You are here
Home > Local News > તંત્રી સ્થાનેથી… ગરમીના પ્રકોપથી બચવા તંત્ર સસ્તા એ.સી. સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવે

તંત્રી સ્થાનેથી… ગરમીના પ્રકોપથી બચવા તંત્ર સસ્તા એ.સી. સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવે

તંત્રી સ્થાનેથી…

ગરમીના પ્રકોપથી બચવા

તંત્ર સસ્તા એ.સી. સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવે

દિવસે દિવસે ગરમીનો કુદરતી પ્રકોપ વધી રહ્યો છે. ભૂતકાળમાં કદિ નહિ પડેલ ૪૫ ડીગ્રી કરતાં પણ વધારે ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. વધારે વરસાદ પડવાથી પૂર આવે, ભૂકંપ આવે, આગ હોનારત થાય, રેલ્વે અકસ્માત થાય, આવા કુદરતી આવી પડેલા પ્રકોપ માટે સરકાર મદદમાં આવે છે. ગરમીનો પ્રકોપ એ કુદરતી પ્રકોપ છે. આમ તો એવું કહેવાનું હોય છેકે ૪૨ ડીગ્રી ગરમી પડે એટલે પક્ષીઓ આપોઆપ મરવા લાગે. પ્રવર્તમાન દિવસોમાં ૪૫ ડીગ્રી કરતાં વધારે ગરમી પડી રહી છે. જે દિવસે દિવસે વધવાની શક્યતા છે. તેવા સમયે ચકલી, કબૂતર જેવા પ્રાણીઓ તરફડીને મરતા જોવા મળે છે. આટલી અસહ્ય ગરમીમાં માણસો નીકળે તો તે પણ તેઓ સહન નહિ કરી શકે. જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ આવ્યા છે ત્યારે સરકાર લોકોની મદદમાં આવી છે. ગરમીના પ્રકોપ સામે સરકારે લોકોને મદદ આપવી જોઈએ. સરકારે મધ્યમ વર્ગ અને ગરીબોને સસ્તી વીજળી પૂરી પાડવી જોઈએ. જેથી તેઓ પંખાનો છૂટથી ઉપયોગ કરી શકે. ૪૫ ડીગ્રી ગરમીમાં પંખા પણ ગરમ પવન ફૂંકે છે જેથી તે નકામા સાબિત થાય છે. ગરમીના પ્રકોપથી બચવાનું ફક્ત એક સાધન છે એર કન્ડીશન અને એર કુલર. આવા જીવન જરૂરીયાતના ભાગરૂપે એક કન્ડીશન અને એર કુલર ઉપર સરકાર દ્વારા અત્યારે વધારેમાં વધારે GST નો સ્લેબ ૨૮ ટકા ઉઘરાવવામાં આવે છે. આ સામે સરકારે આ ટેક્સ ઓછો કરી કે માફ કરી એર કન્ડીશન કે એર કુલર સસ્તા થાય તેવું કરવું જોઈએ. મધ્યમ વર્ગને પોષાય તેવા એ.સી., એર કુલર ઉપલબ્ધ કરી ઉનાળામાં સમયમાં વીજ દર ઓછા કરવા જોઈએ. વીજળી અને એર કન્ડીશન સસ્તા થશે તો લોકો આનો છૂટથી ઉપયોગ કરી શકશે. સરકાર પ્રજાના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સદાય કટીબદ્ધ હોય છે. જેથી દેશના ૫૦ ટકા કરતાં વધારે હિસ્સામાં જ્યારે ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો હોય, લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા હોય ત્યારે સરકારે પ્રજાની મદદમાં આવવું જોઈએ. વીજળી સસ્તી થઈ શકે તેમ નથી. જેથી સરકારે ૨ થી ૩ કેવી સુધીના સોલાર પ્લાન્ટ એકદમ નજીવી કિંમતે લોકોનો ઉપલબ્ધ કરાવવા જોઈએ અને સબસીડી વાળા ઉજાલા બલ્બની જેમ સબસીડી વાળા સસ્તા એસી અને એરકુલરો બજારમાં આવે તેનો પ્રયત્ન કરવો જોઈએ. એસી નો વિકલ્પ એરકુલર છે. એર કુલર ઈન્ડસ્ટ્રીઝ ગૃહ ઉદ્યોગ જેવી ઈન્ડસ્ટ્રીઝ છે. આવા સસ્તા એરકુલરોને સબસીડી આપી ઉનાળાના ચાર મહિના ઈલેક્ટ્રીક(વીજળીનો) ભાવ ઘટાડો કરશે તો જ જનજીવન ટકી શકશે તો સરકાર એ.સી., કુલર, ત્રણ કેવી સોલાર પ્લાન્ટમાં વધુમાં વધુ સબસીડી આપે, એસી ઉપકરણોમાં ટેક્સ ઓછા કરી સસ્તા અડધા ટનના એસી ઉપલબ્ધ કરાવે તથા ઉનાળાના ચાર મહિના ઈલેક્ટ્રીક લાઈટનો યુનીટના દરો ઓછા કરશે તો જ જનજીવન ટકી શકશે. મનુષ્ય જીવન ઓછું થશે તો સરકાર કોની ઉપર રાજ કરશે. દીલ્હીની સરકારમાં એર કન્ડીશન ગાડીઓ, ઓફીસોમાં બેઠેલા આપણા આકાઓ એક જ દિવસ ઉત્તર ગુજરાતમાં, કચ્છની ગરમીમાં મુલાકાત કરે તો આપોઆપ લોકોને મદદ કરવાનો વિચાર તેમના મગજમાં સ્કુરશે.

Leave a Reply

Top