You are here
Home > News > કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની ખેરાલુમાં જન આશિર્વાદ સંમેલનમાં લોકો ઉમટી પડયા

કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની ખેરાલુમાં જન આશિર્વાદ સંમેલનમાં લોકો ઉમટી પડયા

કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની
ખેરાલુમાં જન આશિર્વાદ સંમેલનમાં લોકો ઉમટી પડયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ ખાતે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરના જન આશિર્વાદ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે જિલ્લા કોંગ્રેસના નેતાઓ હાજર રહી ભાજપ સરકાર વિરધ્ધ આક્ષેપો કર્યા હતા.
જન આશિર્વાદ સભામાં વિસનગર કોંગ્રેસના અગ્રણી શામળભાઈ દેસાઈએ જણાવ્યુ કે ભાજપના કેન્દ્રમાં આવવાથી લોકોની તકલીફો વધી છે. જગદીશભાઈ ઠાકોરના નામની પાટણ સીટમાં આંધી ચાલે છે. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ચૌધરીએ જગદીશભાઈ ઠાકોર આવતા તમામ મહેમાનોનું કુમકુમ તિલક અને ફુલછડીથી બે બહેનો દ્વારા સ્વાગત કરાવ્યુ હતુ. હાજર તમામ મહાનુભાવો અભુતપુર્વ આયોજન જોઈ ખુશ થયા હતા. ખેરાલુ તાલુકાના પાન્છા ગામના દેસાઈ (રબારી) સમાજના ૧૦ ઉપરાંત યુવકો ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતોે જેમા સંજયભાઈ દેસાઈ (મંત્રી), ભરતભાઈ ચોહરભાઈ દેસાઈ, ચિરાગભાઈ દેસાઈ, આર્યન લાલાભાઈ દેસાઈ, સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.ખેરાલુ વિધાન સભાના ર૦૧૭ના કોંગ્રેસના ઉમેદવાર તથા જિલ્લા ક્ષત્રિય સેનાના પ્રમુખ રામાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ર૦૧૪માં ખોટા વાયદા, પ્રલોભનો આપી ભાજપે સત્તા મેળવી છે. દરેક કાર્યકરો પોતાને જગદીશ ઠાકોર સમજી બુથ લેવલે કામ કરવું પડશે. જે વ્યક્તિ ત્રણ ટર્મ ચુંટાયા પછી ખેરાલુ શહેરનો વિકાસ ન કરતો હોય તે લોકસભામાં ચુંટાઈ ૧૧ તાલુકાનો વિકાસ કેવી રીતે કરશે ? પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ર૦૦૯માં જગદીશભાઈને ચુંટીને મોકલ્યા હતા. લીલાધર વાઘેલાએ પોતાની ગ્રાન્ટો ર૦થી રપ % લઈને આપી છે. તેવો આક્ષેપ કર્યો હતો. કનોડીયાએ પણ આવી જ રીતે ગ્રાન્ટો વહેચી છે. પાટણના ગુલામભાઈ રાઉમા એ જણાવ્યુ હતુ કે આદેશની આઝાદી માટેનો જંગ છે. સંવિધાન આંધીમાં સપડાયુ છે. સંવિધાનના દુશ્મનોને ઓળખજો. પાંચ વર્ષમાં કોઈ કામ કર્યુ નથી. દેશના લોકો વચ્ચેનો ભાઈચારો ખતમ કર્યો છે.માઈનોરીટીને તમામ લોકો સાથે દિલના સંબધો છે. ખેડુતોને બરબાદ કરવાની કોઈ નિતી રિતી બાકી રાખી નથી. જમીન અધિગ્રહણનું બિલ ખતરનાક હતુ. જમીનો આપી અંબાણી-અદાણીનો વિકાસ કરવો છે. કોંગ્રેસ ખેડુતો ગરીબો, મજદુરોની સરકાર છે. દર વર્ષે કોંગ્રેસ ૭ર હજાર બહેનોને આપશે. ગુજરાત પ્રદેશના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે તમામ ધર્મના લોકોનો આ ઉત્સવ જેવુ ચુંટણીમા લાગે છે. લોહીના ટીંપા વગર યુધ્ધ થાય તે લોકશાહી કહેવાય. જગદીશભાઈ ઠાકોરે ગત લોકસભાની ચુંટણી ન લડી એટલે તેનો દાખલો આપતા જણાવ્યુ કે ‘શેર કે પાંવ મે કાંટા લગે ઉસકા મતલબ યે નહી કે કુતે રાજ કરેંગે’તેમના વડવાઓની આબરૂ નથી. ઈંદીરાગાંધીએ ૩૬ ગોળીઓ ખાધી હતી. રાજીવગાંધીને બુટ ઉપરથી ઓળખાયા છે. ગુજરાતમાં ભાજપે એક પણ ડેમ, ખાતરના કારખાના બનાવ્યા હોય તો કહો. ૧૮૩ નદીઓમાં ૧૮૪ ડેમ બનાવ્યા છે. સાત નદીઓ ઉપર બે ડેમ છે. બોરી બંધમાં ભ્રષ્ટાચાર કર્યા છે. સરપંચોના બદલે કોન્ટ્રાક્ટરો વિકાસ કામો કરે છે. કોંગ્રેસ લશ્કરનું સન્માન કર્યુ છે. ઈંદીરા ગાંધીએ પાકીસ્તાનના ટુકડા કર્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ નવાજ શરીફની કેક કાપી આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યુ હતુ કે રપથી ૩૦ હજારની લીડથી જીતાડો. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યુ કે કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરવુ તે નૈતિક ફરજ છે. તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી સરકાર બોખલાઈ ગઈ છે.વિજળી દસ કલાકના બદલે ૮ કલાક આપે છે. આપણા ઉમેદવાર રાણકીવાવ ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન અપાવવા લડયા જેથી ૧૦૦/- રૂપિયાની નોટમાં ફોટો આવ્યો છે. કલોલનાધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યુ પાટણ લોકસભા દોઢલાખ મતથી જીતવાના છીએ. આખા દેશને જુઠુ બોલવાનું ઘરેણું વડનગરે પુરુ પાડયુ છે. ઠાકોર ઉપર પ્રેમ હોત તો વિસનગર, ઉંઝા, મહેસાણામાંથી ટીકીટ કેમ ન આપી ? કોઈ એવુ સમજતુ હોય કે ભરતભાઈ ઉપર જાય અને અમારો ચાન્સ આવશે તે ભ્રમમાં ન રહેવું પુલવામાંમાં ૩૦૦ કીલો આરડીએક્ષ કયાંથી આવ્યો ? કોંગ્રેસની ગુજરાતમાંથી ૧પ થી ૧૬ સીટો આવશે. જગદીશભાઈ ઠાકોરે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં રપ વર્ષથી સત્તામાં છે શુ વિદ્યાર્થીઓનું ભણવાનું સસ્તુ થયુ ? દવાખાના સસ્તા થયા ? સિંચાઈની વ્યવસ્થા કરી ? રપ નદીઓ ઉપર ડેમ બનાવડાવ્યા ? ભાજપે કાંઈ કર્ય નથી. ૧૦ વર્ષ સુધી વિશ્વ મંદીમાં થી દેશને બચાવ્યો કોણે ? કોંગ્રેસે ખાતર ઉપર સબસીડી વધારી કોંગ્રેસે ખેડુતો માટે કોંગ્રેસે કામ કર્યુ. ખાધ્ય સુરક્ષાનો કાયદો કોંગ્રેસ લાવી. આ કાયદાનો અભ્યાસ કરવા ૩૪ દેશોના લોકો આવી ગયા. ખેડુતોને ટેકાના ભાવ આપ્યા છે. ૧૮એ આલમને ૧/- રૂા. કીલો ઘંઉ અને ર/- રૂપિયે કીલો ચોખા આપ્યા. બહેનોને ડીલેવરી સમયે ૬૦૦૦/- રૂપિયા આપ્યા, માહિતી અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો. વરસંગ તળાવ અને ચિમનાબાઈ સરોવરના નામે વોટ લીધા પણ કેમ પાણીથી ભરાયા નથી. રપ વર્ષમાં ખેરાલુ વિધાનસભામા કેટલો વિકાસ કર્યો ? ખેડુતો માટે શુ કર્યુ ? ખેરાલુ થી ઉત્તરમાં સિંચાઈની સુવિધા કેમ નથી ? ગામેગામ સર્વે કરો શિક્ષકો, પોલીસ કે અધિકારીઓ કેટલા તાલુકામાં બન્યા ? ભાજપે કતલખાના કેમ વધાર્યા ? કતલખાના માંથી ૪૦૦ કરોડ દિલ્હીના કાર્યાલય માટે કોણે લીધા ?કાવત્રા ખોરોથી ચેતજો અંદરો અંદર લડાવશે. ચુંટણીમાં દારૂ પીવડાવવાનો નથી. હું તો દારૂ છોડાવવાવાળો છુ. આ સભામાં ખેરાલુ વિધાનસભાના પ્રભારી ડૉ.કમલેશભાઈ ચૌધરી, પ્રદેશમંત્રી જગતસિંહ ડાભી, મંજુલાબેન ચૌધરી, જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ વિનુભાઈ ચૌધરી, મહોબ્બતસિંહ ચૌહાણ, બાબુજી ભીખાજી ઠાકોર સહિત જિલ્લા અને તાલુકા ડેલીગેટો હાજર રહ્યા હતા.

Leave a Reply

Top