You are here
Home > News > જિલ્લા ડેલીગેટ ગલબીબેનના પ્રયત્નોથી ડાવોલ ખાતે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

જિલ્લા ડેલીગેટ ગલબીબેનના પ્રયત્નોથી ડાવોલ ખાતે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

જિલ્લા ડેલીગેટ ગલબીબેનના પ્રયત્નોથી
ડાવોલ ખાતે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગત સોમવારે તા.૧પ-૪-ર૦૧૯ના રોજ પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો માદરે વતન ખેરાલુ પંથકમાં ચુંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભરતસિંહ ડાભી સાથે પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, જિલ્લા ભાજપ અગ્રણી સરદારભાઈ ચૌધરી, ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ ભીખાલાલ ચાચરીયા, જિલ્લા સદસ્ય ગલબીબેન પરથીભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી અજમલજી ઠાકોર, વિનાયકભાઈ પંડયા, પરથીભાઈ ચૌધરી સહીત તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ડાવોલ ખાતે ચુંટણી પ્રવાસમાં પહોચેલા ભરતસિંહ ડાભીના સમર્થનમાં માજી ડેલીગેટ પ્રતાપસિંહ નારાયણસિંહ રાજ પરમારે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસના પીઢ કાર્યકર અને ગત ટર્મમાં ડાલીસણા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ ગલબાભાઈ ચૌધરીએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ભાજપને સમર્થન કરવા માટે ભરતસિંહ ડાભીએ બન્ને વડીલોનો આભાર માન્યો હતો. ભરતસિંહ ડાભીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે વરસંગ તળાવમાં પાણી નાંખવા માટે પાઈપલાઈન પુર્ણતાને આરે છે. જેનાથી આ પંથકનો પાણીનો પ્રશ્ન હલ થશે. મારા પિતાશ્રી સ્વ.શંકરજી ઠાકોર આખી જીંદગી ધારાસભ્ય રહ્યા. ત્રણ ટર્મથી હું ધારાસભ્ય છું મારા પરિવાર તરફથી કયારેય પ્રજાને તકલીફ પડવા દીધી નથી. હું કે મારો પરિવાર કોઈને નડયા નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા માટે એક કમળ દિલ્હી મોકલવા મને મત આપજો.
પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગણી ન શકાય તેટલી લોક ઉપયોગી યોજનાઓ અમલમાં મુકી છે. કેન્દ્ર સરકારે દેશના દુશ્મનો સામે સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને એર સ્પેશ સ્ટ્રાઈક કરી છે. પુલવામાના હુમલાનો બદલો કમળના બટન ને દબાવી મત આપી લેવાનો છે. બદલો એળે ન જાય તેની ખાત્રી રાખજો. ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે જયાં રસ્તા સીંગલ પટ્ટી હતા ત્યાં ડબલ કર્યો છે. ડબલ હતા ત્યાં ફોર ટ્રેક કર્યા છે. ખેરાલુ તાલુકાને બે નેશનલ હાઈવે અપાયા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવો મળ્યા છે. જેથી ખેડેુતોની આર્થિક સ્થિતી અને સધ્ધરતા વધી છે.
ડાવોલથી વરેઠા ચુંટણી પ્રવાસ પહોચ્યા ત્યારે ભરતસિંહ ડાભીને ઘોડે બેસાડી શોભાયાત્રા કાઢી હતી. મંદ્રોપુર ગામે માતાજીના મંદિરની સાક્ષીએ કોઈપણ વાદ-વિવાદ વગર ભાજપ તર્ફી મતદાન કરવા ભરતસિંહ ડાભીને વચન આપ્યુ હતુ તેવુ પરથીભાઈ ચૌધરી જણાવે છે. ચાણસોલ ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડયા હતા. ચાણસોલમાં જગતસિંહ રાણા, ડભાડમાં દિનેશભાઈ મોદી, મુકેશભાઈ બારોટ, વસંતભાઈ પરમાર સહિત તમામ સમાજના આગેવાનોએ ઠેરઠેર સ્વાગત કર્યુ હતુ.

Leave a Reply

Top