You are here
Home > News > ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથમાં ૬પ.પ૮% મતદાન

ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથમાં ૬પ.પ૮% મતદાન

ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથમાં ૬પ.પ૮% મતદાન

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
તાજેતરની લોકસભાની ચુંટણીમાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભામાં ઉમેદવારી કરી હોવાથી સમગ્ર વિધાન સભા સાથે ખેરાલુ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ભાજપ તર્ફી મતદાન થવાનો દાવો ભાજપ કરે છે જે ખરેખર સાચો પડે તેમ લાગે છે. જેનુ મુખ્ય કારણ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તે પછી પહેલીવાર ખેરાલુ પંથકને લોકસભાનું પદ મળ્યુ હતુ. જેના કારણે લોકોમાં ભરતસિંહ ડાભી તર્ફે ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથોનું કુલ મત ૧,૦ર,૪પ૩ હતા જે માંથી ૬૭,૧૯પનું મતદાન થયુ છે. જેથી ૬પ.પ૮% જેવુ જંગી મતદાન કાળઝાળ ગરમીમાં થયુ હતુ. જે ખુબજ સારી બાબત કહેવાય.
મતદાન માટે સવારે સાત વાગ્યાથી લાઈનો લાગી ગઈ હતી જે બપોરે ૧-૦૦ વાગ્યા સુધી ચાલુ રહી હતી બપોરે ૧-૦૦થી ૩-૩૦ સુધી ખુબજ ધીમુ મતદાન સમગ્ર પંથકમા ચાલતુ હતુ. ખેરાલુ તાલુકામાં લગભગ ભાજપ તર્ફી મતદાન થયાનું ચર્ચાય છે. જેનુ એક કારણ એવુ પણ છે કે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી ભાજપ તરફથી ચુંટણી લડતા હતા. સરપંચો અને આગેવાનો ચાલુ ચુંટણી દરમિયાન એવી ચર્ચા કરતા હતા કે ભરતસિંહ ડાભી જો ચુંટાઈ જાય તો પોતાના ગામમાં ભાજપને લીડ અપાવી છે તેવી વાતો કરી વધુ ગ્રાન્ટ મેળવી શકાય અને જો ભરતસિંહ ડાભી હારી જાય તો સીટીંગ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક હોવાથી ફરીથી તેમની પાસે વિકાસ કામોની ગ્રાન્ટો લેવા જાય ત્યારે ગ્રાન્ટ લેવા જનાર સરપંચના ગામમાં કોંગ્રેસને લીડ મળી હોય તો ગ્રાન્ટ લેવા જતા સંકોચ થાય અથવા તો ગ્રાન્ટ ન પણ મળે જેથી ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના તમામ સરપંચો ભાજપ તર્ફી વોટીંગ કરાવવા પ્રયત્નો કરતા હતા. જેના કારણે ભાજપને જંગી લીડ ખેરાલુ વિધાનસભામાંથી મળશે. બીજો મુદ્દો લીડ માટે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી જેના કારણે પ્રજામાં ભાજપનો ગ્રાફ ખુબજ ઉંચો વધ્યો છે. ભરતસિંહ ડાભીને લોકસભાની ટીકીટ મળી જો ભરતસિંહ જીતી જાય તો વિધાનસભામાં તેમની ખાલી પડેલી જગ્યાએ ચૌધરી સમાજને ધારાસભ્ય પદ મળે અને સમગ્ર ચૌધરી સમાજ કાયમી ભાજપ તર્ફી રહે છે જેથી સબંધમાં લાભ ભળે એટલે ટુંકા ગાળા માટે સબંધ ખુબજ સુદ્રઢ અને શ્રેષ્ઠ બને છે જેથી દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલની કુરબાની પણ ચૌધરી સમાજે ન સ્વીકારી ભાજપ તર્ફી મતદાન કરાવ્યુ અને તે પણ જંગી મતદાન કરાવ્યાનું ચર્ચાય છે. ખેરાલુ તાલુકામાં ચૌધરી સમાજના ગામોમા સૌથી ઉંચુ મતદાન ચાચરીયા ગામમાં થયુ છે અને બુથ પ્રમાણે ઊંચુ મતદાન જોઈએ તો કુડા(બાજપુરા)ના બુથ નં.૧૩૩ કુડા-૪માં ૯૦.પપ% મતદાન થયુ છે. સૌથી ઓછુ મતદાન લુણવા-૪માં પ૩.૩૧ % થયુ છે.
ખેરાલુ શહેર અને તાલુકાના મુસ્લીમ સમાજનુ મતદાન ખુબ જ ઓછુ થયુ છે.જેનો સીધો ફાયદો ભાજપને મળશે.મુસ્લીમ સમાજના ગામોમાં પણ ભાજપને લીડ મળે તેમ છે. અંકેદરે ખેરાલુ શહેરમાં ભાજપને ઓછામાં ઓછી ૬ હજાર લીડ મળે તેમ છે તેમજ ખેરાલુ તાલુકામા ઓછામાં ઓછી રપ હજારની લીડ મળે તેમ છે તેવો ભીખાલાલ ચાચરીયાએ દાવો કર્યો છે.

Leave a Reply

Top