You are here
Home > News > લોકસભામાં ભરતસિંહ ડાભીનું સમર્થન કરવા ખેરાલુમાં કોંગ્રેસના આગેવાનો ભાજપની સાથે

લોકસભામાં ભરતસિંહ ડાભીનું સમર્થન કરવા ખેરાલુમાં કોંગ્રેસના આગેવાનો ભાજપની સાથે

લોકસભામાં ભરતસિંહ ડાભીનું સમર્થન કરવા
ખેરાલુમાં કોંગ્રેસના આગેવાનો ભાજપની સાથે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
પાટણ લોકસભા સીટમાં ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કરતા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનો અને યુવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા લાગ્યા છે. લોકસભાની ચુંટણીના દિવસે સમસ્ત ખેરાલુ શહેર એક થઈને જ્ઞાતિ-જાતિના વાડા ભુલી ખેરાલુ તાલુકાના પનોતા પુત્ર ભરતસિંહ ડાભીને જંગી લીડથી જીતાડવા શહેર સમરસ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરતસિંહ ડાભીનું શાલ ઓઢાડી સન્માન કર્યા પછી ભરતસિંહ ડાભીએ જાહેરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા અપીલ કરાવતા આગેવાનો ભાજપમાં જોડાયા છે.
ખેરાલુ શહેરમાંથી ભાજપમાં જોડાયેલા આગેવાનો પૈકી રીટાયર્ડ ટી.આઈ.એસ.ટી.મહેસાણા તથા પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતલાલ ઈશ્વરલાલ બારોટ, પુર્વ શહેર કોંગ્રેસ મંત્રી દશરથભાઈ શ્રીમાળી, પુર્વ પાલિકા સભ્ય ભરતભાઈ ચેલજીભાઈ પટેલ, ચૌધરી સમાજના અગ્રણી હેમરાજભાઈ રણછોડભાઈ ચૌધરી, તથા જિલ્લા યુવા કોંગ્રેસના અગ્રણી અજયભાઈ હર્ષદભાઈ બારોટ, ભરતસિંહ ડાભીના સમર્થનમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ બાબતે જસવંતલાલ બારોટે જણાવ્યુ હતુ કે બે ભાઈઓ હોય તેમા મતભેદ હોઈ શકે પરંતુ બહારની વ્યક્તિ ભાઈની ઈજ્જત લેવાની કોશિષ કરે ત્યારે બીજો ભાઈ તમાશો જુએ તેવુ કયારેય બને જ નહી. હાલ ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી લોકસભાની ચુંટણી લડી રહ્યા છે. તે ખેરાલુ તાલુકાનુુ ગૌરવ કહેવાય.ભરતસિંહ ડાભી ચુંટણી જીતવાના જ છે પરંતુ જો ભરતસિંહ ડાભી ચુંટણી હારી જાય તો તે હાર ભરતસિંહ ડાભીની નહી પરંતુ ખેરાલુ વિધાનસભા ક્ષેત્રની હાર થશે. આ વખતની લોકસભાની ચુંટણીમાં ખેરાલુ તાલુકાને દેશ આઝાદ થયા પછી પહેલીવાર ચાન્સ મળ્યો છે. જેથી ભરતસિંહ ડાભીનો વિરોધ કરવો તે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રે સાથે અન્યાય કર્યો હોય તેવું કહેવાય.

Leave a Reply

Top