You are here
Home > News > પાટણ-મહેસાણા લોકસભા સીટમાં હવે શું થશે તેવી ચર્ચા

પાટણ-મહેસાણા લોકસભા સીટમાં હવે શું થશે તેવી ચર્ચા

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડયા પછી જિલ્લા ઠાકોર સેના કોંગ્રસની સાથે

પાટણ-મહેસાણા લોકસભા સીટમાં હવે શું થશે તેવી ચર્ચા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અચાનક કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપી દેતા ઉત્તર ગુજરાતના રાજકારમા ભારે વમળો પેદા થયા છે. ત્યારે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખે તા.૧૧-૪-ર૦૧૯ના દિવસે મહેસાણા ખાતે જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખો હોદ્દેદારો અને આગેવાનોની મિટીંગ બોલાવી હતી. જેમા મહેસાણા-પાટણ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરવાની જાહેરાત કરતા ઠાકોર સેનાના આગેવાનોએ રામાજી ઠાકોરની વાત સ્વીકારી હતી.
મહેસાણા ખાતે ઠાકોર સેનાના આગેવાનોની મિટીંગમાં રામાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે અલ્પેશભાઈએ કોંગ્રેસમાંથી છેડો ફાડયો છે. અને મહેસાણા જિલ્લા પ્રમુખ રામજીભાઈને બોલાવ્યા નથી તેવા સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ, રામાજી ઠાકોરને એવુ લાગ્યુ કે તે દુનિયામાં છે જ નહી. વર્ષો સુધી લોહી રેડી સમય બગાડયો હોય તો આવા વ્યક્તિને સમર્થન ન અપાય. તેમના અંગત સ્વાર્થ માટે આવો નિર્ણય લેવો વ્યાજબી નથી. ગઈ ગુજરી ભુલ જઈ આપણે બધાએ એક થઈ સમાજના હિત માટે સમાજના યુવાનોએ ગુમાવ્યુ છે. સમાજ વ્યસન મુક્ત બને સમાજ શિક્ષીત બને સમાજ રાજકીય અને આર્થિક પ્રગતિ કરે તે મુખ્ય ઉદેશ છે અને આ ઉદેશ સાથે હંમેશા લડવાના છીએ. તમામ આગેવાનોનું સમર્થન લેવા આવ્યો છુ. સત્ય અને સમાજની સાથે રહેજો, ઘણાબધા લોકો મળવા આવશે સાત વર્ષની મહેનત કરેલી હોય અને સાત દિવસમાં રામજી ઠાકોર ફરી જાય તેટલો ગાંડો નથી. લોકસભાના ઉમેદવાર એ.જે.પટેલ અને જગદીશ ઠાકોરને સમર્થન આપવાના છીએ. સમાજના આગેવાનો સાથે વિશ્વાસઘાત કરશો તો સમાજ તમને માફ નહી કરે. તમામ લોકોએ રામાજી ઠાકોરને બે હાથ ઉંચા કરી તેમની વાતને સમર્થન આપ્યુ હતુ.
પ્રચાર સાપ્તહિકે રામાજીઠાકોર સાથે મોબાઈલ ઉપર વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમે બોલ્યા પછી બીજુ બોલતા નથી અમે કોંગ્રેસ ને સમર્થન આપ્યુ છે. આપીશુ અને આપતા રહીશું. રામાજી ઠાકોરની વાત પછી હવે પાટણ-મહેસાણા પંથકમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ખરેખર ઠાકોર સેનામાં ભાગલા થયા છે કે નહી તેતો ચુંટણીના રિઝલ્ટ પછી ખબર પડશે.

Leave a Reply

Top