You are here
Home > News > લોકસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને જીતાડવા ખેરાલુની જેમ સતલાસણા પણ બંધ પાળી વોટીંગ કરશે

લોકસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને જીતાડવા ખેરાલુની જેમ સતલાસણા પણ બંધ પાળી વોટીંગ કરશે

લોકસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને જીતાડવા
ખેરાલુની જેમ સતલાસણા પણ બંધ પાળી વોટીંગ કરશે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રને એક તરફી સમરસ કરવા માટે ખેરાલુ, સતલાસણા અને વડનગર વિસ્તારના ભાજપના આગેવાનો કમર કસી દોડધામ કરી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા સીટના ઉમેદવાર ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહને જંગી બહુમતીથી જીતાડવા ખેરાલુ શહેરે સંપુણ સમર્થન જાહેર કર્યુ છે. ખેરાલુની જેમ સતલાસણા શહેરે પણ ભરતસિંહ ડાભીને જીતાડવા દુકાનો બંધ રાખી વોટીંગ કરવાનુ નક્કી કર્યાનુ જાણવા મળે છે.
ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પાટણ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યો ત્યારે સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં ખુશીની લહેર જેવુ વાતાવરણ બન્યુ હતુ. ખેરાલુ શહેરમા જયારે સમગ્ર ખેરાલુ શહેરના વેપારીઓ આગેવાનોની મિટીંગ મળી ત્યારે વેપારીઓએ વહેપારી મહામંડળના પ્રમુખ મનીષભાઈ શાહ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે ર૩-૪-ર૦૧૯ના દિવસે મતદાન છે તે દિવસે ખેરાલુ શહેર બંધ રાખવા જાહેરાત કરો ત્યારે મનીષભાઈ શાહે હાજર તમામ વેપારીઓ સમક્ષ રજુઆત કરી કે વેપારીઓની ઈચ્છા હોય તો ભરતસિંહ ડાભીના સમર્થનમાં શહેરમાં કામ ધંધા બંધ રાખી મતદાન કરવુ. તમામ વેપારીઓએ એક અવાજે શહેરના કામ ધંધા બંધ રાખી મતદાન કરવા સંમતી આપી. આવી જ રીતે સતલાસણા એ.પી.એમ.સીના ચેરમેન વિરેન્દ્રસિંહ પરમારે એ.પી.એમ.સીના વેપારીઓને પુછ્યુ કે તમે ઈચ્છો તો મતદાનના દિવસે માર્કેટયાર્ડ બંધ રાખીયે? ત્યારે માર્કેટયાર્ડના વેપારીઓ સંમતિ આપતા ર૩-૪-ર૦૧૯ ના દિવસે માાર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ. વિરેન્દ્રસિંહ પરમારે સતલાસણા શહેરના ક્ષત્રિય વેપારી મહામંડળને પણ ભરતસિંહ ડાભીના સમર્થનમા દુકાનો બંધ રાખવા વિનંતી કરી. ક્ષત્રીય વેપારી મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી કામ ધંધો બંધ કરી મતદાન મોટી સંખ્યામાં કરવા જાહેરાત કરી. વિરેન્દ્રસિંહ પરમારે બીજા વેપારી મહામંડળના પ્રમુખ બચુભાઈ શાહની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યા પણ તે સામાજીક કામે બહાર ગયા હોવાથી ભરતભાઈ સોની ને મતદાનના દિવસે દુકાનો બંધ રાખવા વિનંતી કરી. ભરતભાઈ સોનીએ વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી મતદાનના દિવસે સતલાસણા શહેર સંપુર્ણ બંધ રાખવા જાહેરાત કરાઈ.
અત્રે ઉલ્લખનીય છેકે લોકશાહીમાં મતદાનએ ઉત્સવના દિવસ તરીકે ઉજવવા માટે ખેરાલુ-સતલાસણા શહેર બંધ રાખવામા ભાજપના પ્રયત્નોને સફળતા મળી છે પરંતુ બન્ને શહેરોના ભાજપના આગેવાનો ભાજપ તર્ફી વોટીંગ કરાવે તો બંધનું ફળ મળ્યુ કહેવાશે.

Leave a Reply

Top