You are here
Home > News > જગદીશભાઈ ઠાકોરના સમર્થનમાં મુકેશભાઈ દેસાઈની ઘર વાપસીથી ખેરાલુ તાલુકામાં કોંગ્રેસને લોકસભાની ચુંટણીમાં ફાયદો

જગદીશભાઈ ઠાકોરના સમર્થનમાં મુકેશભાઈ દેસાઈની ઘર વાપસીથી ખેરાલુ તાલુકામાં કોંગ્રેસને લોકસભાની ચુંટણીમાં ફાયદો

જગદીશભાઈ ઠાકોરના સમર્થનમાં મુકેશભાઈ દેસાઈની ઘર વાપસીથી
ખેરાલુ તાલુકામાં કોંગ્રેસને લોકસભાની ચુંટણીમાં ફાયદો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ ખેરાલુ શહેરની ૧૦૮ નું બિરૂદ મેળવેલ મુકેશભાઈ દેસાઈએ છેલ્લી બે ટર્મથી વિધાનસભાની ટીકીટ માંગી હતી પરંતુ કોંગ્રસના મોવડી મંડળે સાચા કાર્યકરોને એકબાજુ ધકેલી જેને ખેરાલુ વિધાનસભાની ભૌગોલિક પરિસ્થિતીનું પણ જ્ઞાન નથી તેવા લોકોને બેટર્મ સુધી કોંગ્રેસે ટીકીટો ફાળવી દીધી. કોંગ્રેસી મોવડી મંડળને પોતાની શક્તિ બતાવવા કોંગ્રેસના ઉમેદવાર સામે મુકેશભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી કરતા કોંગ્રેસના નવા ઉમેદવાર વિધાનસભામાં ત્રીજા નંબરે ધકેલાઈ ગયા હતા. સાચા કાર્યકરને લોકો પસંદ કરે છે તેવુ સાબિત થયા પછી તાજેતરની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં ખેરાલુ વિધાનસભામાં લીડ મેળવે તેમ નથી તેવુ કોંગ્રેસી આગેવાનોને જણાતા પ્રદેશ કોંગ્રેસની સુચનાથી મુકેશભાઈ દેસાઈને ભાજપની લીડ કાપવા ફરીથી કોંગ્રેસમાં લાવવામાં આવ્યા છે.
ખેરાલુના મુકેશભાઈ દેસાઈ અને સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમારની જોડી છ-સાત કોંગ્રેસી ડેલીગેટ તેમજ ગામેગામ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં પરત ફરતા ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ બેવડાયો છે. પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર તા.ર-૩-ર૦૧૯ને મંગળવારે વડગામના છાપી મુકામે ખેરાલુ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ તથા ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સાથે સતલાસણા તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર તથા તાલુકા પંચાયતના સદસ્યો પહાડજી રાણા, જીતુભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, ગોવિંદભાઈ સેનમા, જમીયતખાન પઠાણ,નટુભા રાણા, પુર્વ તાલુકા પંચાયત સદસ્ય, નાથુભાઈ ચૌધરી,લક્ષ્મણજી ઠાકોર, તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ લવાજી ઠાકોર સાથે કોંગ્રેસમા ઘર વાપસી કરતા ખેરાલુ અને સતલાસણા તાલુકામાં કોંગ્રેસનું વજન વધી ગયુ છે. ગત વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ દેસાઈ ૩૮૪પર મત મેળવ્યા હતા જયારે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર રામાજી ઠાકોરને ૩૮ર૦૦ મત મળ્યા હતા. આ બન્નેનો સરવાળો કરવામા આવે તો ૭૬ હજાર કરતા વધુ મત થાય તેની સામે ભાજપના ભરતસિંહ ડાભીને પ૯૦૦૦ મત મળ્યા હતા. જેથી ભાજપ કરતા ૧૭ હજાર મત વધુ થાય અને કોંગ્રેસને લીડ મળે. બન્ને શક્તિઓ ભેગી થાય તો રપ૦૦૦ ઉપરાંત લોકસભામાં લીડ મળે તેવો દાવો કોંગ્રેસી આગેવાનો કરી રહ્યા છે. ખેરાલુ તાલુકામાં ગામેગામ કોંગ્રેસ તરફી વાતાવરણ બની રહ્યુ છે. ર૦ ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં મોટાભાગના ઠાકોર, ચૌધરી, રાજપુત, પાલડી, દરબાર, દલીત, મુસ્લીમ, પાટીદાર, રબારી સમાજ કોંગ્રેસ તરફેણમાં મતદાન કરશે તેવુ નિવૃત પ્રિન્સીપાલ અશ્વિનભાઈ બારોટ જણાવે છે.

Leave a Reply

Top