You are here
Home > News > મુખ્યમંત્રી અમૃતમ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના કાર્ડધારકો માટે ઘુંટણ તથા થાપા પ્રત્યારોપણના ઓપરેશન તદ્દન ફ્રીમાં થશે

મુખ્યમંત્રી અમૃતમ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના કાર્ડધારકો માટે ઘુંટણ તથા થાપા પ્રત્યારોપણના ઓપરેશન તદ્દન ફ્રીમાં થશે

મુખ્યમંત્રી અમૃતમ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના કાર્ડધારકો માટે
ઘુંટણ તથા થાપા પ્રત્યારોપણના ઓપરેશન તદ્દન ફ્રીમાં થશે

• એક પગના ઘુંટણનુજ નહી પરંતુ બન્ને પગના ઘુંટણનુ ઓપરેશન કરાવી શકાય છે
• હોસ્પિટલમાં કેસ ફી, હોસ્પિટલ ચાર્જ, ઓપરેશન ચાર્જ, દવાનો ચાર્જ એવા કોઈપણ પ્રકારના ચાર્જ ચુકવવાના રહેતા નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઘુંટણનો દુઃખાવો તથા ઘુંટણના ઘસારાના કારણે પીડાતા દર્દિઓ મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. ની રીપ્લેસમેન્ટ અને હીપ રીપ્લેસમેન્ટ મોઘી સારવાર હોવાથી જરૂરીયાતમંદ પરિવારના લોકો આ ઓપરેશન કરાવી શકતા નથી. આવા દર્દિઓ આ અસહ્ય દુઃખાવા સહન કરે છે અને રાહત મેળવવા પેઈન કીલર દવાઓનો આસરો લે છે. જે દવાઓ લાંબાગાળે કીડની ઉપર અસર કરે છે. આવા દુઃખાવાથી પીડીત જરૂરીયાતમંદ દર્દિઓ માટે આનંદની બાબત છેકે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ ની-રીપ્લેસમેન્ટ અને હીપ-રીપ્લેસમેન્ટના ઓપરેશન વિનામુલ્યે કરાવી શકશે. હોસ્પિટલમાં દાખલ થવાથી માંડી રજા લે ત્યાં સુધી ઓપરેશન, હોસ્પિટલમાં રહેવાનો કે જમવાનો કોઈ ચાર્જ આપવાનો રહેશે નહી. હોસ્પિટલમાંથી રજા લે ત્યારે દર્દિને ઘરે જવા માટે ભાડુ પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીમાં ફ્લોરાઈડનુ પ્રમાણ વધારે હોવાથી મોટાભાગના ઘરમાં લોકો ઘુંટણના દર્દથી પીડાય છે. ઘુંટણનો દુઃખાવો અને ઘસારાના કારણે ચાલવામાં પણ તકલીફ પડે છે. આ બીમારીથી પીડાતા લોકો સામાન્ય એક બે પગથીયા ચડી શકતા નથી. ઉભા હોય તો બેસવામાં અને બેઠા હોય તો ઉભા થવામાં તકલીફ પડે છે. અસહ્ય દુઃખાવાના કારણે રાત્રે ઉંઘી શકતા નથી. છેવટે આવા દર્દિઓ દુઃખાવો દુર કરવા પેઈન કીલર દવાઓનો આશરો લેતા થાય છે. જે દવાઓ કીડનીને અસર કરે છે. ઘુંટણ અને થાપાના ઓપરેશનનો સામાન્ય હોસ્પિટલમાં એક થી દોઢ લાખનો ખર્ચ થતો હોવાથી મધ્યમ વર્ગ, જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારમાં પીડાતા દર્દિઓ આવા મોઘા ઓપરેશન કરાવી શકતા નથી. મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં અગાઉ આ પ્રકારના ઓપરેશનમાં સરકાર રૂા.૪૦,૦૦૦ ખર્ચ આપતી હતી. જ્યારે રૂા.૮૦,૦૦૦ થી રૂા.૯૦,૦૦૦ ખર્ચ દર્દિને ભોગવવો પડતો હતો. જેના કારણે પણ મુખ્યમંત્રી અમૃતમ યોજનાના લાભાર્થીઓ આ ઓપરેશન કરાવી શકતા નહોતા.
જોકે હવે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનુ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે રાહતના સમાચાર છેકે હવે ની-રીપ્લેસમેન્ટ(ઘૂંટણ પ્રત્યારોપણ) તથા હીપ- રીપ્લેસમેન્ટ(થાપા પ્રત્યારોપણ)ના ઓપરેશન તદ્દન ફ્રીમાં થાય છે. અમદાવાદના જાણીતા ર્ડા.તેજસ ગાંધી એમ.એસ.(ઓર્થો) તથા જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જનની “અરિહંત ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સેન્ટર” માં “માઁ” કાર્ડ મુખ્યમંત્રી અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનુ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને ઘૂંટણ તથા થાપાના ઓપરેશન વિનામુલ્યે (તદ્દન ફ્રી)માં કરી આપવા આવે છે. આ યોજનામાં ઓપરેશન કરાવવા ઈચ્છતા લાભાર્થીઓને કેસ ફી, હોસ્પિટલમાં રહેવાનો ચાર્જ, ઓપરેશન ચાર્જ, દવાઓનો ચાર્જ એવા કોઈપણ પ્રકારના ચાર્જ ચુકવવાના રહેતા નથી. દર્દિ માટે જમવાની તથા ચા નાસ્તાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવે છે. હોસ્પિટલમાંથી રજા લીધા બાદ ઘરે જવા રૂા.૩૦૦/- ભાડુ પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે.
‘સસ્તુ એટલુ સોનુ હોતુ નથી’ તેવી એક કહેવત છે. પરંતુ ર્ડા.તેજસ ગાંધીની હોસ્પિટલમાં આ યોજનામાં ઓપરેશનની સારવાર અને સુવિધા સો ટચના સોના જેવી છે. ઓપરેશનમાં વર્લ્ડના બેસ્ટ પ્રથમ નંબરની જીમર કંપનીના પાર્ટસ નાખવામાં આવે છે. અરિહંત ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સેન્ટર, ઉપનિષદ ૨૦૨/૨૦૩, બીજો માળ, શ્રેયસ ક્રોસીંગ ફ્લાયઓવર બ્રીજની નીચે, માણેકબાગ, આંબાવાડી, અમદાવાદ-૧૫ ખાતે રૂબરૂ અથવા અમીત પટેલનો મો.નં.૮૨૩૮૧૩૬૧૯૦, ૦૭૯-૨૬૪૪૫૦૧૧, ૦૭૯-૨૬૪૪૫૦૧૪ નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top