You are here
Home > News > રોજના રૂા.૧૦૦ જેટલો ખર્ચ કરી રીક્ષા ચાલકની ઠંડા પાણીની જલ સેવા

રોજના રૂા.૧૦૦ જેટલો ખર્ચ કરી રીક્ષા ચાલકની ઠંડા પાણીની જલ સેવા

રોજના રૂા.૧૦૦ જેટલો ખર્ચ કરી
રીક્ષા ચાલકની ઠંડા પાણીની જલ સેવા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અત્યારે પૈસા પાત્ર વ્યક્તિ કે ઉંચા પગારદાર કર્મચારી જરૂરીયાત પ્રમાણે દાન ધર્મ કરવા ફાળો આપી શકતા નથી. ત્યારે પરિવારનું ગુજરાન પુરૂ કરવાની સાથે ઓછી આવકમાં પણ રોજના રૂા.૧૦૦ જેટલો ખર્ચ કરી રીક્ષા ચાલક ઉનાળામાં ઠંડા પાણીની અનોખી જલ સેવા કરી રહ્યા છે. આવા માનવ સેવાની લાગણી ધરાવતા રીક્ષા ચાલકને સલામ.
વડનગર તાલુકાના સીપોર ગામના દિલીપભાઈ જયંતીલાલ રાવલ પોતાની રીક્ષા લઈને સીપોરથી વિસનગર વ્યવસાય માટે આવે છે. વ્યવસાયની સાથે માનવસેવા કરવાનો વિચાર આવતા રીક્ષાના પાછળના ભાગે ટેન્ક નંખાવી જલ સેવા કરી રહ્યા છે. જેઓ વડનગર પ્લાન્ટમાંથી પાણી ભરે છે. જેની પાછળ રૂા.૪૦ જેટલો ખર્ચ થાય છે. ઉનાળામાં પાણી ઠંડુ કરવા માટે રોજ ૫૦/- રૂપિયાનો બરફ નાખે છે. આ સેવાભાવી રીક્ષા ચાલક જ્યા ઉભા રહે ત્યાં લોકો ઠંડા પાણીની સેવાનો લાભ લે છે. વિસનગરમાં પાણીની વધારે જરૂર પડે તો ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશનમાંથી પાણી મેળવે છે. જ્યાં જલસેવા કરતા રીક્ષા ચાલકને વિનામુલ્યે પાણી આપવામાં આવે છે. વિસનગરના મુમ્માદેવી વાળા નારણભાઈ રબારી રીક્ષા ચાલકને સહયોગ આપી રહ્યા છે. રીક્ષા ચાલક દિલીપભાઈ રાવળ ખરેખર જલસેવા એ પ્રભુસેવાના કાર્યને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.

Leave a Reply

Top