You are here
Home > News > ખેરાલુ વિધાનસભાના ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો પાટણ લોકસભાના ઉમેદવારના ફોર્મ ભરાવવા ઉમટ્યા

ખેરાલુ વિધાનસભાના ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો પાટણ લોકસભાના ઉમેદવારના ફોર્મ ભરાવવા ઉમટ્યા

ખેરાલુ વિધાનસભાના ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો
પાટણ લોકસભાના ઉમેદવારના ફોર્મ ભરાવવા ઉમટ્યા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
પાટણ લોકસભા સીટમાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીનું ફોર્મ ૩-૪-૨૦૧૯ ભરાવવા ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ભાજપની કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ડેપ્યુટી સી.એમ.નિતીનભાઈ પટેલ, કે.સી.પટેલ પ્રદેશમંત્રી, કેબીનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રણછોડભાઈ રબારી, ભાવસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, લવિંગજી ઠાકોર(રાધનપુર), નાગરજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રાધનપુર, જયનારાયણભાઈ વ્યાસ, બળવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પ્રમુખ મોહનભાઈ સાથે ૧૧ તાલુકાના ગામેગામથી આગેવાનો ઉમટી પડ્યા હતા. લાલાજી ઠાકોર અને હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે, ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે બે થી ત્રણ કી.મી. લાંબી રેલી સ્વરૂપે લોકો ઉમટી પડ્યા હતા.
લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ગામે ગામથી આગેવાનો ઉમટી પડ્યા હતા. રાધનપુર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, છ.ઝ્ર.ઝ્ર.ના સેક્રેટરી નરેશભાઈ રાવલ, સાગરભાઈ રાયકા, વજીરખાન પઠાણ, ચંદનજી ઠાકોર સિધ્ધપુર ધારાસભ્ય, દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કાનજીભાઈ દેસાઈ અને માજી જિલ્લા પ્રમુખ કાનજીભાઈ વકીલ, એહમદભાઈ નાંદોલીયા, રઘુભાઈ દેસાઈ પ્રદેશ મહામંત્રી, સિધ્ધાર્થભાઈ પટેલ, લાલાજીભાઈ દેસાઈ સેવાદળ રાષ્ટ્રીય પ્રમુખ, જોધાજી ઠાકોર માજી ધારાસભ્ય, માલજીભાઈ દેસાઈ માજી ધારાસભ્ય, મહેસાણા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ સહિત ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ગામેગામથી લોકો ઉમટી પડ્યા હતા.
પાટણ-લોકસભા સીટ જીતવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ દાવો કર્યો છે. ત્યારે ખરેખર શું થાય છે તેતો સમયેજ ખબર પડશે.

Leave a Reply

Top