You are here
Home > 2019 > May

સબંધીઓ સાથેજ રૂા.૩૭ લાખની ઠગાઈ-બે સામે ફરિયાદ

ચાર છોકરાઓને સચિવાલયમાં નોકરી અપાવવાનું કહી સબંધીઓ સાથેજ રૂા.૩૭ લાખની ઠગાઈ-બે સામે ફરિયાદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગાંધીનગર સચિવાલયમાં અલગ- અલગ પોસ્ટ ઉપર ઉંચા પગારે નોકરી અપાવવાની લાલચ આપી પોતાના ચાર સંબંધીઓ પાસેથી રૂા.૩૭ લાખની ઠગાઈ કરનાર બે ઈસમો વિરૂધ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે બંન્ને આરોપીઓ સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ…

પાટણ લોકસભાની સાત વિધાનસભામાં ખેરાલુ વિધાનસભાએ ૫૮૯૪૫ ની સૌથી વધુ લીડ આપી

પાટણ લોકસભામાં ભાજપની સુનામી-ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય પાટણ લોકસભાની સાત વિધાનસભામાં ખેરાલુ વિધાનસભાએ ૫૮૯૪૫ ની સૌથી વધુ લીડ આપી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ૨૩-૫-૨૦૧૯ ના રોજ લોકસભાનું રીજલ્ટ આવતા જુના ખેરાલુ તાલુકા માટે સોનાનો સુરજ ઊગ્યો હોય તેવુ લાગતુ હતુ. જુના ખેરાલુ તાલુકાના બે આદરણીય મહાનુભાવો સાંસદ બન્યા હતા. જેમાં લોકલાડીલા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

પ્રકાશભાઈ પટેલની તળ સમાજના પ્રમુખ પદે વરણી

તળ કડવા પાટીદાર સમાજની જનરલમાં સર્વાનુમત્તે નિર્ણય લેવાયો પ્રકાશભાઈ પટેલની તળ સમાજના પ્રમુખ પદે વરણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તળ કડવા પાટીદાર સમાજનો પ્રમુખપદે એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની વરણી કરવા માટે સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો. પ્રકાશભાઈ પટેલની નિમણુંકને જનરલમા હાજર તમામ લોકોએ વધાવી હતી. સમાજમાંથી વ્યસનમુક્તી, કુરિવાજોમાંથી મુક્તિ, મહિલા રોજગારી, શિક્ષીતોને વિદેશ ગમનની તક, તળ સમાજના…

તંત્રી સ્થાનેથી… સત્તાધારી ભાજપના વિરોધપક્ષો શીખ લે હસતાં હસતાં હાર સ્વીકારે તે સાચો યોદ્ધો

તંત્રી સ્થાનેથી… સત્તાધારી ભાજપના વિરોધપક્ષો શીખ લે હસતાં હસતાં હાર સ્વીકારે તે સાચો યોદ્ધો વર્ષો પહેલાં ભૂમિદળના યુદ્ધ થતાં હતા ત્યારે સાંજે યુદ્ધ વિરામ બાદ રણભૂમિવાળા મેદાનમાં બે પ્રતિદ્વન્દી લશ્કરોના યોદ્ધાઓ સાથે બેસી એકબીજાની લડવાની પદ્ધતિની ચર્ચા કરતા હતા. યોદ્ધાઓને તેમના દુશ્મનના વારને વખાણતા સહેજપણ ક્ષોભ થતો નહતો. આવી હતી યોદ્ધાઓની ખેલદીલી. પ્રવર્તમાન સંજોગોમાં ભૂમિદળની…

વિસનગર પોશ વિસ્તારમાં હવસખોર પ્રોફેસરના ત્રાસથી શિક્ષિત મહિલા ત્રસ્ત

વિસનગર પોશ વિસ્તારમાં હવસખોર પ્રોફેસરના ત્રાસથી શિક્ષિત મહિલા ત્રસ્ત એક તરફી પ્રેમમાં પાગલ પરણિત યુવકે પોતાની હવસ સંતોષવા મહિલાના મોબાઈલ ઉપર અવાર-નવાર મેસેજ મોકલી માનસીક ત્રાસ આપતો હતો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના પોશ વિસ્તારમાં રહેતા અને શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિકૃત મગજના પટેલ સમાજના પરણીત યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની પોતાની પડોશમાં રહેતી…

Top