘટતી હોવાથી આ વર્ષો પછી કર્મચારી કામ નહીં કરી એટલે તેને રીટાયર્ડ કરવો જોઈએ. કોઈ કોઈ કર્મચારીઓનું આરોગ્ય સારૂ હોય તો સરકાર લોન સર્વીસ ઉપર નીમણુંકો આપે છે. પણ પાંસઠ વર્ષ કરતા ઉપરનાને કદી સર્વીસ ઉપર ચાલુ રાખવામાં આવતા નથી. એટલે સરકારની નોકરી કરવાની ડેટલાઈન પાંસઠ વર્ષ સુધીનીજ છે. દેશની સંસદ દેશના કાયદા બનાવનાર બોડી છે. આ બોડીમાં સરકાર જેને કામના નથી તેવુ ગણનાર લોકો લોકસભા લડી સંસદમાં જવાનું વિચારે છે. રાજકીય પક્ષો સરકારના નિયમ મુજબ કામના નથી તેવા સાબિત થયેલ લોકોને ટિકીટ આપે, મતદારો આવા રાજકીય નિતી પ્રમાણે કામના નથી તેવા માણસોને ચુંટે તે આ કેવી લોકશાહી? મહેસાણા જીલ્લામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે આવી ભૂલ કરી છે. બંનેબાજુ યુવાન તરવરીયા ચુંટાઈ શકે તેવા કાર્યકરો હોવા છતાં સાત દસકા વટાવી ચુકેલા ઉમેદવારોની પસંદગી કરાય તે કેવુ. પક્ષના આવા નિર્ણયથી પક્ષની શિસ્તમાં રહેનાર કાર્યકરો મોંએથી કશુ બોલતા નથી પણ તેમના મન અંદરથી દુઃખ અનુભવે છે. આ કેવી પક્ષીય કાર્યવાહી કહેવાય? મતદારો રાજકીય પક્ષનો વહીવટ સારો જોઈ કોઈ પક્ષને ખોબે ખોબે મત આપે તેનુ અર્થઘટન પક્ષના વહીવટકર્તાઓ ખોટુ કરે છે. લોકો અમને જોઈને મત આપે છે તે પક્ષોની ભુલ છે. રાજકીય પક્ષો એ પક્ષના કાર્યકરો અને મતદારોનો વિશ્વાસભંગ કર્યો છે. વિશ્વાસભંગને બીજા અર્થમાં જોઈએ તો મતદારો અને પક્ષીય કાર્યકરોનો વિશ્વાસઘાત. ધાર્મિક ગ્રંથોમાં મોટામાં મોટુ પાપ વિશ્વાસઘાતને ગણવામાં આવ્યુ છે. રાજકીય પક્ષોએ મોટામાં મોટુ પાપ કર્યુ છે તે ચોક્કસ વાત છે. રાજકીય પક્ષો ઉમેદવારો ઠોકી બેસાડે જેનાથી મતદારો નારાજ થયા છે. જે પક્ષ પાસે વાઈટ કોલર વિચારશીલ મતદારો છે તે મતદારોમાં નિરાશા આવે તો આગઝરતી પિસ્તાલીસ ડીગ્રી ગરમીમાં મતદાન કરવા જાય નહી. જે પાર્ટી પાસે સહનશક્તિ વાળા ગ્રામ્ય વિસ્તારના મતદારો હોય તે પાર્ટીના મતદારો પિસ્તાલીસ ડીગ્રી ગરમીમાં પણ મતદાન કરે જેનું વિપરીત પરિણામ આવી શકે છે. મહેસાણા જીલ્લામાં બંને પક્ષોએ મનમાની કરી છે. તેથી મતદારોએ વિચારવાનું રહ્યું કે, દેશના ભાવિ કોનાથી ઉજ્જવળ થાય છે તેવા પક્ષને રેફરન્સ આપવો જોઈએ.

Leave a Reply

Top