You are here
Home > News > બાળકોના ભણતર ઉપર મોટી અસર વાવાઝોડાથી સવાલા અને સુંશી ગામની પ્રાથમિક શાળાના પતરા ઉડી ગયા

બાળકોના ભણતર ઉપર મોટી અસર વાવાઝોડાથી સવાલા અને સુંશી ગામની પ્રાથમિક શાળાના પતરા ઉડી ગયા

બાળકોના ભણતર ઉપર મોટી અસર વાવાઝોડાથી સવાલા અને સુંશી ગામની
પ્રાથમિક શાળાના પતરા ઉડી ગયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી ઘણુ નુકશાન થયુ છે. સવાલા અને સુંશી પ્રાથમિક શાળાના પતરા ઉડી જતા બાળકોના ભણતર ઉપર મોટી અસર થઈ છે. અત્યારે ઉનાળામાં બાળકોને ખુલ્લી છતે તડકામાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
તા.૧૬-૪-૧૯ ના વિસનગર પંથકમાં ભારે વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી ખેતી સહીત માલ મિલ્કતને ભારે નુકશાન થયુ છે. સવાલા ગામ અને સુંશી પ્રાથમિક શાળાના જર્જરીત જુના મકાનમાં વાવાઝોડાના દબાણથી સીમેન્ટના પતરા ઉડી ગયા હતા. પતરા હવામાં ઉછળી પટકાતા સીમેન્ટના પતરાના ભુક્કા થઈ ગયા હતા. પ્રાથમિક શાળાની છત ખુલ્લી થઈ જતા અત્યારે ઉનાળામાં બાળકોને તડકામાં બેસી અભ્યાસ કરવો પડે તેવી પરિસ્થિતિનુ સર્જન થયુ છે. અત્યારે આખુ તંત્ર લોકસભાની ચુંટણીની કામગીરીમાં લાગેલુ છે. ત્યારે બાળકોના શિક્ષણનુ હિત વિચારી પ્રાથમિક શાળાના પતરા તાત્કાલીક નંખાય તેવુ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Top