You are here
Home > News > કર્મનિષ્ઠ અને સમાજને સમર્પિત ઉમેદવાર મળ્યાનો મતદારોમાં લાગણી વિસનગર શહેર-તાલુકામાં એ.જે.પટેલને લોકસંપર્કમાં અભૂતપૂર્વ આવકાર

કર્મનિષ્ઠ અને સમાજને સમર્પિત ઉમેદવાર મળ્યાનો મતદારોમાં લાગણી વિસનગર શહેર-તાલુકામાં એ.જે.પટેલને લોકસંપર્કમાં અભૂતપૂર્વ આવકાર

કર્મનિષ્ઠ અને સમાજને સમર્પિત ઉમેદવાર મળ્યાનો મતદારોમાં લાગણી
વિસનગર શહેર-તાલુકામાં એ.જે.પટેલને લોકસંપર્કમાં અભૂતપૂર્વ આવકાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા લોકસભા સીટમાં કોંગ્રેસે એ.જે.પટેલનુ નામ જાહેર કરતાજ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉપરાંત્ત તમામ સમાજોના મતદારોમાં એક કર્મનિષ્ઠ, સમાજને સમર્પિત, સમાજની વચ્ચે રહેવા વાળા ઉમેદવાર મળ્યાની લાગણી જોવા મળી રહી છે. વિસનગર શહેર અને તાલુકામાં એ.જે.પટેલને ચુંટણી પ્રચારના લોકસંપર્કમાં મતદારોનો અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. પોતાના ગમતા ઉમેદવાર જ્યાં ગયા ત્યાં તેમનુ ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિસનગરમાં એ.જે.પટેલ પ્રત્યેનો માહોલ જોતા શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છેકે, લોકસંપર્કમાં મતદારોનો ઠેરઠેર આવકાર જોતા એ.જે.પટેલના વિજયરથને કોઈ અટકાવી શકે તેમ નથી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ પટેલે જણાવ્યુ છેકે, અત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કોઈપણ મતભેદ વગર એકજ સુત્ર અપનાવ્યુ છેકે ‘વાદ નહી વિવાદ નહી, કોંગ્રેસની જીત સિવાય વાત નહી’. તાલુકા ભાજપ ઉપપ્રમુખ વાલમના પી.કે.પટેલ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાતા તેનો કોંગ્રેસને વધુ ફાયદો થવાનો છે.
મહેસાણા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ વેપાર, બેંકીંગ, શિક્ષણ, સહકારી અને સામાજીક ક્ષેત્રે જોડાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. જેઓ પાટણ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. જીલ્લામાં સૌથી વધારે મત સંખ્યા ધરાવતા ચોર્યાસી કડવા પાટીદારના પૂર્વ પ્રમુખ, ગુજરાત અંબુજી કો.ઓપ.બેન્ક લીં.ના ફાઉન્ડેર ચેરમેન, ગુજરાત ગવર્નમેન્ટ પેન્શનર મંડળ પાટણના ચેરમેન, ધી મહેસાણા અર્બન કો.ઓપ.બેન્ક લી.ના ડીરેક્ટર, શ્રી સિકોતર માતાજી સેવા ટ્રસ્ટ દેલવાડા બેચરાજીના પ્રમુખ, અખીલ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ મેનેજમેન્ટ મહામંડળના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. બી.ઈ. મિકેનિકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. ૨૫ વર્ષ સુધી સિનિયર ક્લાસ વન ઓફીસર, ઈન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ એઝ જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્ડસ્ટ્રીઝ તથા તોલમાપ વિભાગમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા વિવિધ ક્ષેત્રે સંકળાયેલા, અનુભવી, કર્મઠ, નિષ્ઠાવાન, સમાજસેવી, આકર્ષિત કરે તેવુ વકતૃત્વ ધરાવતા એ.જે.પટેલનુ નામ ઘોષીત થતાજ આવા લોકસેવક જો સાંસદ બને તો જીલ્લાનો કેવો વિકાસ થાય તેવી લાગણી સાથે લોકસંપર્કમાં મતદારોનો અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.
લોકસભાની ચુંટણીમાં દેવામાફીથી દેવામૂક્તિ તરફ લઈ જવા ખેડૂતો માટે અલગથી બજેટ ફાળવવા, ગરીબી મીટાવવા લઘુત્તમ આવક યોજનાથી રૂા.૭૨,૦૦૦ આપવા, વેપારીઓ ઉપર શક નહી પરંતુ ભરોસો રાખી વેપારને વેગવંતો બનાવવા ય્જી્‌ હળવો કરવા, પ્રતિ વર્ષ ૧૦ લાખ યુવાનોને રોજગારી આપવા, કોઈ નેતા દુર ઉપયોગ ન કરી શકે તે માટે ઇમ્ૈં, ઝ્રમ્ૈં, ઝ્રછય્ ને સંસદમાં રીપોર્ટ કરવાની સત્તા આપવા, પ્રાઈવેટ કે સરકારી હોસ્પિટલોમાં મફતમાં સારવાર આપવા, મહિલાઓ એમનો અધિકાર અપાવવા સંસદ અને

એસેમ્બલીમાં ૩૩ ટકા મહિલા અનામત લાવવા, ખેડૂતોના પાકને યોગ્ય કિંમત મળે તેવા ટેકાના ભાવ નક્કી કરવા, ખેડૂતોને પગભર બનાવવા અલગથી બજેટ ફાળવવા, જળ, જંગલ અને જાનવરને બચાવવા પ્રદુષણ ઉપર કડક કાયદો બનાવવા, મનરેગામાં ૧૦૦ દિવસની જગ્યાએ ૧૫૦ દિવસની રોજગારીની ગેરંટી આપતા, સૌને સમાન શિક્ષણનો અધિકાર અપાવવા જીડીપીના ૬ ટકા શિક્ષણને ફાળવવા એવા વચનો સાથેના કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાના મુદ્દા સાથે, નકારાત્મકતા નહી પરંતુ હકારાત્મકતા અપનાવી, વિકાસના મુદ્દા સાથે એ.જે.પટેલ ચુંટણી પ્રચાર માટે લોકસંપર્કમાં નિકળતા તેમને મતદારોમાં અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.
વિસનગરમાં સૌપ્રથમ ગોવિંદચકલા પટેલવાડીમાં દુધ ઉત્પાદકોની મીટીંગ મળતા પશુપાલકોએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસ તરફી પવન ફૂંકાયો છે. ત્યારબાદ એક ટાવરબજાર તથા પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર આગળ કોંગ્રેસની જંગી જાહેર સભા મળી હતી. તેમાં મતદારોએ મોટી સંખ્યામાં હાજરી આપતા એ.જે.પટેલનો વિજય રથ ધમધમતો આગળ વધતા દેખાઈ રહ્યો છે. પટણી દરવાજા જગદીશભાઈ ઠાકોર તથા સિધ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ વાલમના પી.કે.પટેલ તેમના ૧૦૦ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાતા વાલમ પટ્ટામાં કોંગ્રેસ તરફી વાતાવરણ ફેલાયુ છે. વિસનગર તાલુકાના ગામડામાં ચુંટણી પ્રચારના લોકસંપર્ક દરમ્યાન સુંશી ગામમાં ઠાકોર સમાજ, દરબાર સમાજ, પટેલ સમાજે મોટી સંખ્યામાં હાજરી આપી પોતાના ગમતા ઉમેદવાર એ.જે.પટેલનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. રાલીસણા ગામમાં ઠાકોર સમાજ તથા પટેલ સમાજ, ભાલકમાં મુસ્લીમ સમાજ તથા સથવારા સમાજ, લક્ષ્મીપુરામાં તમામ સમાજના મતદારોએ આવકાર આપ્યો છે. ગોઠવા તથા કંકુપુરામાં જંગી જાહેરસભા યોજાઈ હતી. જે સભામાં દરેક સમાજે બહુમાન કર્યુ હતુ. બાકરપુર, બાજીપુરા, કુવાસણા, ઘાઘરેટ, રાઠોડીપુરા, કડા, પુરણપુરા, સદુથલા, કંસારાકુઈ, ઉદલપુર જેવા તાલુકાના તમામ ગામના મતદારોએ લોકસંપર્કમાં પધારેલા તેમના માનીતા ઉમેદવારને ઉમળકાભેર આવકાર્યા હતા. બાસણામાં ચૌધરી સમાજ દ્વારા સ્વાગત અને બહુમાન કરાયુ હતુ. દેણપ અને કમાણામાંતો કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલની ઉપસ્થિતિમાં જે જંગી જાહેર સભા યોજાઈ એવી જાહેર સભા આજ સુધી ક્યારેય યોજાઈ નથી. કાંસા અને કાંસા એન.એ.વિસ્તારમાં પણ મતદારોની મોટી સંખ્યાની હાજરીમાં યોજાયેલી જંગી જાહેરસભામાં કોંગ્રેસના ઉમેદવારનુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના આ લોકસેવકને વાળીનાથ અખાડા તરભના મહંતના પણ આશિર્વાદ પ્રાપ્ત થયા છે.
વિસનગર શહેર અને તાલુકામાં લોક લાડીલા ઉમેદવાર એ.જે.પટેલ જ્યા જ્યા ગયા છે ત્યાં દરેક સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ છે. આ લોકપ્રિયતા ઉપરથી એ સાબીત થાય છેકે એ.જે.પટેલ સર્વ સમાજના માન્ય ઉમેદવાર છે. જેથી આ ચુંટણીમાં કોઈ જાતીય સમિકરણ કોંગ્રેસને નડે તેમ નથી. મહેસાણા જીલ્લામાં તમામ સમાજનો સહકાર, આવકાર, વિશ્વાસ અને મળેલા આશિર્વાદ જોતા એ.જે.પટેલના વિજયરથને કોઈ અટકાવી શકે તેમ નથી. મહત્વની બાબત તો એ છેકે અત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો તન, મન અને ધનથી એક થઈ એ.જે.પટેલને વિજયી બનાવવા કમર કસી છે. જીલ્લા સંગઠનના હોદ્દેદારો તથા આગેવાનો, વિસનગર તાલુકા સંગઠનના હોદ્દેદારો તથા આગેવાનો, વિસનગર શહેર સંગઠનના હોદ્દેદારો તથા આગેવાનો, યુથ કોંગ્રેસના જીલ્લાના, તેમજ વિસનગર તાલુકા અને શહેરના હોદ્દેદારો, જીલ્લા પંચાયતના ડેલીગેટો, તાલુકા પંચાયતના ડેલીગેટો, વિસનગર નગરપાલિકાના કોર્પોરેટરો, તમામ કોંગ્રેસના ચુંટાયેલા પદાધિકારીઓ એ.જે.પટેલ સાથે ખભેખભો મીલાવી ચુંટણી પ્રચારમાં અને લોકસંપર્કમાં જોડાયા છે.

Leave a Reply

Top