You are here
Home > News > મહેસાણા લોકસભાની બેઠક માટે રર દાવેદારની સેન્સ લીધા બાદ પોતાનો બાયોડેટા નહી આપનાર શારદાબેન પટેલને ભાજપે ટીકીટ ફાળવતા કાર્યકરોમાં આશ્વર્ય

મહેસાણા લોકસભાની બેઠક માટે રર દાવેદારની સેન્સ લીધા બાદ પોતાનો બાયોડેટા નહી આપનાર શારદાબેન પટેલને ભાજપે ટીકીટ ફાળવતા કાર્યકરોમાં આશ્વર્ય

મહેસાણા લોકસભાની બેઠક માટે રર દાવેદારની સેન્સ લીધા બાદ પોતાનો બાયોડેટા નહી આપનાર
શારદાબેન પટેલને ભાજપે ટીકીટ ફાળવતા કાર્યકરોમાં આશ્વર્ય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમગ્ર ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી મહેસાણા લોકસભાની મહત્વની બેઠક માટે લાંબી મડાગાંઠ બાદ ભાજપના હાઈકમાન્ડે છેવટે બાયોડેટા નહી આપનાર પુર્વ ઉદ્યોગમંત્રી સ્વ.અનિલભાઈ પટેલના અમદાવાદ રહેતા ધર્મપત્નિ શારદાબેન પટેલે બુધવારે બપોરે વિસનગરમાં ભાજપ સંગઠનની મુલાકાત લઈ ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ મુલાકાતમાં પ્રચારે બાયોડેટા આપ્યા વગર ભાજપે તમને કેવી રીતે ટીકીટ ફાળવી તેવો પ્રશ્ન પુછતા શારદાબેને આ ટીકીટનુ તમામ સેટીંગ તેમના દિકરાએ કર્યું હોવાનું જણાવ્યુ હતુ. શારદાબેનના જવાબ ઉપરથી મહેસાણા બેઠક ઉપર જો શારદાબેનનો વિજય થાય તો તેમનો તમામ વહીવટ તેમનો દિકરો જ કરશે તેવુ કહી શકાય ?
સમગ્ર ગુજરાતમાં મહેસાણા લોકસભાની બેઠક ઉપર વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. જેથી મહેસાણા જીલ્લાને ભાજપનો ગઢ માનવામાં આવતો હતો અને લોકસભાની દરેક ચુંટણીઓમા સમગ્ર ગુજરાતમાં ભાજપ માટે મહેસાણા બેઠક સિક્યોર ગણાતી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદારોની નારાજગીના લીધે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧પ૦ બેઠકોના લક્ષ્યાંક સામે ૧૦૦નો આંકડો પાર કરવામા નિષ્ફળ ગયુ હતુ. ત્યારે લોકસભાની ચુંટણી પહેલા ભાજપે રાજકીય સોદાબાજી કરીને વર્ષોથી ભાજપને જાહેરમાં બદનામ કરતા કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમા ભાજપને કોંગ્રેસના ચાર પાંચ ધારસભ્યોને ભાજપમા લાવવામાં સફળતા મળતા વર્ષોથી ભાજપમાં રહી પોતાનું બલીદાન આપનારા ભાજપના કાર્યકરો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. હાલમાં ભાજપમાં વર્ષોથી ચાદરો પાથરી પડદા લગાવી પાર્ટીને મોટી કરનાર વફાદાર કાર્યકરો કરતા કોંગ્રેસના આયાતી નેતાઓ અને કાર્યકરોની બોલબોલા વધી છે. જેના કારણે ભાજપમાં આંતરિક જુથવાદ ધીમેધીમે સપાટી ઉપર આવી રહ્યો છે. તા.ર૩-એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં ભાજપ માટે વર્ષોથી સિક્યોર ગણાતી મહેસાણા બેઠક માટે ભાજપના રર દાવેદારોએ ભાજપના મોવડીમંડળને બાયોડેટા આપ્યા હતા. અને પાર્ટીના નિરિક્ષકો દ્વારા દરેક ઉમેદવાર માટે કાર્યકરોની સેન્સ પણ લેવામા આવી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપના નેતાઓમાં ગુજરાતમા લોકસભાની ર૬ બેઠકો ઉપર વિજય મેળવવાનો અંદરખાને આત્મવિશ્વાસ રહ્યો નથી. જેના કારણે ભાજપની સિક્યોર ગણાતી મહેસાણા લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ ચાણસ્મા તાલુકાના ચવેલી ગામના વતની અને ૮૪ કડવા પાટીદાર સમાજના પુર્વ પ્રમુખ તથા ગુજરાત અંબુજા કો. ઓપરેટીવ બેન્કના ફાઉન્ડર ચેરમેન એ.જે.પટેલના નામની જાહેરાત કરતા ભાજપના હાઈકમાન્ડે કોંગ્રેસના ઉમેદવારને ચુંટણીમાં ટક્કર આપવા માટે પાર્ટીને પોતાનો બાયોડેટા નથી આપ્યો તેવા પુર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનિલભાઈ પટેલના ધર્મપત્નિ શારદાબેન પટેલના નામની જાહેરાત કરતા કાર્યકરોમાં આશ્વર્ય થયુ હતુ. કાર્યકરોમાં એવી ચર્ચા હતી કે ભાજપનું મોવડીમંડળ દરેક વિધાનસભાની ચુંટણી અને લોકસભાની ચુંટણીમા દાવેદારી કરનાર ઉમેદવારોની પસંદગી કરવા કાર્યકરોની સેન્સ લે છે. પણ આજદીન સુધી સૌથી વધુ કાર્યકરોએ સેન્સ આપનાર ઉમેદવારોને ભાજપે ટીકીટ ફાળવી નથી. આ તો ભાજપ સેન્સના બહાને કયા તાલુકામાં ભાજપમાં કેટલો આંતરિક વિખવાદ ચાલે છે તેની કાર્યકરો પાસેથી માહિતી મેળવે છે. જો ભાજપ દરેક ચુંટણીઓમાં પેરાશુટ ઉમેદવારોને આવી રીેતે ટીકીટ આપતી હોય તો નાના કાર્યકરોને ભાજપના કાર્યક્રમોમાં પાથરણા પાથરવા અને બેસવાની ખુરશીઓ ગોઠવવા રહેવાનુ ? આમ ભાજપની ટીકીટ વહેચણીને લઈને મહેસાણા જીલ્લામાં કાર્યકરોનો છુપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં મહેસાણા બેઠક જીતાડવા માટે આગ ઝરતી ગરમીમાં કાર્યકરો બહાર નિકળે છે કે નહી તે જોવાનું રહ્યુ ?

Leave a Reply

Top