You are here
Home > News > સ્વ.સાંકળચંદકાકાના પરિવારમાં મોસાળ અને તળ કડવા પાટીદાર સમાજમાં પીયર ધરાવતા મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો રાજકીય-સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોનો નાતો

સ્વ.સાંકળચંદકાકાના પરિવારમાં મોસાળ અને તળ કડવા પાટીદાર સમાજમાં પીયર ધરાવતા મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો રાજકીય-સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોનો નાતો

સ્વ.સાંકળચંદકાકાના પરિવારમાં મોસાળ અને તળ કડવા પાટીદાર સમાજમાં પીયર ધરાવતા મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો રાજકીય-સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોનો નાતો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનુ નામ ભાજપના કાર્યકરો માટે તેમજ વિસનગર માટે નવુ છે. પરંતુ શારદાબેન પટેલ સ્વ.સાંકળચંદકાકા પરિવારમાં મોસાળ ધરાવે છે. તળ કડવા પાટીદાર સમાજ અને ગોસા પરિવારમાં પીયર ધરાવે છે. જેઓ વર્ષોથી સામાજીક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે નાતો ધરાવે છે. શારદાબેન પટેલના પરિવારમાં ત્રણ જણ મંત્રી પદે રહી રાજકીય અને સામાજીક જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. શારદાબેન પટેલ પોતે પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આવા અનુભવી કર્મનિષ્ઠ મહિલાને ભાજપે લોકસભાની ટીકીટ આપતા તળ કડવા પાટીદાર સમાજ સહીત વિસનગરમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લોકસભાની ચુંટણીમાં મહેસાણા સીટમાં ભાજપે લાબી વિટંબણાઓ બાદ પૂર્વ મંત્રી સ્વ.અનીલભાઈ પટેલના પત્ની શારદાબેન પટેલનુ ઉમેદવાર તરીકે નામ જાહેર કરતાજ કાર્યકરો સહીત લોકોમાં આ મહિલા ઉમેદવાર કોણ છે તેવો પ્રશ્ન થયો હતો. ભાજપના આ મહિલા ઉમેદવારના પરિવારની વાત કરીએ તે પહેલા તેમનો વિસનગર સાથેનો શુ નાતો છે તે જોઈએ તો, તળ કડવા પાટીદાર સમાજના, સ્વાતંત્ર્ય સેનાની, સહકારી અગ્રણી સ્વ.સાંકળચંદદાસ કાળીદાસ પટેલના સૌથી મોટા દિકરી હિરાબેન પટેલના દિકરી થાય છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના ફોઈના દિકરીની નાતે બહેન થાય છે. જેઓ પૂર્વ ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન સ્વ.પ્રહેલાદભાઈ મોહનદાસ રામચંદદાસ ગોસાના કાકા પટેલ પરષોત્તમદાસ રામચંદાસ ગોસાના પરિવારના દિકરી થાય છે. શારદાબેન પટેલે નૂતન હાઈસ્કુલમાં ત્યારબાદ એમ.એન.કોલેજમાંથી એસ.વાય.બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. શારદાબેન પટેલના પરિવારની વાત કરીએ તો, તેમના પતિ સ્વ.અનીલભાઈ ત્રીભોવનદાસ પટેલ બે ટર્મ મહેસાણા વિધાનસભા સીટમાં ધારાસભ્ય પદે રહી ઉદ્યોગ મંત્રી તરીકે, ગણપત યુનિવર્સિટીના ફાઉન્ડર પ્રેસીડન્ટ તરીકે, ઉંઝા ઉમયા માતાજી સંસ્થાનના પ્રમુખ પદે, સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણાના ચેરમેન પદે, મહેસાણા અર્બન બેંકના ચેરમેન પદે, એપોલો ગૃપ ઓફ કંપનીજની ચેરમેન પદે એમ અનેક નાની મોટી સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. શારદાબેન પટેલના સસરા સ્વ.અનીલભાઈ પટેલના પિતા ત્રીભોવનદાસ પટેલ વર્ષોથી સમાજના ઉત્કર્ષ માટે જજુમતા હતા. ખેડૂતોના હામી હતા. જેમણે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર વિરોધી લડત ઉપાડી હતી. શારદાબેન પટેલના જેઠ અરવિંદભાઈ પટેલ પણ ત્રણ વખત ધારાસભ્ય પદે ચુંટાઈને સરકારના મંત્રી રહી ચુક્યા છે. શારદાબેન પટેલના કાકા સસરાના દિકરા મણીભાઈ પટેલ કે જેઓ એપોલો ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર છે. જેઓ પણ બે વખત વિધાનસભાની ચુંટણી લડી ચુક્યા છે. આમ તેમનો પરિવાર વર્ષોથી રાજકરણ, સમાજસેવા, શૈક્ષણિક સેવા સાથે સંકળાયેલો છે. ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનુ વ્યક્તિત્વ જોઈએ તો, તેઓ સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ અમદાવાદના વાઈસ પ્રેસીડન્ટ અને ટ્રસ્ટી તરીકે, એમ.જી.પટેલ સૈનિક સ્કુલ ફોર ગર્લ્સ ગણપત વિદ્યાનગરના પ્રેસીડન્ટ તરીકે, ધરતી વિકાસ મંડળ અમદાવાદના ડાયરેક્ટર તરીકે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરમાં ટ્રસ્ટી તરીકે, દર્દિ લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. જ્યારે મહિલા ધરતી પરિવાર મહેસાણાના પૂર્વ પ્રમુખ તરીકે તથા લાયોનેસ ક્લબ ઓફ મહેસાણાના પૂર્વ પ્રમુખ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

Leave a Reply

Top