You are here
Home > News > પાટણ-મહેસાણા લોકસભા વિસ્તારની ચુંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસ સોશિયલ મિડીયામાં વધુ સક્રિય

પાટણ-મહેસાણા લોકસભા વિસ્તારની ચુંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસ સોશિયલ મિડીયામાં વધુ સક્રિય

પાટણ-મહેસાણા લોકસભા વિસ્તારની ચુંટણીમાં
ભાજપ કરતા કોંગ્રેસ સોશિયલ મિડીયામાં વધુ સક્રિય
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
તાજેતરમાં લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી જાહેરમાં એવી વાતો કરે છે કે ભાજપનો દરેક કાર્યકર ભરતસિંહ ડાભી બની ચુંટણી પ્રચાર કરે છે. લોકો સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. પેજ પ્રમુખો અને બુથ પ્રમુખો ઘરે ઘરે જઈ લોકોને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા સમજાવશે અને લોકોને મતદાન કરવા બુથ સુધી ખેંચી લાવવાની જવાબદારી નિભાવશે ત્યારે આ તમામ વાતો ખેરાલુ વિધાનસભા માટે વામણી સાબિત થઈ રહી છે. પેજ પ્રમુખો અને બુથ પ્રમુખો પોતાના પેજના વોટસએપ ગ્રૃપ પણ બનાવી શક્યા નથી. તેની સામે કોંગ્રેસના પાટણ લોકસભાના ઉમેદવારે તમામ મતદારોના મોબાઈલ નંબર લઈ તેમને કોંગ્રેસની રેલીઓ સભાઓ, કાર્યાલય ઉદઘાટનોની માહિતી એસ.એમ.એસ.દ્વારા મોકલી રહ્યા છે.
પાટણ લોકસભા સીટમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ખેરાલુ વિધાનસભામાંથી એક લાખથી સવાલાખ લીડ માટે દાવો કરે છે. ત્યારે કોંગ્રેસ રપથી ૩૦ હજારની લીડ માટે દાવો કરે છે. જે હોય તે પણ બન્ને પક્ષે માત્ર વાતો જ છે. ર૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપે આઈ.ટી.સેલ બનાવ્યુ હતુ. જેના કારણે મોબાઈલ ઉપર લોકોને મેસેજ મોકલી ભાજપમાં વોટ આપવા સંમત કરતા ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. પાટણ લોકસભા સીટ માટે લોકો સુધી મોબાઈલ ઉપર મેસેજ મોકલવામા ભાજપ કરતા કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના કાર્યકરો ફેસબુક અને વ્હોટસએપ ઉપર છવાયેલા રહે છે. તેની સામે ભાજપ પાસે મોબાઈલમાં સાદો મેસેજ મોકલવાની પણ વ્યવસ્થા નથી. પાટણથી સમગ્ર લોકસભા સીટના ૧૧ તાલુકાઓનો વહીવટ ચાલે છે. પાટણ લોકસભા સીટ માટે ભાજપ પાસે પુરતી ટીમ હોવા છતા તેનો ઉપયોગ કરતા નથી. કોગ્રેસ પાસે કાર્યકરોની ટીમ નથી. માત્ર નેતાઓની ફોજ છે. છતા પાટણથી જગદીશ ઠાકોર ખેરાલુ આવે તેની જાણ કાર્યકારોની થઈ જાય છે. આ બાબત આટલેથી અટકતી નથી. કોંગ્રેસવાળા ભાજપના યુવા ટીમને પણ આ સાદા મેસેજ મોકલે છે. કોંગ્રેસની સક્રિયતાને કારણે પાતળી બહુમતીમાં પણ કોંગ્રેસ જીતે તેવો માહોલ ઉભો કરી દીધો છે. કોણ જીતશે તેતો રીજલ્ટ આવે ત્યારે ખબર પડશે પણ પાતળી બહુમતીમાં ભાજપ જીતવાના અહમ અને ધમંડમાં રહેશે તો ભાજપ વિરૂધ્ધ જનાદેશ આવે તો નવાઈ ન પામતા તેવુ ભાજપના કાર્યકરોમાં ચર્ચાય છે પણ એસી ગાડીયોમાં ફરતા નેતાઓ આ બાબત સમજતા નથી તે ભાજપની કમનસીબી કોંગ્રેસને ફાયદો કરાવશે. અત્યારે ઉલ્લેખનીય રહેશે કે, ખેરાલુ જેવી પરિસ્થિતિ સમગ્ર ગુજરાતના તમામ મત વિસ્તારોમાં છે.

Leave a Reply

Top