You are here
Home > News > RTI એક્ટીવીસ્ટ એચ.સી.મહેતાની રજુઆતથી આયોગ લાલઘૂમ અપીલ અધિકારી પોતાની ફરજો યોગ્ય રીતે બજાવે

RTI એક્ટીવીસ્ટ એચ.સી.મહેતાની રજુઆતથી આયોગ લાલઘૂમ અપીલ અધિકારી પોતાની ફરજો યોગ્ય રીતે બજાવે

RTI એક્ટીવીસ્ટ એચ.સી.મહેતાની રજુઆતથી આયોગ લાલઘૂમ
અપીલ અધિકારી પોતાની ફરજો યોગ્ય રીતે બજાવે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી સમક્ષ માગેલી માહિતીથી સંતોષ નહી થતા અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી હતી. જેમની કામગીરીથી નારાજ થઈ આયોગમાં અપીલ કરતા માહિતી આયોગે અપીલ અધિકારી પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવે તેવી ટકોર કરી ઉધડો લીધો હતો.
વિસનગર ભાંડીયાપોળમાં રહેતા એચ.સી.મહેતાએ વિસનગર નગરપાલિકામાં બામણ ચાયડા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની મંજુરીમાં ચેક ચાક કરી અન્ય જગ્યાનુ ટેન્ડરીંગ કરતા, સાંકડીશેરીમાં પોલીસ કર્મચારી ગફુરભાઈ દેસાઈના ઘરમાં આગ લાગી તે રાત્રે ચીફ ઓફીસર વિસનગરમાં કેમ હાજર નહોતા તે બાબતે, આર.ટી.આઈ.ને લગતા બે પરિપત્ર આપવા ચાર્જ લઈ ખોટી હેરાનગતી કરવા તેમજ જેનુ અમલીકરણ થયુ નથી તે શતદલ કાયદાની નકલ આપવા રૂા.૩૨ ની ફી વસુલાતા આ વિવિધ બાબતોથી વિસનગર પાલિકાના જાહેર માહિતી અધિકારીથી નારાજ થઈ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી હતી. જેમાં નિયત સમયમર્યાદામાં નિર્ણય ન કરતા એચ.સી. મહેતા દ્વારા આયોગ સમક્ષ અપીલ કરવામાં આવી હતી.
માહિતી આયોગ સમક્ષ એચ.સી.મહેતાની અપીલ ચાલી જતા આયોગે નોધ કરી હતી કે, અપીલ સત્તાધિકારી ગાંધીનગર દ્વારા પ્રથમ અપીલ પરત્વે નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવામાં આવ્યો નથી. જેઓ કાયદા દ્વારા સોપવામાં આવેલ ફરજ બજાવવાનુ ચુક્યા છે. આયોગે આદેશ કર્યો છેકે ૩૦ દિવસની સમયમર્યાદામાં પાલિકાના જાહેર માહિતી અધિકારી અને આર.ટી.આઈ. કરનાર અરજદારને સાંભળવાની તક આપી નિર્ણય કરવો. પ્રથમ અપીલનો નિકાલ સમયમર્યાદામાં કેમ કર્યો નથી તેની સ્પષ્ટતા કરવા પણ અપીલ સત્તાધિકારીને જણાવાયુ છે.
માહિતી અધિકારના કાયદા અન્વયે લોકોને માહિતી મેળવવાની અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારે જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી એકબીજાના મેળાપીપણામાં અરજદારોને ખોટા ધક્કે ચડાવી હેરાન કરતા આયોગ સમક્ષની આ અપીલમાં આયોગ લાલઘુમ થઈ ટકોર કરી છેકે, પ્રથમ અપીલ અધિકારી તેમને કાયદા દ્વારા સોપવામાં આવેલી ફરજો યોગ્ય રીતે બજાવે તેવુ આયોગ ઈચ્છે છે. આ હુકમની એક નકલ અગ્રસચીવ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરને મોકલવા માટે પણ આયોગે જણાવ્યુ છે.

Leave a Reply

Top