You are here
Home > Local News > વિસનગરમાં દુધ ઉત્પાદકોની સભામાં કોંગ્રેસને સમર્થન

વિસનગરમાં દુધ ઉત્પાદકોની સભામાં કોંગ્રેસને સમર્થન

વિસનગરમાં દુધ ઉત્પાદકોની સભામાં કોંગ્રેસને સમર્થન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં પટેલવાડી ખાતે મંગળવારે સવારે તાલુકાના દુધ ઉત્પાદકોની એક સભા મળી હતી. આ સભામાં દુધસાગર ડેરીની ચેરમેન આશાબેન ઠાકોરે ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષથી જે સરકાર આવી છે તે દુધ સાગર ડેરીને હેરાન પરેશાન કરવાની રાજનિતિ કરી રહી છે. આ સાથે કોગ્રેસના આગેવાનોએ પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં સાગર ડેરીએ મહેસાણા લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને જાહેર સમર્થન આપતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
વિસનગર પટેલવાડી ખાતે ગત મંગળવારના રોજ દુધ ઉત્પાદકોની જાહેરસભા મળી હતી. આ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યુ હતુ કે ભાજપ સરકારમાં ગુજરાતના ખેડુતો દુઃખી છે. ભાજપના શાસનમાં ખેડુતો દેવાદાર છે. છતા સરકાર ખેડુતોનું દેવુ માફ કરતી નથી. આજે દુધસાગર ડેરીનું જે સમર્થન મળ્યુ છે તેવુ સમર્થન આખા જીલ્લામાં મળી રહ્યુ છે. જોકે વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણી એક ટ્રેલર હતુ પુરૂ પિક્ચર ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં બતાવીશુ જ્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર મામલે જણાવ્યુ હતુ કે અલ્પેશજીની બાબતે પ્રદેશ પ્રમુખને વાત કરી છે. અને હવે તે મામલો પુર્ણ થઈ ગયો છે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી રૂપાણી બે મહિના પછી મુખ્યમંત્રી નહી રહે, જ્યારે દુધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે કોગ્રેસની સરકાર હતી ત્યારે તે સહકારીક્ષેત્રમાં અડચણ ઉભી કરતી ન હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ભાજપની સરકારે દુધ સાગર ડેરીને હેરાન પરેશાન કરવાની રાજનિતી કરી છે. આ સભામાં આશાબેન ઠાકોરે પોતે કોગ્રેસમાં જોડાયા હોવાની સ્પષ્ટતા કરી હતી. જ્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના મુદ્દે જણાવ્યુ હતુ કે હું અલ્પેશ ઠાકોર સાથે જ છું અને અલ્પેશ ઠાકોર મારા રાજકીયગુરૂ છે. હું કોગ્રેસ પાર્ટી સાથે છું અને રહેવાનો છું .અલ્પેશ ઠાકોર પણ કોગ્રેસ સાથે જ છે. અલ્પેશજીએ તો કોગ્રેંસની કેટલીક જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યુ છે. કોગ્રેસે અલ્પશ ઠાકોર સામે કોઈ પગલા લીધા નથી અને લેવાની પણ નથી હું ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર સાથે જ છું. હુ મતદારોનો ક્યારેય વિશ્વાસ નહી તોડુ. જ્યારે કોગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલે જણાવ્યું હતુ કે હું પશુપાલનના ધંધામાંથી મોટો થયો છું. એટલે પશુપાલકોની પરિસ્થિતી જાણુું છું. કોઈપણ સરકારે ગરીબો અને પશુપાલકોની પેટ ઉપર પાટું ન મારવું જોઈએ. જોકે હુ અને કોગ્રેંસ પાર્ટી પશુપાલકોનૌ દરેક પ્રશ્નોમાં ન્યાય અપાવવા સાથે રહીશું. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોએ મહેસાણા લોકસભા બેઠકના કોગ્રેંસના ઉમેદવાર એ.જે.પટેલને ટેકો જાહેર કરતા મહેસાણા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ સભાનુ સફળ એન્કરીંગ કોગ્રેંસ અગ્રણી જીવણભાઈ રબારીએ કર્યુુ હતું.

Leave a Reply

Top